અહીં કાચબો ખરીદવા પર મળી રહ્યો છે આ મહેલ, જાણી લો આ જબરજસ્ત ઓફર વિશે તમે પણ

કાચબો ખરીદવા પર મહેલ જેવું ઘર મફત મળે તેવું ક્યારેય સાંભળ્યું છે ? નહિ ને ? તો ભલે તમને નવાઈ લાગે પણ આ હકીકત છે. અસલમાં હસ્ક્યુલસ નામના એક કાચબાને ખરીદવા પર તેની સાથે એક મહેલ જેવું મોટું ઘર મફત મળી રહ્યું છે. વળી, આ કાચબો પણ સામાન્ય કાચબો નથી અને તેની કિંમત પણ એવી જ તોતિંગ છે.

image source

આ હર્ક્યુલસ કાચબાની વેંચાણ કિંમત જાણીને કદાચ તમારા શરીરના રૂંવાડા પણ ઉભા થઇ જાય તો નવાઈ ન પામતા કારણ કે આ કાચબાની કિંમત 825,000 પાઉન્ડ છે. જો તમારી પાસે આઠ લાખ પચ્ચીસ હાજર પાઉન્ડની વ્યવસ્થા છે તો વાર લગાડ્યા વિના જ આ સોદો પતાવી નાખવા જેવો ખરો.

94 વર્ષનો છે આ હર્ક્યુલસ કાચબો

image source

તમને જાણીને નવાઈ લાગશે કે અહીં જે હર્ક્યુલસ કાચબાની વાત કરી રહ્યા છીએ તે કાચબાની ઉંમર 94 વર્ષની છે. આ કાચબો વેંચનારના કહેવા મુજબ જે કોઈ આ કાચબાને ખરીદશે (ઉપર જણાવી તે રકમમાં) તો તે એ વ્યક્તિને બોનસ સ્વરૂપે એટલે કે મફત વિલ્ટશાયરમાં આવેલું એક શાનદાર ઘર પણ આપશે. કાચબા સાથે બોનસમાં મળનારું આ ” ધ ઓલ્ડ ડેરી ” નામનું આ ઘર પણ સામાન્ય ઘરથી ક્યાંય અલગ છે.

image source

આ ઘરમાં ચાર બેડરૂમ આવેલા છે અને ત્રણ માળ પર 2600 વર્ગફૂટથી પણ વધુની જગ્યા ધરાવે છે. અને આ હર્ક્યુલસ કાચબો છેલ્લા 14 વર્ષથી આ ઘરમાં જ રહે છે. હવે તમને સમજાઈ ગયું હશે કે ભારતીય ચલણ મુજબ 8 કરોડ, 54 લાખ, 54 હજાર, 547 રૂપિયાનો આ કાચબો સામાન્ય કાચબો નથી.

image source

હર્ક્યુલસ કાચબો એક માળા કાચબો છે જે સલાડ અને કાકડી ખાય છે તેમજ તેની ફેવરિટ ડીશ ટમેટા છે. 94 વર્ષનો આ કાચબો વિશ્વયુદ્ધ 1 અને વિશ્વયુદ્ધ 2 એમ બન્ને યુદ્ધનો સાક્ષી છે. હવે તમને એમ થશે કે આ કાચબાની ખાસિયત તો બહુ જાણી અને અસલમાં આ આર્ટિકલ વાંચનારા લોકોને કાચબા કરતા એ મહેલ જેવા ઘર વિષે જાણવામાં જ ખાસ રસ છે.

image source

ત્યારે તમારી ઉત્કંઠાને શાંત કરવા અમે ઘર વિષે પણ જણાવી દઈએ કે હર્ક્યુલસ કાચબા સાથે મફતમાં મળતા આ મહેલ જેવા ઘરના ગ્રાઉન્ડ ફ્લોરમાં પ્રવેશ કરતા જ તમને એક ભવ્ય હોલ નજરે પડે છે. ત્યાં પગથિયાં છેક ભોજન કક્ષ સુધી જ્યાં છે અને તેની નીચે એક અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટ પણ છે. ઘરના ડ્રોઈંગરૂમમાંથી બન્ને તરફના બગીચાઓ નજરે પડે છે. આ મિલ્કત વિલ્ટશાયરના ગ્રેડ 2 માં આવેલ છે.