કચ્છ સિવાય રાજ્યના દરેક ઝોનના નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન, જાણો તમામ નેતાઓનો હોદ્દો

ગુજરાતના નવા મંત્રી મંડળની શપથવિધિ ભારે ઉહાપોહ વચ્ચે પૂર્ણ થઈ છે. નવા મંત્રી મંડળમાં નો રીપીટની થિયરી અમલમાં મુકવામાં આવી છે અને સાથે જ ગુજરાતના નવા મંત્રીમંડળમાં જ્ઞાતિ સમીકરણોને ધ્યાને રખાયા છે પણ સ્પષ્ટ થઈ ચુક્યું છે. કારણ કે નવા મંત્રીમંડળમાં 7 પાટીદાર મંત્રી છે, ઓબીસી સમાજના કુલ 6 મંત્રીનો સમાવેશ કરાયો છે. ક્ષત્રિય સમાજના 2 મંત્રીઓ છે જયારે દલિત સમાજના 2 મંત્રી છે. આ સિવાય આદિવાસી સમાજના 4 જયારે જૈન સમાજમાંથી 1 મંત્રીને કેબિનેટમાં સ્થાન મળ્યું છે.

image source

આ સાથે જ રાજ્યના મંત્રી મંડળમાં રાજ્યભરના ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. જો કે માત્ર કચ્છમાંથી કોઈ નેતાનું પ્રતિનિધિત્વ નથી. કચ્છનું પત્તુ કેબિનેટમાંથી કપાયું છે. રાજ્યના મંત્રીમંડળની શપથવિધિ સાથે સામે એ પણ આવ્યું છે કે કયા મંત્રીને કયું સ્થાન આપવામાં આવ્યું છે.

કેબિનેટમંત્રી

image soure

રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા

જીતુ વાઘાણી, MLA, પશ્ચિમ ભાવનગર

ઋષિકેશ પટેલ, MLA, વિસનગર

પૂર્ણેશ મોદી, MLA, પશ્ચિમ સુરત

રાઘવજી પટેલ, MLA, જામનગર ગ્રામ્ય

પ્રદીપ પરમાર, MLA, અસારવા

નરેશ પટેલ, MLA, ગણદેવી

અર્જુનસિંહ ચૌહાણ, MLA, મહેમદાવાદ

કનુ દેસાઇ, MLA, પારડી

image source

કિરિટસિંહ રાણાં, MLA, લીંબડી

સ્વતંત્ર હવાલો

હર્ષ સંઘવી, MLA, મજૂરા

જગદીશ પંચાલ, MLA, નિકોલ

જીતુ ચૌધરી, MLA, કપરાડા

બ્રિજેશ મેરજા, MLA, મોરબી

મનીષા વકીલ, MLA, વડોદરા શહેર

રાજ્યકક્ષાના મંત્રી

image soure

મુકેશ પટેલ, MLA, ઓલપાડ

કુબેર ડિંડોર, MLA, સંતરામપુર

અરવિંદ રૈયાણી, MLA, રાજકોટ દક્ષિણ

નિમિષા સુથાર, MLA, મોરવાહડફ

કીર્તિસિંહ વાઘેલા, MLA, કાંકરેજ

આર.સી મકવાણા, MLA, મહુવા

દેવાભાઇ માલમ, MLA, કેશોદ

ગજેન્દ્ર સિંહ પરમાર,MLA, પ્રાંતીજ

વિનુ મોરડિયા, MLA, કતારગામ