જિયોના આ સસ્તા રિચાર્જ પ્લાનમાં યુઝરને મળે છે આટલા ફાયદાઓ, જાણીને થઈ જશો ખુશ

આજકાલ દેશની પ્રમુખ ટેલિકોમ કંપનીઓ વચ્ચે રિચાર્જ પ્લાનને લઈને ભયંકર સ્પર્ધા ચાલી રહી છે. પછી ભલે તે ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો હોય, વોડાફોન આઈડિયા હોય કે BSNL અને એરટેલ. બધી કંપનીઓ તેના યુઝરોને એકથી એક ચડિયાતા અને ફાયદા વાળા રિચાર્જ પ્લાનની ઓફર આપી રહી છે. ત્યારે જિયોએ પણ તાજેતરમાં જ જબરદસ્ત પ્લાન રજૂ કર્યા છે. જિયોએ આ સસ્તા પ્લાન બજારમાં મૂકી બધી ટેલિકોમ કંપનીને પાછળ રાખી દીધી છે. ત્યારે રિલાયન્સ જિયોના આ સસ્તા પ્લા

જિયોનો 39 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન

image soucre

આ પ્લાન ફક્ત જિયો ફોનનો વપરાશ કરતા હોય તેવા યુઝરો માટે જ રજૂ કરવામાં આવ્યો છે. 14 દિવસની વેલીડીટી વાળા આ રિચાર્જ પ્લાનમાં જિયો તેના ગ્રાહકોને દૈનિક 100 MB નો ઈન્ટરનેટ ડેટા આપી રહી છે જેની વેલીડીટી એક દિવસ રહેશે. એનો અર્થ એ થયો કે આ રિચાર્જ પ્લેનનો ફાયદો ઉઠાવતા ગ્રાહકોને 14 દિવસ માટે 1.4 GB ઈન્ટરનેટ ડેટા વાપરી શકે છે. સાથે જ આ પ્લાન લેનાર ગ્રાહકો અનલિમિટેડ ફોન કોલ્સ પણ કરી શકશે. એટલું જ નહીં તેમાં ગ્રાહકોને જિયોની બધી એપ્સનું સબસ્ક્રીપશન મફતમાં મળશે. જો કે આ પ્લાનમાં યુઝરને ફ્રી sms ની સુવિધા નહિ મળે.

અન્ય કંપનીઓ પણ આપી રહી છે સસ્તા પ્લાન

image soucre

અન્ય કંપનીઓ વિશે વાત કરીએ તો વોડાફોન આઈડિયા 49 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન રજૂ કરી રહી છે જે 28 દિવસ માટે માન્ય રહે છે. તેમાં વોડાફોન આઈડિયા યુઝરને 100 MB ડેટા અને 38 રૂપિયાનો ટોકટાઇમ આપી રહી છે અને જો ગ્રાહક કંપનીની એપથી આ રિચાર્જ કરે તો તેને 200 MB ઈન્ટરનેટ ડેટા વધુ મળશે.

image soucre

બીજી બાજુ એરટેલના 49 રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં કંપની 38.52 રૂપિયાનો ટોકટાઇમ આપે છે અને દરરોજ 100 MB ઈન્ટરનેટ ડેટા આપે છે. અને તેની વેલીડીટી પણ 28 દિવસ સુધીની છે.

image soucre

એ સિવાય BSNL પણ પોતાના ગ્રાહકોને ફાયદો આપવા માટે 49 રૂપિયા વાળો પ્લાન રજૂ કરી રહી છે. આ પ્લાનમાં યુઝરને 24 દિવસની વેલીડીટી મળશે અને સાથે જ 2 GB ઈન્ટરનેટ ડેટા, 100 મિનિટનો વોઇસ કોલ ટાઇમ અને 100 sms ની સુવિધા મળશે.