જાણો ભારતના નાના શહેરોમાં આ ઇલેક્ટ્રિક સાયકલની માંગ શા માટે વધી રહી છે ? શું છે તેમાં ખાસ

ભારતીય ઇલેક્ટ્રિક સાઇકલ સ્ટાર્ટઅપ વોલ્ટરો મોટર્સ ચાલુ નાણાકીય વર્ષમાં 10 કરોડ રૂપિયાનું વેંચાણ કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. બ્રાન્ડના જણાવ્યા મુજબ આ નાના શહેરોમાં ઇલેક્ટ્રિક સાયકલની માંગમાં વધારો જોઈ રહ્યા છે. ખાસ કરીને મહામારી દરમિયાન લોકડાઉન પૂરું થયા બાદ. વોલ્ટરો મોટર્સના સંસ્થાપક અને નિદેશક પ્રશાંતએ જણાવ્યું હતું કે શરૂઆતમાં વ્યવસાયને લોકડાઉનને કારણે નુક્શાન વેઠવું પડ્યું હતું પરંતુ હવે તે ઝડપથી આગળ વધી રહ્યો છે. વોલ્ટરો ઇલેક્ટ્રિક સાયકલની માંગને જોતા મને વિશ્વાસ છે કે આ સોશ્યલ બદલાવનું વાહન બનવા જઈ રહ્યું છે. હાલ અમે નાના શહેરોમાં ડીલર્સ અને ડિસ્ટ્રીબ્યુટરર્સની શોધ કરી રહ્યા છીએ.

image source

વોલ્ટરો ઇલેક્ટ્રિક સાયકલ એક વખત ફૂલ ચાર્જ કર્યા બાદ 75 થી 100 કિલોમીટરની રેન્જ આપે છે. અને આ સાયકલની ટોપ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાકની છે. સાયકલમાં લીથીયમ ફોસફેટ બેટરી, એક મિડ ડ્રાઇવ મોટર સાથે આવે છે. આ સાયકલમાં એક પિલર સવારને બેસાડી શકાય છે તેમજ કંપનીનો એવો પણ દાવો છે કે આ સાયકલ હિલ.રાઈડિંગ, સીટી રાઈડિંગ અને ઓફ રોડ રાઈડિંગ માટે સક્ષમ છે. કંપનીએ આ ઇલેક્ટ્રિક સાયકલ કમ ઇ બાઇકની કિંમત 35,000 રૂપિયા રાખી છે.

image source

વોલ્ટરો ઇલેક્ટ્રિક સાયકલની ચાર્જ કરવા દરમિયાન 700 વોલ્ટ વીજળીની જરૂર પડે છે જે અંદાજે 1 યુનિટ કરતા વધારે છે. બેટરી પુરી રીતે ચાર્જ થતા ત્રણેક કલાકનો સમય લે છે. કંપનીના દાવા મુજબ સાયકલને એક વખત સંપૂર્ણ ચાર્જ કરવાનો ઇલેક્ટ્રિક ખર્ચ અંદાજે 4 રૂપિયા જેટલો થાય છે. અને નાના શહેરોમાં આ સાયકલની માંગ વધવાનું આ પણ એક કારણ છે.

image source

પ્રશાંતએ જણાવ્યું હતું કે આ ઇ બાઇકને સરળતાથી લોકલ લેવલ પર રીપેર કરી શકાય છે અને તેના સામાનને પણ બદલી શકાય છે. જો એક વર્ષની વોરંટી પિરિયડમાં કંટ્રોલર અને મોટરમાં કોઈ ખામી થાય તો અમે આખી સાયકલ જ બદલાવી આપીએ છીએ. એટલે અમને અમારા ચેનલ પાર્ટનરને ટેક્નિકલ સપોર્ટ આપવા કંઈ પણ અલગ કરવાની જરૂર નથી.

કંપનીએ ઓગસ્ટ 2020 માં દેશમાં પોતાનું પરિચાલન શરૂ કર્યું હતું અને 35 લાખના વ્યવસાય સાથે પોતાનું પ્રથમ નાણાકીય વર્ષ પૂરું કર્યું હતું. પ્રશાંતના માનવા મુજબ જો સ્થિતિ સામાન્ય રહેશે તો કંપની 8 થી 10 કરોડ રૂપિયાનું વેંચાણ કરી શકે છે. તેમના કહેવા મુજબ અમે ઓનલાઇન વેંચાણ પણ કરી રહ્યા છીએ અને લક્ષ્યને પૂરું કરવા માટે બેન્ડવિડથ તૈયાર કરી રહ્યા છીએ. કંપની એક મહિનાની અંદર દક્ષિણ આફ્રિકામાં પોતાની ઇ સાયકલોની શિપિંગ શરૂ કરી દેશે.

image source

કંપની ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં પ્રોડક્શનને 400 યુનિટ પ્રતિ મહિનાથી વધારીને 1000 થી 1500 યુનિટ કરવા માટે દિલ્હીમાં તેની ફેક્ટરીનો વિસ્તાર પણ કરી રહી છે.