જનેતાએ ધાવણ લજાવ્યું: જામનગરમાં ત્રણ બાળકોને કૂવામાં ફેકી પોતે પણ ઝંપલાવ્યું

જામનગરના ધ્રોલ નજીક એક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને પથ્થર દિલ પણ પીગળી જાય. તમને જણાવી દઈએ કે, ધ્રોલ નજીક આવેલા મોરારદાસ ખંભાળિયામાં આજે એક માતાએ પોતાનાં ત્રણ સંતાનને કૂવામાં ફેંકી દેતાં તેમનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. ત્યાર બાદ માતાએ પણ કૂવામાં ઝંપલાવ્યું હતું, જોકે તેનો આબાદ બચાવ થયો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે આ મહિલાનો પતિ ત્રણ મહિનાથી તેના વતનમાં ગયો હતો જે પરત આવતો ન હોવાથી લાગી આવવાથી મહિલાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે.

બાળકોના ડૂબી જતાં મોત થયાં એ કૂવાની તસવીર.
image source

આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો મોરારદાસ ખંભાળિયામાં વાડીમાં આવેલા એક કૂવામાં જે ત્રણ માસૂમનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે તેમની ઉંમર 5 વર્ષ કરતાં ઓછી હોવાનું સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે સૌથી મોટી પુત્રી રિયાની ઉંમર માત્ર 4 વર્ષેની છે જ્યારે તેનાથી નાની પુત્રી માધુરીની ઉંમર અઢી વર્ષની અને સૌથી નાના પુત્ર કનેશની ઉંમર તો માત્ર આઠ મહિના જ હોવાનું સામે આવ્યું છે. નોંધનિય છે કે, આ ત્રણેય બાળકોના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢતી વખતે ફાયરબ્રિગેડના જવાનો અને ત્યાં હાજર ગ્રામજનોના પણ રૂવાડા ઉભા થઈ ગયા હતા.

image source

ચો બીજી તરફ ત્રણેય સંતાનોની ઉંમર 5 વર્ષથી ઓછી હોય, એટલે સામાન્ય વાત છે કે, આટલી નાની ઉંમરમાં બાળકોને હજુ જીવન મરણ વિશે કશી ખબર પણ ન હોય. તો બીજી મરવાના ઈરાદા સાથે માતાએ કૂવામાં ઝંપલાવવું હોય એ પહેલાં ત્રણેય બાળકોને પણ કૂવામાં ફેંકી દીધી હતાં, જેમાં ત્રણેયનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં, તો બીજી તરફ બાળકોને કૂવામાં ફેંક્યા બાદ માતાએ પણ કૂવામાં ઝંપલાવ્યું હતું પરંતુ તે પાઈપ પકડીને બેસી જતા તેનો બચાવ થયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે.

ફાયરબ્રિગેડની ટીમે ત્રણેય માસૂમના મૃતદેહો કૂવામાંથી બહાર કાઢ્યા.
image source

આ મહિલાનું નામ મેસુડીબેન છે અને તેમના પતિનું નામ નરેશ ભૂરિયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મેસુડીબેનનો પતિ નરેશ છેલ્લા ત્રણેક મહિનાથી પોતાના વતનમાં ગયો છે. તો બીજી તરફ મેસુડીબેન તેનાં ત્રણેય સંતાનો અને સાસુ-સસરા સાથે મોરારદાસ ખંભાળિયામાં રહેતા હતા અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતા હતા. આ અંગે સામે આવેલી વીગતો અનુસાર પતિ લાંબા સમયથી પરત ના આવતાં મેસુડીબેનને લાગી આવ્યું હતું, જેને કારણે તેમણે આ પગલુ ભર્યું હોવાની વાત સામે આવી છે. તો બીજી તરફ આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!