આ સરળ પ્રોસેસથી બદલી લો રાશન કાર્ડમાં મોબાઈલ નંબર, નહીં પડે કોઈ પણ તકલીફ

કોરોનાના વિનાશને જોતા સરકારે ગરીબોને આગામી 4 મહિના એટલે કે નવેમ્બર સુધી ફ્રીમાં રાશન આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત અંતર્ગત, હવે 5 કિલો અનાજ મફત ગરીબોને આપવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, રેશનકાર્ડ એક એવો દસ્તાવેજ છે જેની મદદથી તમને સરકાર તરફથી ફ્રી રાશન મળે છે.

image source

જો તમારો ખોટો મોબાઇલ નંબર રેશનકાર્ડમાં એડ છે અથવા જો તમારો જૂનો નંબર બદલાઈ ગયો છે અને નવો નંબર છે, તો આ બાબત પણ તમારા માટે મુશ્કેલી સર્જી શકે છે. તેથી, તમારે તરત જ તમારા રેશનકાર્ડ પર મોબાઇલ નંબર અપડેટ કરવો જોઈએ. પરંતુ આ માટે ઘણીવાર લોકો સરકારી ઓફિસના ધક્કાઓ ખાય છે, છતાં તેમના કામ થતા નથી. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમારી આ સમસ્યા હવે ઘરે રહીને જ દૂર થશે. જાણો કેવી રીતે.

image source

સૌથી પહેલા https://nfs.delhi.gov.in/Citizen/UpdateMobileNumber.aspx આ સાઈટ ખોલો. તમારી સામે એક પેજ ખુલશે. અહીં તમે તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર લખેલું અપડેટ જોશો. હવે નીચે આપેલ કોલમ છે, ત્યાં તમારે તમારી માહિતી ભરવી પડશે.અહીં પ્રથમ કોલમમાં તમારે ઘરનાં વડા / NFS ID નો આધાર નંબર લખવો પડશે.બીજી કોલમમાં તમારે રેશનકાર્ડ નં. ત્રીજા કોલમમાં ઘરના વડાનું નામ લખવાનું રહેશે. છેલ્લી કોલમમાં તમારે તમારો નવો મોબાઇલ નંબર લખવો પડશે. હવે સેવ પર ક્લિક કરો. હવે તમારો મોબાઇલ નંબર અપડેટ થશે.

image source

રેશનકાર્ડને આધાર સાથે લિંક કરવાની ખાતરી કરો દેશભરમાં ફેલાયેલા કોરોના સંકટને જોતા કેન્દ્ર સરકારે ગયા વર્ષે રેશનકાર્ડને આધાર સાથે લિંક કરવાનું શરૂ કર્યું. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે કહ્યું છે કે જે લોકો રેશનકાર્ડને આધાર સાથે લિંક નહીં કરે, તો તેમને રાશન મેળવવામાં મુશ્કેલી પડશે. તેથી જો તમારું રેશનકાર્ડ આધાર સાથે લિંક નથી, તો તમને અનાજ મળવામાં મુશ્કેલી થઈ શકે છે.

image source

1 જૂન, 2020 થી, દેશના 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રેશન કાર્ડ પોર્ટેબિલિટી સેવા ‘વન નેશન-વન રેશન કાર્ડ’ શરૂ થઈ છે. આ યોજનામાં, તમે કોઈપણ રાજ્યમાં રહીને રાશન ખરીદી શકો છો. તેનો અર્થ એ કે તમારે ખાદ્ય ચીજોની ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. આ યોજના આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ગોવા, ઝારખંડ, ત્રિપુરા, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દમણ-દીવમાં પહેલેથી અમલમાં જ છે. તેથી તમે કોઈપણ સ્થળ પરથી તમારું રાશન લઈ શકો છો.