ભારે કરી! આ યુવકે શેવિંગ ક્રિમની જગ્યાએ ચહેરા પર લગાવી દીધી આ ક્રીમ, અને પછી જે થયું એ…જોજો હોં ક્યાંક તમારી સાથે પણ આવું ના થાય

કેટલીકવાર નાની એવી ભૂલ કેટલું નુકસાન કરી શકે છે તે આપણ સમજી શકીએ છીએ. તેનું જીવંત ઉદાહરણ તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાથી બહાર આવ્યું છે. હકીકતમાં, ઓસ્ટ્રેલિયાના 22 વર્ષીય યુવકે આકસ્મિક રીતે શેવિંગ કરતી વખતે ચહેરા પર શેવિંગ ફોર્મની જગ્યાએ વાળ હટાવવાની ક્રીમ લગાવી દીધી હતી. તે પછી જે બન્યું, તે હવે ટોપ ઓફ ધી ટાઉન બની ગયું છે. આ એક નાનકડી ભૂલથી યુવક તેના વાળ અને ભમર(નેણ) ગુમાવી ચૂક્યો છે.

મળતી માહિતી મુજબ આ યુવકનું નામ રોનાલ્ડ વોકર છે અને તેની નાની ભૂલે તેને મજાકનું પાત્ર બનાવી દીધો છે. શેવિંગ કરતી વખતે બન્યું એવુ કે રોનાલ્ડ શેવિંગ ફોમ શોધી રહ્યો હતો. ફોમ શેવ કરવાને બદલે, તેના હાથમાં હેર-રિમૂવિંગ ક્રીમ આવી ગઈ, જેને તેણે જોયા વગર જ તેના ચહેરા પર લગાવી દીધી.પછી રોનાલ્ડને સમજાયું કે તે બીજી બોટલ છે. પછી જે બન્યું તે યુવકને હચમચાવી ગયું. આ ઘટનામાં યુવકે તેના ચહેરા પરના મોટાભાગના વાળ ગુમાવી દીધા હતા.

image source

રોનાલ્ડે આ વિશે જણાવ્યું હતું કે મને શેવિંગ ક્રીમ અને હેર રિમૂવિંગ ક્રીમ વચ્ચેનો તફાવત કદી ખબર નહોતો. રોમાલ્ડ આકસ્મિક રીતે તેના ચહેરા પર વાળ કાઢવાની ક્રીમ લગાવ્યા પછી અસ્વસ્થ થવાનું શરૂ કર્યું. રોનાલ્ડને તેના ભાઇને પરિસ્થિતિ બતાવવા માટે ફોટો મોકલવાનું કહ્યું. રોનાલ્ડના ભાઈએ કહ્યું કે તે શેવિંગ ક્રિમ નહી પરંતુ હેર રિમુવિંગ ક્રિમ લગાવી છે.

આ પછી રોનાલ્ડનો આખો ચહેરો લાલ થઈ ગયો. જોકે, રોનાલ્ડને કોઈ અફસોસ નહોતો. તેની ભમર હવે પહેલાં જેવી નથી. તેના અડધા ભમર ગાયબ થઈ ગયા છે અને તેના કપાળ પર કેટલાક વાળ પણ દૂર થઈ ગયા છે. જો કે આ પછી રોનાલ્ડે ઓફિસ જવાનું બંધ કર્યું નહીં. રોનાલ્ડે આ મામલો તેના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો અને તે રાતોરાત વાયરલ થઈ ગયો.

image source

નોંધનિય છે કે આવી એક ઘટના ચીનના ફૂજિયન પ્રાંતના ઝાંગઝોઉથી સામે આવી હતી. જ્યાં એક માતાએ, તેના બાળકની શુષ્ક ત્વચા જોઈને, તેને એક ક્રીમ લગાવી. આ પછી કંઈક એવું બન્યું કે હાથ અને પગમાં બળતરા થઈ. બીજી તરફ બાળકની હાલત જોઇને માતા ચીસો પાડવા લાગી હતી. લોકો બાળકનો ચહેરો જોઈને ચોંકી ગયા. તો બીજી તરફ આ બાળકનો ચહેરો જોઇને હોસ્પિટલના ડોકટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તે આ એક અનોખો કિસ્સો હતો.

image source

નોંધનિય છે કે, આ બાળક છ મહિનાથી ઓછી ઉમરનું છે અને તેથી જ તેઓ માત્ર માતાનું દૂધ પીવે છે. મુશીબત એવી કે, ડોકટરોએ બાળકની તપાસ કરી પણ કોઈ સારવાર શોધી શક્યા નહીં. ત્યારબાદ પરિસ્થિતિ ખરાબ થતા બાળકને સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જો કેઆશ્ચર્યજનક બાબત એ છે કે આ પ્રકારના રોગથી પરેશાન અન્ય બાળકો પણ હતા. ત્યાર બાદ તેમના માતાપિતાને બાળકને લગાવેલા સાબુ અને ક્રીમ વિશે પૂછવામાં આવ્યું, અને માતા-પિતાએ તે ક્રીમ વિશે પણ જણાવ્યું કે જે તેઓ દરરોજ બાળકના ચહેરા પર લગાડતા હતા. ત્યરા બાદ ક્રીમની તપાસ કરતી વખતે ડોકટરો હેરાન થઈ ગયા, કારણ કે તે એક સ્ટીરોઈડ ક્રીમ હતી જેનાથી બાળક પર આ ખરાબ અસર થઈ.

image source

જ્યારે આ અંગે, ડોક્ટરોએ અહેવાલ આપ્યો કે ક્રીમમાં સ્ટીરોઈડ છે. પુખ્ત લોકો તેને તેમના શરીરને મજબૂત બનાવવા, વાળને વધુ જાડા બનાવવા માટે ઉપયોગ કરે છે જેથી શરીર મજબૂત બને. તો બીજી તરફ પુખ્ત વયના લોકોને પણતે ખૂબ ઓછી માત્રામાં ઉપયોગમાં લેવાયનું કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં જે માતા-પિતા દરરોજ બાળકોના ચહેરા પર આ ક્રીમ લગાવે તો બાળકનો ચહેરો આવો થઇ ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!