કોઈએ ખોટું વટમાં ન રહેવું, હવે ભારત પણ બનાવી રહ્યું છે હાઈપરસોનિક મિસાઈલ, તાકાતનો અંદાજો પણ નહીં લગાવી શકો

ચીનની હરકતોના કારણે સીમા પર જે સ્થિતિ સર્જાઈ છે તેને જોતા ભારતે પોતાની યુદ્ધ ક્ષમતા ઝડપથી સુધારી છે. તેવામાં ચીન જો ભવિષ્યમાં પૂર્વી લદ્દાખમાં અતિક્રમણ જેવી ઘટનાનું પુનરાવર્તન કરશે તો તેને ભારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ભારતની યુદ્ધ ક્ષમતા વધારવા માટે દેશમાં ઉત્પાદન પણ વધારવામાં આવ્યું છે જેના માટે વિદેશમાંથી સામાન પણ ખરીદવામાં આવી રહ્યો છે.

image soucre

ભારતનું સૈન્ય આધુનિકીકરણને ગતિ દેવા માટે અત્યાધુનિક હથિયારોના નિર્માણ અને રક્ષા પ્રણાલીઓના વિકાસમાં ઝડપથી આગળ વધી રહી છે. આ દિશામાં એક રિપોર્ટ એવો પણ સામે આવ્યો છે કે ભારત પણ હવે હાઈપરસોનિક હથિયાર બનાવવા માટે કામ કરી રહ્યું છે.

image soucre

અમેરિકી સંસદના એક સ્વતંત્ર રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત એવા કેટલાક દેશોમાંથી એક છે જે હાઈપરસોનિક હથિયાર વિકસિત કરી રહ્યા છે. કાંગ્રેશનલ રિસર્ચ સર્વિસે આ સપ્તાહમાં તેના રિપોર્ટમાં કહ્યું છે કે અમેરિકા, રુસ અને ચીનના સૌથી આધુનિક હાઈપરસોનિક હથિયાર કાર્યક્રમ છે પરંતુ ઓસ્ટ્રેલિયા, ભારત, ફ્રાંસ, જર્મની અને જાપાન સહિત અન્ય દેશ પણ હાઈપરસોનિક હથિયાર વિકસિત કરી રહ્યા છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયાએ અમેરિકા અને ભારત તેમજ રુસ સાથે આ મામલે ગઠબંધન કર્યું છે. સીઆરએસના રિપોર્ટ અનુસાર ભારતે મૈક 7 હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસ 2ને વિકસિત કરવા માટે રુસ સાથે કરાર કર્યા છે. જો કે બ્રહ્મોસ 2 માટે શરુઆતમાં લક્ષ્ય 2017 રાખવામાં આવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમ માટે ખૂબ મોડું થયું છે અને હવે તેને 2025 અને 2028 વચ્ચે પ્રારંભિક પરિચાલન ક્ષમતા પ્રાપ્ત થવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે.

image soucre

રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત બે રીતે સક્ષમ હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલને પણ વિકસિત કરી રહ્યું છે અને તેના માટે ભારતે જૂન 2019 અને સપ્ટેમ્બર 2020 વચ્ચે મૈક 6 સ્ક્રૈમજેટનું સફળતાપૂર્વક પરીક્ષણ પણ કર્યું હતું. ભારત લગભગ 12 હાઈપરસોનિક પવન સુરંગોનું સંચાલન કરે છે અને 13 મૈક સુધીની ગતિનું પરીક્ષણ કરવા પણ સક્ષણ છે.

image source

આ રિપોર્ટ તેવા સમયે સામે આવ્યો છે જ્યારે એક મીડિયા રિપોર્ટમાં તાજેતરમાં જ દાવો કરવામાં આવ્યો હતો કે ચીનને એક પરમાણુ સક્ષમ હાઈપરસોનિક મિસાઈલનું પ્રક્ષેપણ કર્યું છે. જેણે પોતાના લક્ષ્યને ચુકતા પહેલા પૃથ્વીનો એક ચક્કર લગાવ્યો હતો. ચીને આ પરિક્ષણ કરીને અમેરિકી ગુપ્તચર એજન્સીને પણ અચંબિત કરી દીધી હતી. જો કે હવે ભારતને લઈને જે રિપોર્ટ સામે આવ્યો છે તેને લઈ ચીન પણ સમજી જ જશે કે જો તે કંઈ ગડબડ કરશે તો તેને જડબાતોડ જવાબ ભારત તરફથી મળશે.