વિશ્વ ભરમાં પ્રખ્યાત સુલતાનનું હાર્ટ અટેકથી નિધન

હરિયાણાના કૈથલ જિલ્લામાં એક એવો પાડો હતો કે જે તેના નવાબી શોખ ના કારણે તે વિશ્વભરમાં પ્રખ્યાત હતો. સુલતાન નામના પાડાથી કોઈ અજાણ નથી. આ પાડા નું હાર્ટ એટેકથી નિધન થયું છે.

image source

સુલતાને હરિયાણા નું નામ દેશભરમાં ચમકાવી દીધું હતું. સુલતાન મોતથી તેના માલિક નરેશ શોકમાં ગરકાવ થઈ ગયા છે. તેનું નિધન 12 વર્ષની ઉંમરે થયું છે. તેના માલિકનું કહેવું છે કે સુલતાન જેવું અત્યાર સુધી કોઈ થયું નથી અને કોઈ થાશે પણ નહીં.

image soure

સુલતાન નું સીમન લાખોમાં વેચાતું હતું. સુલતાન વર્ષભરમાં 30000 સિમનના ડોઝ આપતો હતો જેની કમાણી લાખોમાં હતી. વર્ષ 2013માં થયેલી રાષ્ટ્રીય પશુ સૌંદર્ય સ્પર્ધામાં રાષ્ટ્રીય વિજેતા રહી ચૂક્યો હતો. સુલતાન મૂર્ર પ્રજાતિનો દુનિયાનો સૌથી ઊંચો પાડો હતો. સુલતાનની ઊંચાઈની જેમ તેનું વજન પણ સૌથી વધુ હતું. તેનું વજન 1700 કિલો હતું અને તેની ઉંમર 12 વર્ષ હતી.

image soure

વધારે વજનના કારણે સુલતાન એકવાર જમીન પર બેસે તો તે 7 કલાક સુધી બેસી રહેતો હતો. તેણે દેશભર માં ઘણી સ્પર્ધાઓ જીતી હતી. તેનો રોજનો ખોરાક પણ એટલો હતો કે તેના વિશે સાંભળીને પણ સામાન્ય માણસને તો ચક્કર આવી જાય. સુલતાન રોજ 10 કિલો દાણા અને 10 લીટર દૂધ પીતો હતો. આ ઉપરાંત તે 35 કિલો ઘાસ ખાતો હતો.

image source

તેના માલિક તેને રોજ સફરજન સહિતના ફળ પણ ખવડાવતા હતા. તે રોજ 3000 રૂપિયાનો ચારો ખાતો હતો. આ પાડો પ્રખ્યાત ત્યારે થયો જ્યારે પુષ્કરના મેળા માં તેની બોલી એક વિદેશી એ 31 કરોડ લગાવી હતી. સુલતાન જેવી નસ્લ આગળ વધે તે માટે દરેક ભેંશ ના માલિક સુલતાનનું સીમન ખરીદતા હતા. તેના વડે સુલતાન નો માલિક વર્ષે લાખો રૂપિયા કમાતા હતા. આ પાડો દારૂની બોટલો પણ ગટગટાવી જતો હતો.