મંદિરમાં દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને કાળ આંબી ગયો, એક જ પરિવારના 8 લોકોના મોત

બુધવારે રાજસ્થાનના ટોંક વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયાના સમાચાર છે. તેમજ 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર જયપુરની હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, આ અકસ્માતનો ભોગ બનેલો પરિવાર શેખાવટી સ્થિત ખાટૂશ્યામજીના દર્શન કરીને પરત આવી રહ્યો હતો આ દરમિયાન યાત્રાળુઓની જીપને ટ્રેલરે જોરદાર ટક્કર મારતા દુર્ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં મોતને ભેટેલા લોકો મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યુ છે અને તેઓ એક જ પરિવારના છે.

એક જ પરિવારના હતા સભ્યો

image source

તો બીજી તરફ આ અકસ્માતની જાણ થતા જ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને ઘટના સ્ળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી હતી. નોંધનિય છે કે આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે જ્યારે 4 લોકો ગંભીરરૂપે ઘાયલ થયા છે. તો બીજી તરફ પોલીસે મોડી રાતે મૃતકો અને ઇજાગ્રસ્તોને જીપમાંથી બહાર કાઢ્યા હતા અને ઘાયલોને જયપુરની હોસ્પિટલમાં સારવારે અર્થે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરકફ મૃતકોની ઓળખ કરી પરિજવારનોને જાણ કરી દેવામાં આવી છે.

બન્ને ચાલકો ફરાર

image source

પોલીસ અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે. સામે આવેલી વિગતો અનુસાર ટ્રેલરનો ડ્રાઈવર અકસ્માત બાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. તો બીજી તરફ જીપ ચાલક પણ આ અકસ્માતમાં બચી ગયો હોવાની વાત સામે આવી છે અને તે પણ ફરાર થઈ ગયો છે. મળતી માહિતી મુજબ, જયપુર-કોટા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ટોંકના બનાસ પુલિયા નજીક એક હાઇ સ્પીડ ટ્રકે કારને ટક્કર મારી હતી. આ અંગે ડીજીપી ટોંકે જણાવ્યું છે કે અકસ્માત બાદ ટ્રક અને કારનો ચાલક નાસી છૂટયા છે.

ટ્રકે પાછળથી કારને ટક્કર મારી દી

પોલીસે જણાવ્યું છે કે માર્યા ગયેલા 8 લોકો મધ્યપ્રદેશના રાયગઢ જિલ્લાના જીરાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રાજેડી ગામના રહેવાસી હતા. પોલીસના જણાવ્યા મુજબ, તે આખુ કુટુંબ હતું, જે ખાટુ શ્યામજીના દર્શન કરીને પરત ફરી રહ્યુ હતુ. રસ્તામાં તેઓએ કોટાના પક્કા ડેમ પર નાસ્તો કર્યો હતો, ત્યારબાદ તેઓએ ફરીથી તેમની મુસાફરી આગળ શરૂ કરી હતી. ત્યારે કોટા અને જયપુરની વચ્ચે ફુલ સ્પિડમાં આવતી ટ્રકે પાછળથી કારને ટક્કર મારી દીધી હતી.

રાજસ્થાનના મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. અશોક ગેહલોતે કહ્યું છે કે તેઓ આ ઘટના વિશે સાંભળીને ખૂબ જ દુખી થયા. તેઓએ મૃતકના સંબંધીઓ પ્રત્યે દુખ વ્યક્ત કર્યું છે. આ મુશ્કેલ સમયમાં તેઓને હિંમત મળે છે અને ઘાયલ લોકો ટૂંક સમયમાં સ્વસ્થ થાય તેવી ભગવાનને પ્રાર્થના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત