ડેશિંગ અને હેન્ડસમ બની ગયો છે ‘તારે ઝમીન પર’નો ઈશાન, જોઇ લો તસવીરોમાં કેટલો બદલાઇ ગયો ચહેરો…

મિત્રો, બોલીવૂડ ફિલ્મજગતની એક ખુબ જ ઉત્કૃષ્ટ ફિલ્મ ‘તારે ઝમીન પર’ તો તમને યાદ જ હશે. આ ફિલ્મનો સૌથી નાનો એવો સુપરસ્ટાર કલાકાર દર્શીલ સફારી તો તમને ખુબ જ સારી રીતે યાદ જ હશે ને? હાલ, થોડા દિવસ પહેલા જ તેણે પોતાનો ૨૪મો જન્મદિવસ ઉજવ્યો હતો.

image source

આમિર ખાન સાથેની આ ફિલ્મના કારણે દર્શીલ સફારીને એક વિશેષ પ્રકારનુ સ્ટારડમ પ્રાપ્ત થયુ હતુ. આ ફિલ્મ રીલીઝ થયાને આજે ૧૩ વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે અને આજે દર્શીલ પણ પોતાની એક સફળ કારકિર્દી બનાવવા તરફ ખુબ જ આગળ વધી ગયો છે. આજે આ લેખમા અમે તમને જણાવી રહ્યા છીએ કે, દર્શીલ હવે શું કરી રહ્યો છે.

image source

પોતાની પહેલી જ ફિલ્મથી દર્શકોના હૃદયમા છવાઈ જનાર દર્શિલ પોતાનો જન્મદિવસ ખુબ જ ધામધુમથી ઉજવી રહ્યો છે. ૯ માર્ચ, ૧૯૯૭ ના રોજ દર્શિલનો જન્મ થયો હતો. લોકો આજે પણ તેને દર્શિલ સફારીને બદલે “તારે જમીન પર” ફિલ્મના પાત્ર ઈશાન અવસ્થી તરીકે ઓળખે છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૭મા આવી હતી. ત્યારે આજે ૧૪ વર્ષ પછી ઈશાનના વ્યક્તિત્વમા ઘણો બધો પરિવર્તન આવી ચુક્યો છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે, દર્શિલ દ્વારા આમિર ખાનની આ ફિલ્મમા ડિસ્લેક્સિયાની સમસ્યાથી પીડિતા એક બાળકની ભૂમિકા ભજવી હતી. તેણે આ પાત્રમા પોતાનો જીવ રેડીને તેને જીવંત બનાવી દીધું હતું. જેના કારણે લોકો આજે પણ તેને ખુબ જ યાદ કરે છે. આ ફિલ્મ માટે દર્શિલને એક શ્રેષ્ઠ અભિનેતા ફિલ્મફેર ક્રિટીકનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ પછી દર્શિલ ઘણી બધી ફિલ્મો અને ટીવી સ્ક્રીન પર નજર આવ્યો હતો પરંતુ, તારે જમીન પર જેવી સફળતા ના પ્રાપ્ત કરી શક્યો.

દર્શિલ એ “ઝલક દિખલાજા” ના પાંચમા સીઝનમાં દેખાયો હતો. તેણે વર્ષ ૨૦૧૦માં “બમ બમ બોલે” અને ત્યારબાદ “જોક્કોમોન” અને “મિડનાઇટ ચીલ્ડરન”મા પણ તેણે કામ કર્યુ. આ સાથે જ તે ટીવી શો “લગે રહો ચાચુમા” પણ જોવા મળ્યો હતો.

image source

આજે ૧૪ વર્ષ પછી પણ દર્શિલનો લુક એટલો બધો બદલાઈ ચુક્યો છે કે, તે તમારી પાસેથી પસાર થઇ જશે તો પણ તમે તેને નહી ઓળખી શકો. તે આજકાલ બોલીવુડ ફિલ્મો, વેબસીરીઝ અને થિયેટરમાં પણ કામ કરી રહ્યો છે. જોકે, તે હવે એક હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યો છે. જોકે, હજી પણ તે હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યો છે, તેની પાસે કોઈ એવી ફિલ્મ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!