4 મહાનગરોમાં હવે રાત્રિ કરફ્યુ ગણતરીના દિવસો જ રહેશે! નીતિન પટેલની જાહેરાત બાદ ચોરેકોર ખુશીનો માહોલ

દિવાળી પછી કોરોનાની સ્થિતિ માતેલા સાંઢની જેમ વધી ગઈ હતી અને લોકો પડાપડી કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા હતા. ત્યારબાદ કરફ્યુ લાદવામાં આવ્યું હતું અને કોરોનાની મહામારીના કારણે રાજ્યના 4 મહાનગરોમાં હજું પણ એ કરફ્યુ યથાવત છે. જો કે હવે આ 4 નગરોના લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે કે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે,. વેપાર રોજગારને ફરી ગતિ માટે તે માટે કેટલાક અગત્યના નિર્ણય કરવા જરૂરી છે.

image source

જો વિગતે વાત કરીએ તો વાત કરતાં નીતિન પટેલે જણાવ્યું કે, વેપારને ગતિ આપવા માટે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં તબક્કાવાર રીતે રાત્રિ કરફ્યુ હટાવી લેવામાં આવશે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં આ કરફ્યુ લાબા સમયથી યથાવત છે.

image source

જેના કારણે ખાસ કરીને ખાણીપીણીના વેપારીઓ પરેશાન હતા અને કરફ્યુનો અંત ક્યારે આવશે તેની અટકળો લાંબા સમયથી ચાલી રહી હતી. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી અને હાલની પરિસ્તિથી પ્રમાણે વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. 31 જાન્યુઆરી બાદ રાત્રિ કરફ્યુ પુરુ થઈ જાય એવી પણ શક્યતા સેવાઈ રહી છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

image source

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટ્યા છે. 25 તારીખે રાજ્યમાં કોરોનાનાં 390 પોઝિટિવ કેસ આવ્યા છે, જ્યારે રાજ્યમાં વધુ 3 દર્દીએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4379 એ પહોંચ્યો છે. 707 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 96.64 ટકાએ પહોંચ્યો છે. આ રીતે જ વાત કરીએ તો ગુજરાતમાં કોરોના મહામારીના અંતનો પ્રારંભ થઇ ગયો છે. ભારતમાં વિશ્વના સૌથી મોટા રસીકરણની શરૂઆત થઇ ગઇ છે. ત્યાં જ ગુજરાતમાં પણ રસીકરણ થઇ રહ્યું છે.

image source

ગત કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક પણ સતત ઘટી રહ્યો છે. રાજયમાં આજે 13,803 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી ત્યાં જ અત્યાર સુધીમાં કુલ 92,122 વ્યક્તિઓનું રસીકરણ થયુ છે. આજે કોરોના વાયરસ ના દૈનિક નોંધાતા કોરોના મહામારીના આંકડામાં ખુબ જ મોટો ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 390 પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે રાજ્યમાં વધુ 3 દર્દીએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4379 એ પહોંચ્યો છે. જ્યારે 707 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 96.64 ટકાએ પહોંચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત