ઈનકમટેક્સ વિભાગની ચેતવણી: જો આ 5 નિયમો તોડીને કરશો રોકડ રકમની લેવડ-દેવડ તો ભોગવશો

જો તમે પણ બેફામ પૈસા ખર્ચવાનાં શોખીન છો તો આ સમાચાર ખાસ તમારી માટે છે. હવે રોકડ ઉપડાવનારાઓ માટે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો તમારું ધ્યાન ડિજિટલ પેમેન્ટને બદલે રોકડ ખર્ચવા વધુ છે તો પછી માની લે જો કે ઈનકમટેક્સ વિભાગ તમારી પર નજર રાખીને જ બેઠું છે. ડિજિટલ ટ્રાંઝેક્શનને પ્રોત્સાહન આપવા સરકાર ઘણાં પગલાં લઈ રહી છે. લોકો નોટો અને સિક્કામાંથી બહાર નીકળી અને મોબાઇલ ફોન અથવા કમ્પ્યુટર દ્વારા ટ્રાન્ઝેક્શન કરે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ એવા લોકો પણ મોટી સંખ્યામાં છે જે રોકડ રકમ ખર્ચમાં વિશ્વાસ કરે છે. આવા લોકોને ડિજિટલ ટ્રાંઝેક્શન પસંદ નથી.

image source

રોકડ ખર્ચ ઘટાડવા, ડિજિટલના વલણને વધારવા માટે ઇન્કમટેક્સ વિભાગ અને બેંકો, મ્યુચ્યુઅલ ફંડ, બ્રોકર પ્લેટફોર્મ વગેરે રોકડ વ્યવહાર ઘટાડવાનો આગ્રહ કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકે રોકડનું રકમ ઘટાડવા માટે ઘણા નિયમો કડક કર્યા છે. જેમ કે વધુ વ્યવહારો માટે એટીએમનો ઉપયોગ કરવો, એટીએમમાંથી રોકડ ઉપાડની મર્યાદા નક્કી કરવી વગેરે. તેનો એક માત્ર હેતુ લોકોને રોકડથી ડિજિટલ તરફ વાળવાનો છે જેથી નોટો પર સરકારનો ખર્ચ ઓછો થાય. બેંકોનાં ચેસ્ટ એટીએમ અને નોટોનું દબાણને ઓછું કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.

બેંકોએ મર્યાદા નક્કી કરી છે કે એટીએમમાંથી કેટલી રોકડ ઉપાડી શકાય છે અને કેટલીવાર ઉપાડી શકાય. આ સાથે જો નિયમોનું ઉલ્લંઘન થાય તો ઈનકમટેક્સ વિભાગ કાર્યવાહી કરી શકે છે. 5 મુખ્ય રોકડ વ્યવહાર છે જેના પર ઈનકમટેક્સ વિભાગની નોટિસ આવી શકે છે તે વિશે અહીં વિગતે જણાવવામાં આવ્યું છે.

1. ક્રેડિટ કાર્ડથી બિલની ચુકવણી

image source

ક્રેડિટ કાર્ડ બીલ જમા કરતી વખતે કેશ ડિપોઝિટને લઈને સાવચેત રહેવું જરૂરી છે. ક્રેડિટ કાર્ડ બીલો એક સમયે 1 લાખ રૂપિયાથી વધુની રોકડમાં જમા કરાવી શકાતા નથી. જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે તો ઈનકમટેક્સ વિભાગ તમને નોટિસ ફટકારી શકે છે.

2. રીયલ એસ્ટેટ

જે વ્યક્તિ રીયલ એસ્ટેટમાં નાણાંનું રોકાણ કરે છે તેને હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે તેની મર્યાદા 30 લાખ રૂપિયા સુધી છે. જો તમે તેના કરતાં વધારે રકમ સુધી પહોંચો છો પછી તમે ઈનકમટેક્સની નજરે ચડશો. રીયલ એસ્ટેટની ડીલમાં ઈનકમટેક્સ વિભાગ મિલકત ખરીદવા અથવા વેચવા માટે 30 લાખ રૂપિયા સુધીની રોકડની મંજૂરી આપે છે જેથી તેનાં કરતાં રોકડ રકમનાં વ્યવહારથી બચવું જોઈએ.

3. મ્યુચ્યુઅલ ફંડ / સ્ટોક માર્કેટ / બોન્ડ / ડિબેન્ચર

image source

જે લોકો મ્યુચ્યુઅલ ફંડ્સ, શેર માર્કેટ, બોન્ડ્સ અથવા ડિબેન્ચર્સમાં નાણાંનું રોકાણ કરે છે તેઓએ ધ્યાનમાં રાખવું પડશે કે એકવાર 10 લાખ રૂપિયાથી વધુની રકમ રોકડમાં જમા નહીં કરી શકાય. આ નિયમનું ઉલ્લંઘન કરવાથી તમારી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. જે અંગેની માહિતી ઈનકમટેક્સ રીટર્ન (આઈટીઆર)માં આપવામાં આવી છે.

4. બેંક એફડી

બેંકની એફડીમાં કેશ ડિપોઝિટની મંજૂરી છે પરંતુ તે 10 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ કારણ કે તે એક કે જે પૈસા ડિપોઝિટ કરે છે અને બીજું તે કે જે એફડી કરવામાં આવે છે તે બેંક બંને માટે સારું રહેતું નથી. જે બેંકના એફડી ખાતામાં આ મર્યાદા કરતા વધુ રકમ મૂકી હશે તે એફડી કરનારને ઈનકમટેક્સ વિભાગ દ્વારા નોટિસ મળી શકે છે.

5. સેવિંગ કરંટ એકાઉન્ટ

image source

બચત ખાતામાં રોકડ રકમ જમા કરવાની મર્યાદા 1 લાખ રૂપિયા છે. જો કોઈ વ્યક્તિ બચત ખાતામાં 1 લાખ રૂપિયાથી વધુની રોકડ જમા કરે છે તો ઈનકમટેક્સ વિભાગ તેને નોટિસ મોકલી શકે છે. ચાલુ એકાઉન્ટ માટે આ મર્યાદા 50 લાખ રૂપિયા છે અને જો આનાથી વધારે રકમ જમા કરવામાં આવે તો આવકવેરા વિભાગ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.