શ્રીફળનો પહાડ’, ગુજરાતના આ મંદિરમાં વર્ષોથી પડેલા શ્રીફળમાંથી એકેય નથી બગડ્યું

ગુજરાતના બનાસકાંઠાના લાખણી જિલ્લાથી 6 કિમી દૂર ગેળા ગામ આવેલું છે. જ્યાં ‘શ્રીફળનો પહાડ’ આવેલો છે. આ ગેલા ગામમાં એક હનુમાન દાદાનું મંદિર આવેલું છે. અહીં 700 વર્ષ પહેલા ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદાની શિલા પ્રગટ થઈ હતી. એ પછીથી આ શિલા હનુમાન દાદાના નામથી પૂજાય છે .

image source

એક દંતકથા અનુસાર ક એક સંત ફરતા ફરતા અહીં પહોંચ્યા. ત્યારે હનુમાનજીના મંદિરમાં શ્રદ્ધાળુઓએ ચડાવેલા શ્રીફળનો ઢગલો હતો. સંતે વિચાર્યું આ શ્રીફળ બગડી જાય તેના કરતા બાળકોને ખવડાવી દઉ અને તેમણે પ્રસાદ વહેંચી દીધો. પરંતુ તે જ રાત્રે આ સંતને પેટમાં ભયંકર દુઃખાવો ઉપડ્યો. .તેમણે માન્યુ કે હનુમાનજીના શ્રીફળ વહેંચ્યા એટલે જ દર્દ થયું છે. ગામના વડીલો કહે છે કે આ સંતે મનોમન હનુમાન દાદાને વિનંતી કરીકે હે હનુમાનજી મેં આજે તમારા મંદિરથી કેટલાક શ્રીફળ વધેરી બાળકોને પ્રસાદ રૂપે વહેંચ્યા છે અને એના લીધે જો હું બીમાર થયો હોઉં, તો હું સવાર માં આવી તમારા મંદિરે જેટલા શ્રીફળ વધેર્યાં છે તેના ડબલ ચડાવીશ સવાર સુધીમાં તેમની તબિયત સુધરી ગઈ. અને બાધા પ્રમાણે આ સંતે ડબલ શ્રીફળ મુક્યા. સાથે જ હનુમાનજીને કહ્યું,’હનુમાન દાદા તે મારા જેવા સંત જોડે થી ડબલ શ્રીફળ લીધા છે તો જાઓ હવે અહીં શ્રીફળ નો પહાડ કરી બતાવજો.’અહીં શ્રીફળ વધેરવાની સાથે શ્રીફળ પણ મુકવામાં પણ આવે છે.

image source

તમને જણાવી દઈએ કે હનુમાન દાદાના ભક્તો અહીં શ્રીફળ ચઢાવે છે અને સાથે જ તેને ત્યાં મુકે પણ છે આ રીતે ધીરે-ધીરે અહીં શ્રીફળનો પહાડ રચાઈ ગયો છે. શ્રીફળનો પહાડ આવેલો હાવાના કારણે આ મંદિરનું નામ ‘શ્રીફળ મંદિર’ રાખવામાં આવ્યું. આ પહાડમાંથી કોઈ શ્રીફળ લઈ જઈ શકતું નથી.

તમને જણાવી દઈએ કે અહીં શનિવારે મીની મેળા જેવો માહોલ જામે છે. આશ્ચર્યની વાત તો એ છે કે અહીં વર્ષોથી પડેલા આ શ્રીફળ ક્યારેય બગડતા પણ નથી અને તેમાંથી કોઈ વાસ પણ નથી આવતી.મંદિરના દર્શન માત્રથી જ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. અહીં દર શનિવારે મેળો ભરાય છે. .

image source

ગેલા ગામમાં દર શનિવારે હજારો લોકો દર્શન કરવા માટે આવે છે. આ મંદિર દ્વારા એક ગૌશાળા પણ ચલાવવામાં આવે છે. જ્યાં અંદાજે 1 હજારથી પણ વધુ ગાયો છે. તેનું સંપૂર્ણ સંચાલન ગેળા હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ગાયોની દેખરેખ મંદિરમાં આવતા દાન દ્વારા કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ગૌશાળામાં એક દિવસનો ખર્ચ જ અંદાજે 70,000 રૂપિયા જેટલો છે.

image source

જો તમે હજી સુધી બનાસકાંઠાના લાખણી જિલ્લાથી થોડે જ દૂર આવેલું આ મંદિર ન જોયું હોય તો એક વખત દર્શન કરવા જરૂરથી જજો.