લગ્ન પ્રસંગને લઇને ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઓનલાઇન મંજૂરી ફરજિયાત, સાથે જાણો આ માહિતી પણ નહિં તો…

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગ અને અન્ય સત્કાર સમારંભનું આયોજન કરવાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. હવે ઓનલાઈન મંજુરી લેવી પડશે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં લગ્ન પ્રસંગ કે પછી અન્ય કોઈ સત્કાર સમારંભના આયોજનને લઈને હાલમાં ઘણીવાર નિર્ણયોમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે અને હવે નવો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે હવે ફરીથી એકવાર લગ્ન પ્રસંગ અને અન્ય સત્કાર સમારંભના આયોજનને લઈને નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે નવા નિર્ણય મુજબ હવેથી લગ્ન પ્રસંગનું આયોજન કરવા માટે ઓનલાઈન મંજુરી લેવાની રહેશે.

image source

આ બાબતે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એટલું જ નહી લગ્ન પ્રસંગના આયોજનના રજીસ્ટ્રેશન કરાવવા માટે નવું સોફ્ટવેર પણ બનાવવામાં આવ્યું છે. જયારે હવે નવા નિર્ણય મુજબ લગ્ન પ્રસંગના આયોજનમાં વધુમાં વધુ ૧૦૦ વ્યક્તિઓને બોલાવવાની મંજુરી આપવામાં આવશે નહી.

image source

આની પહેલા જે નિર્ણય કરવામાં આવ્યો હતો તેમાં ગૃહમંત્રી દ્વારા મંજુરી લેવાનું ફ્રિયાત નહી હોવાનું કહેવામાં આવ્યું હતું. આવા સમયે ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ વધતું જ જઈ રહ્યું છે ત્યારે આખા ગુજરાત રાજ્યમાં લગ્નની સીઝન જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરીને તેને સંબોધિત કરતા પહેલા જ જણાવી દીધું હતું કે, લગ્ન પ્રસંગ કે પછી અન્ય કોઈ સત્કાર સમારંભનું આયોજન કરતા સમયે આયોજકે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદામાં જ આયોજન કરવાનું રહેશે તેમ છતાં પણ પોતાના વિસ્તારની પોલીસની પરવાનગી લેવી ફરજીયાત હતી નહી.

image source

આની પહેલા એવું જણાવવામાં આવ્યું હતું કે, લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડો કે જાન કે પછી ફુલેકા વિષે પણ ગૃહમંત્રી દ્વારા જણાવાયું હતું કે, લગ્ન પસંગ દરમિયાન વરઘોડો કે પછી જાન અને બેન્ડબાજા વગાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. એટલું જ નહી સમારંભનું આયોજન કરવા માટે આયોજક દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન પાસેથી કોઇપણ પ્રકારની પરવાનગી લેવાની રહેશે નહી.

image source

કોરોના વાયરસ સંક્રમણની માર્ગદર્શિકાનો અમલ કરવાનું કહેવાની સાથે જ ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સમારંભ દરમિયાન તેમાં સામેલ થઈ રહેલ દરેક વ્યક્તિએ માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા ફરજીયાત કરી દેવામાં આવ્યો છે. તેમજ જે પણ લગ્ન પ્રસંગના કે પછી અન્ય કઈ સમારંભના આયોજકો કોરોના વાયરસ સંક્રમણની માર્ગદર્શિકાનું પાલન નહી કરે તેમના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

image source

ગુજરાત રાજ્યમાં અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ રાજ્યમાં ચાલી રહેલ લગ્નની સીઝન અને કોરોના વાયરસ સંક્રમણ વધતું જવાના લીધે વારંવાર તેને લગ્ન પ્રસંગોના આયોજનોને લઈને ગાઈડલાઈનમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત