અચાનક રાજીનામુંઃ આવી રહી વિજય રૂપાણીની સફર, જાણો કાર્યની વિગતો

શનિવારનો દિવસ ગુજરાતના રાજકારણના ઈતિહાસનો એવો દિવસ બન્યો છે જેને કોઈ કદાચ ભુલી શકશે નહીં. શનિવારે વિજય રૂપાણીએ તેના મુખ્યમંત્રી તરીકેના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ સમાચારથી રીતસરનો ખળભળાટ મચી ગયો હતો. કારણ કે મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી રાજીનામું આપે તેવી કોઈ ચર્ચાઓ જ ન હતી.

image source

જો કે એક તેમના રાજીનામાંથી તેમની કહેલી વાત સાબિત થઈ છે. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ 20-20 રમવા આવ્યા છે. આવું જ કંઈક શનિવારે થયું હતું. સીએમ તરીકે 20-20 રમી અને મુખ્યમંત્રી તરીકે તેમણે મેદાન છોડ્યું હતું. જો કે એવું પણ કહી શકાય કે ગુજરાતના રાજકારણમાં તેમની એન્ટ્રી જેમ અણધારી થઈ તેવી જ રીતે તેમની એક્ઝીટથી પણ લોકો ચોંકી ગયા છે.

કેવી રીતે વિજય રૂપાણી બન્યા ગુજરાતના મુખ્યમંત્રી ?

image source

વર્ષ 2016માં ગુજરાતના મુખ્યમંત્રી પદને સંભાળતા આનંદીબેન પટેલે તેના ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમને હાઈકમાંડને વિનંતી કરી હતી કે તેમને રાજ્યના મુખ્યમંત્રી તરીકેની જવાબદારીથી મુક્ત કરે. ત્યારબાદ મળેલી બેઠકમાં તેમની વિનંતીને માન્ય રાખવામાં આવી અને રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું. ત્યારબાદ કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી પ્રશ્ન શરુ થયો. આ પ્રશ્નોના જવાબમાં નીતિન પટેલના નામની ચર્ચા હતી. તેઓ તે સમયે મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર હતા. પરંતુ છેલ્લી ઘડીએ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત કરવામાં આવી.

image source

વિજય રૂપાણી 30 વર્ષથી વધુ વર્ષની રાજકીય કારર્કિદી ધરાવે છે પરંતુ તેમનું નામ મુખ્યમંત્રીના લિસ્ટમાં દૂર દૂર સુધી ન હતો. પરંતુ અચાનક તેમને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા હતા. જો કે જોગાનુજોગ તેમની પાસેથી મુખ્યમંત્રી પદ પણ આવી જ રીતે અચાનક લઈ લેવામાં આવ્યું છે.