તૈમુર અલી ખાનના હમશકલનો ફોટો થયો વાયરલ, યુઝર્સે કહ્યું કે કેટલો સુંદર છે.

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો મોટો દીકરો તૈમૂર અલી ખાન સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તૈમૂર અવારનવાર તેની સુંદરતા માટે તેના ચાહકો પાસેથી વખાણ લેતો રહે છે. તૈમુરની લોકપ્રિયતા અભિનેત્રી કરીના કપૂર અને અભિનેતા સૈફ અલી ખાન કરતા ઓછી નથી. ઈન્ટરનેટ પર તૈમૂરના ચાહકોની મોટી સંખ્યા છે, જેના કારણે તૈમૂરની દરેક એક્ટિવિટી નાની ઉંમરમાં જ પાપારાઝી અને સોશિયલ મીડિયા યુઝર્સની નજરમાં રહે છે. આવી સ્થિતિમાં જો તૈમુરના હમશકલની તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય તો યૂઝર્સ ચોંકી ઉઠે એ સ્વાભાવિક છે. વાત જાણે એમ છે કે તૈમુર જેવો જ ચહેરો ધરાવતા બાળકની એક તસવીર સામે આવી છે, જેને જોઈને યુઝર્સ ન માત્ર વખાણ કરી રહ્યા છે, પરંતુ આશ્ચર્ય પણ અનુભવી રહ્યા છે.

કોણ છે તૈમૂર જેવો હમશકલ?

image soucre

તૈમુર જેવા દેખાતા બાળકનું નામ જાર્યન થાપર છે. જેનો ફોટો જોઈને તૈમૂરના ફેન્સ ચોંકી ગયા છે. તૈમૂર અને જાર્યનને એકસાથે જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે કે અસલી તૈમૂર કોણ છે અને જાર્યન કોણ છે?

image soucre

વાત જાણે એમ છે કે સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ તૈમુર અલી ખાન અને જાર્યન થાપરની એક કોલાજ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તૈમૂર અને જાર્યન વચ્ચે તફાવત કરવો મુશ્કેલ છે. જાર્યન પણ તૈમુરની જેમ ક્યૂટ છે અને બિલકુલ તેના જેવો જ દેખાય છે

image soucre

તૈમુરના હમશકલને જોઈને તેના ફેન્સ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કે, એવા ઘણા યુઝર્સ છે જેઓ બંનેની તુલના કરવાનું પસંદ કરતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઘણા એવા યુઝર્સ છે જેઓ બંનેની તસવીર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને જાર્યનને તૈમુર જેવો ક્યૂટ કહી રહ્યા છે. યુઝર્સ જાર્યનને તૈમુરનો ડુપ્લિકેટ કહી રહ્યા છે.

image soucre

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે જાર્યન બિલકુલ તૈમુર જેવો દેખાય છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, આવી ડુપ્લિકેટ કહીને કોઈ બાળકની સરખામણી ન કરો. તો અન્ય એક યુઝરે લખ્યું કે તૈમૂરની ઇન્ડિવિઝ્યુઆલિટીનું સન્માન કરો. તમને જણાવી દઈએ કે તૈમુર અલી ખાન તેના જન્મથી જ સતત ચર્ચામાં રહે છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરને પણ તેમના નામને લઈને ઈન્ટરનેટ યુઝર્સ દ્વારા ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા.