75 માં આઝાદીના પર્વ પર ખેડૂતો માટે મહત્વની જાહેરાત, જાણો શું કહ્યું પીએમ મોદીએ

દેશ આજે આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. આ તકે પીએમ મોદીએ સતત 8મી વખત દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી. આ તકે તેમણે દેશવાસીઓને શુભકામના પણ આપી હતી.

image source

વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા સૌથી પહેલાં ઓલમ્પિકમાં ભાગ લેનાર અને દેશનું ગૌરવ વધારનાર ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ તેમણે દેશના ખેડૂતો માટે પણ મહત્વની વાત કરી હતી. આ સાથે જ તેમણે દેશના નાના ખેડૂતોને સશક્ત કરવાની વાત કરી હતી તેમણે કહ્યું હતું કે દેશનાં કિસાનો દેશની શાન બને તે જરૂરી છે. આ સાથે જ તેમણે ગ્રામ્ય વિસ્તારમાં ઘટતી જમીન નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ૮૦ ટકા ખેડૂતો પાસે બે હેક્ટર થી પણ ઓછી જમીન છે. જેમ જેમ આબાદી વધતી ગઈ તેમ તેમ ખેડૂતો નાના થતા ગયા.

લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમનું સપનું છે કે દેશના નાના ખેડૂતો ભારતની શાન બને અને કેન્દ્ર સરકાર આ વાતને ધ્યાનમાં રાખી કૃષિ સુધારાની દિશામાં આગળ વધી રહી છે. આ સાથે જ તેમણે છોટે કિસાન દેશ કી શાન નારો આપ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આવનારા વર્ષોમાં દેશના ના ખેડૂતોની સામૂહિક શક્તિ વધે તે માટે કામ કરવું પડશે અને તેમની નવી સુવિધાઓ આપવી પડશે.

image source

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દેશમાં પહેલાં જે નીતિઓ બની તેમાં નાના ખેડૂતો પર જેટલું ધ્યાન આપવું જરૂરી હતું તેટલું આપવામાં આવ્યું નથી પરંતુ હવે નાના ખેડૂતો ને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આ સાથે જ જમીનના કાગળ પણ ઓનલાઇન અપલોડ થાય છે અને ખેડૂતોના ઉત્પાદનોને વિદેશ મોકલવામાં આવે છે સરકાર ધ્યાન રાખી રહી છે કે ગામની જમીન વિવાદ નહીં પણ વિકાસનો આધાર બને.

આ સાથે જ તેમણે રેલવેના વિકાસને લઇને પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશમાં ગતિ શક્તિનો વિકાસ થઈ રહ્યો છે જેના કારણે રોજગાર ના નવા અવસર યુવાનોને મળશે આતો કે પીએમ મોદીએ કહ્યું હતું કે ગતિશક્તિ યોજના પણ ટૂંક સમયમાં લોન્ચ થશે. આ સાથે જ નેશનલ હાઈડ્રોજન મિશન પર જે કામ થઇ રહ્યું છે તેના કારણે ભારત ગ્લોબલ હબ બનશે. ટી 20 માં ભારત એક માત્ર દેશ છે જે ઝડપથી આગળ વધી રહ્યો છે.

image source

આ સાથે જ પીએમ એ તેમના સંબોધનમાં કહ્યું હતું કે દરેકના સામર્થ્ય ને સમર્થ અને યોગ્ય અવસર આપવો જરૂરી છે આ સાથે જ લોકતંત્રની ભાવના પણ જરૂરી છે. પૂર્વી ભારત, નોર્થ ઈસ્ટ, જમ્મુ કાશ્મીર, લદાખ સહિત હિમાલય ના વિસ્તારો ભવિષ્યમાં ભારતનો વિકાસ ના આધાર બનશે.

image source

આથી જ પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત ને લઈને કહ્યું હતું કે ભારતમાં જે પણ વસ્તુ બને તે બેસ્ટ બનાવો જેથી ખરીદનાર પણ કહી શકે કે આ વસ્તુ ભારતની છે. તેમનું સપનું છે કે દેશમાં બનતી દરેક પ્રોડક્ટ બ્રાન્ડ એમ્બેસેડર બને આ દિશામાં પણ ઝડપથી કામ થઇ રહ્યું છે અને નાના શહેરોમાં ઉભા થતા નવા સ્ટાર્ટઅપ ને સરકાર મદદ પણ કરી રહી છે. ભારતના સ્ટાર્ટઅપ એ દુનિયામાં ડંકો વગાડ્યો છે.