નવા મુખ્યમંત્રીનું મંત્રીમંડળ થયું તૈયારઃ જાણો કોના કોના પત્તા કપાવાની છે શક્યતા અને કયા નવા ચહેરાને મળશે સ્થાન

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે સોમવારે શપથ લીધા છે અને હવે તેમનું નવું મંત્રીમંડળ 16 સપ્ટેમ્બરે શપથ લેશે. જી હાં ગુજરાત રાજ્યને નવા મુખ્યમંત્રી સાથે નવું મંત્રીમંડળ મળશે જે પણ નક્કી થઈ ચુક્યું છે. હાલ જે ચર્ચાઓ છે તે અનુસાર 16 સપ્ટેમ્બરે નવા મંત્રીઓ પદના શપથ લેશે. તેમનો શપથગ્રહણ સમારોહ પણ રાજભવનમાં યોજાશે.

image source

રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં જે ધરખમ ફેરફારો થઈ રહ્યા છે તે લોકો માટે પણ આંચકા સમાન જ છે. નવા મુખ્યમંત્રી પાટીદાર હશે તે વાત સાબિત થઈ ચુકી છે અને હવે લોકોની, કાર્યકર્તાઓની નજર રાજ્યનાં નવા મંત્રીમંડળ પર મંડાયેલી છે. જ્યારથી નવા મંત્રીમંડળની વાત સામે આવી છે ત્યારથી ચર્ચાઓ તેજ એવી પણ થઈ છે કે મંત્રીમંડળમાં પણ નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવશે. જેમાં પણ ચાર પાટીદાર, બે ક્ષત્રિય, એક આદિવાસી, એક આહીર, એક કોળી, એક બ્રહ્મ સમાજના મંત્રીનું પત્તું કપાશે તેવો ગણગણાટ છે.

image source

રાજ્યના મંત્રીમંડળમાં અત્યાર સુધીમાં જે પાટીદાર નેતાઓ છે તેમાં નીતિન પટેલ છે પરંતુ નીતિન પટેલનાં સ્થાને ઋષિકેશ પટેલને સ્થાન આપવામાં આવશે તેવો ગણગણાટ શરુ થયો છે. આ સિવાય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવે તેવી શક્યતા છે.

image source

મંત્રી પદ માટે આ નેતાઓના નામની ચર્ચા

બ્રિજેશ મેરાજા- મોરબી

જીતુ ચૌધરી- કપરાડા

મોહન ઢોડિયા- મહુવા- સુરત

હર્ષ સંઘવી- મજૂરા

કિર્તિસિંહ વાઘેલા- ભાભર

ગજેન્દ્રસિંહ પરમાર- પ્રાતિંજ

રાજેન્દ્ર ત્રિવેદી- રાવપુરા

કિરિટસિંહ રાણા- લીંબડી

જીતુ વાઘાણી- ભાવનગર દક્ષિણ

નીમાબેન આચાર્ય- ભુજ

image source

આત્મારામ પરમાર- ગઢડા

પંકજ દેસાઇ- નડિયાદ

આર.સી.મકવાણા- મહુવા- ભાવનગર

જે.વી.કાકડિયા- ધારી

ઋષિકેશ પટેલ- વિસનગર

શશિકાંત પંડયા- ડીસા

રાકેશ શાહ- એલિસબ્રિજ

દેવા માલમ- કેશોદ

કોના પત્તા કપાવાનો ચાલે છે ગણગણાટ

નીતિન પટેલ- મહેસાણા

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા- ધોળકા

સૌરભ પટેલ- બોટાદ

ઇશ્વર પરમાર- બારડોલી

વિભાવરીબેન દવે- ભાવનગર પૂર્વ

વાસણ આહિર- અંજાર

કિશોર કાનાણી- વરાછા

યોગેશ પટેલ- માંજલપુર

પુરસોતમ સોલંકી- ભાવનગર ગ્રામ્ય

જયદ્રતસિંહ પરમાર- હાલોલ

રમણ પાટકર- ઉમરગામ