ભારતના 12 શહેરો લેશે જળ સમાધિ, વર્ષ 2100માં કંઈક આવો હશે નજારો.

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ એક સી લેવલ પ્રોજેક્શન ટુલ બનાવ્યુ છે. જેનાથી યોગ્ય સમયે સમુદ્ર તટે આવતી આપદાથી લોકોના જાનમાલનું રક્ષણ કરી શકાય. આ ઓનલાઇન ટુલ દ્વારા કોઈપણ ભવિષ્યમાં આવનારી આપદા કે વધતા સમુદ્ર જળ સ્તરની સ્થિતિ જાણી શકાશે. આ ટુલ દુનિયાના એ બધા દેશના સમુદ્રી જળ સ્તરને માપી શકે છે જેમની પાસે તટ છે.

image soucre

નાસાએ ઇન્ટરગવર્મેન્ટ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જના રિપોર્ટનું હવાલો આપતા ઘણા શહેરોની સમુદ્રમાં ડૂબી જવાની ચેતવણી આપી છે. IPCCનો આ છઠ્ઠો એસેસમેન્ટ રિપોર્ટ 9 ઓગસ્ટે જાહેર કરવામાં આવ્યો જે જળવાયું પ્રણાલી અને જળવાયું પરિવર્તનની સ્થિતિઓને સારી રીતે પરિભાષિત કરે છે.

IPCC વર્ષ 1988થી વૈશ્વિક સ્તરે જળવાયું પરિવર્તનનું આંકલન કરી રહી છે. IPCC દર 5થી 7 વર્ષમાં દુનિયાભરમાં પર્યાવરણની સ્થિતિનો રિપોર્ટ આપે છે. આ વખતનો રિપોર્ટ ખૂબ જ ભયાનક છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2100 સુધી દુનિયાનું તાપમાન ઘણું વધી જશે ભવિષ્યમાં લોકોને પ્રચંડ ગરમીનો સામનો કરવો પડશે. કાર્બન ઉતસર્જન અને પ્રદુષણને રોકવામાં નહિ આવે તો તાપમાનમાં સરેરાશ 4.4 ડીગ્રી સેલ્શિયસનો વધારો થશે. આવતા બે દાયકામાં તાપમાન 1.5 ડીગ્રી સેલ્શિયસ સુધી વધી જશે. જ્યારે આ ઝડપથી પારો ઉપર જશે તો ગ્લેશિયર પણ પીગડશે. જેનું પાણી મેદાન તેમજ સમુદ્ર વિસ્તારમાં તબાહી લઈને આવશે.

image soucre

રિપોર્ટ અનુસાર લગભગ 80 વર્ષ એટલે કે વર્ષ 2100 સુધી ભારતના 12 તટીય શહેર સમુદ્રમાં જળ સ્તર વધવાના કારણે 3 ફૂટ પાણીમાં જતા રહેશે. એટલે કે ઓખા, મોરમુગાઓ, કંડલા, ભાવનગર, મુંબઈ, મેંગ્લોર, ચેન્નઈ, તુતીકોરન અને કોચ્ચી, પારદીપનો તટ વિસ્તાર નાનો થઈ જશે. એવામાં ભવિષ્યમાં તટ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે જવું પડશે. પશ્ચિમ બંગાળનો કિડરોપોર વિસ્તાર જ્યાં ગયા વર્ષ સુધી સમુદ્રી જળ સ્તર વધવાના કારણે કોઈ નુકશાન નથી દેખાઈ રહ્યું ત્યાં પણ વર્ષ 2100 સુધી અડધો ફૂટ પાણી વધી જશે.

નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કહ્યું છે કે સી લેવલ પ્રોજેક્શન ટુલ દુનિયાભરના નેતાઓ, વૈજ્ઞાનિકોને એ બતાવવા માટે પૂરતું છે કે આવતી સદી સુધી આપના ઘણા દેશનું જમીનનું ક્ષેત્રફળ ઓછું થઈ જશે. કારણ કે સમુદ્રી જળ સ્તર એટલું ઝડપે વધશે કે એને સંભાળવું મુશ્કેલ થશે નહીં તો ઉદાહરણ બધાની સામે છે. ઘણા દ્વીપ ડૂબી ચુક્યા છે, ઘણા અન્ય દ્વીપોને સમુદ્ર પોતાનો લહેરોમાં ઓગળી નાખશે.

image soucre

ભારત સહિત એશિયા મહાદ્વીપ પર પણ એની ઊંડી અસર જોવા મળી શકે છે. હિમાલયી ક્ષેત્રમાં ગ્લેશિયર લેક્સના વારંવાર ફાટવાથી નીચાણવાળા તટ વિસ્તારમાં પુર સિવાય અન્ય ઘણા ખરાબ પ્રભાવ પડી શકે છે. દેશમાં આવતા અમુક દશકોમાં વાર્ષિક સરેરાશ વરસાદમાં વધારો થશે. ખાસ કરીને દક્ષિણ પ્રદેશોમાં દર વર્ષે ઘનઘોર વરસાદ થઈ શકે છે.

ગ્લોબલ વોર્મિંગની ભયાનકતા: ભારતના આ 12 શહેરો 3 ફૂટ સમુદ્રના પાણીમાં થઈ જશે ગરકાવ ! મોટા ખતરાની છે ચેતવણી - GSTV
image soucre

એનવાયરમેન્ટ એક્સપર્ટ પંકજ સારને આ રિપોર્ટ પર ટિપ્પણી કરતા કહ્યું છે કે પહેલા જે પરિવર્તન આપણે 100 વર્ષમાં જોવા મળી રહ્યા જતા એ હવે 10થી 20 વર્ષની વચ્ચે જોવા મળી રહ્યા છે. ભારત સહિત આખી દુનિયા પર વૈશ્વિક તાપમાન વધવાની ઊંડી અસર થઈ રહી છે. રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે એના નુકશાનની ભરપાઈ નથી થઈ શકતી.