કોરોનાની રસી લઇ ને જો તમે ફરતા હો બિન્દાસ તો ચેતી જાઓ, ICMR કહ્યું કે આ વેરિયન્ટમાં…

કોરોના વાઈરસથી લોકોને બચાવવા માટેનો એક માત્ર ઉપાય સંપુર્ણ રસીકરણ છે. આ વાત વિશ્વભરના દેશો સમજી ચૂક્યા છે જેને લઈને ભારત સહિત વિશ્વભરમાં રસીકરણ જોરશોરથી ચાલી રહ્યું છે. દુનિયાભરમાંથી તૈયાર કરવામાં આવેલી વિવિધ રસીને માન્યતા પણ આપવામાં આવી છે જેથી વધુને વધુ લોકોને રસીથી સુરક્ષિત કરી શકાય. બીજી તરફ લોકો પણ રાહત અનુભવી રહ્યા છે કે રસી લીધા બાદ તેઓ કોરોના થી બચી જશે.

image source

આ સ્થિતિમાં ભારતીય આયુર્વીજ્ઞાન અનુસંધાન પરિષદ એટલે કે આઈ સી એમ આરનું કહેવું છે કે કોરોનાનો ડેલ્ટા વેરિઅંટ રસી લઇ ચુકેલા લોકોને પણ સંક્રમિત કરી શકે છે. આ વાતથી લોકો અને સ્વાસ્થ્ય નિષ્ણાંતોની ચિંતામાં વધારો થઈ શકે છે. કારણ કે હાલ ભારત સહિત દુનિયાભરના દેશોમાં ડેલ્ટા વેરિયન્ટ તરખાટ મચાવી રહ્યો છે. તેવામાં હવે એક રિસર્ચમાં સામે આવ્યું છે કે રસી લઇ ચુકેલા લોકોને પણ ડેલ્ટા વેરિયન્ટ સંક્રમિત કરી શકે છે.

image source

આઇસીએમઆર એ તાજેતરમાં જ એક અધ્યયન વિશે ખુલાસો કર્યો છે. અધ્યયન અનુસાર ડેલ્ટા વેરિએન્ટ લીધી તેવા લોકોને સંક્રમિત કરી શકે છે તેની શક્યતાઓ સૌથી વધારે છે. જ્યારે રસીના બંને ડોઝ લઈ ચૂકેલા લોકો પણ તેનાથી સુરક્ષિત નથી. એટલે કે રસી લીધા બાદ જો તમે કોરોના નિયમનું પાલન નહીં કરો તો તમને ડેલ્ટા બીમાર કરી શકે છે.

image source

જોકે આ અધ્યયનમાં કે વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે રસી લઇ ચૂકેલા લોકો સંક્રમિત થશે તો પણ મૃત્યુનું જોખમ તેમના પર ઓછું હશે. એટલે કેમ ડેલ્ટા વેરિયન્ટ દર્દીના શરીર પર વધારે ઘાતક સાબિત નહીં થઈ શકે તો તેમણે રસીના બંને ડોઝ લીધા હશે. આ પરથી વધુ એક વાત સ્પષ્ટ થાય છે કે કોરોના ની રસીના બંને ડોઝ લીધા પછી પણ દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવી રાખવું જીવન નિયમોનું પાલન અચૂક કરવું પડશે. આમ કરવાથી જ ડેલ્ટાથી સંક્રમિત થવાથી બચી શકાય છે.

image source

આ અધ્યયનની રિપોર્ટ અનુસાર રસી લઇ ચૂકેલા લોકોના સમૂહમાંથી કોઈપણ નું મોત થયું નહીં, જ્યારે 3 સંક્રમિત લોકો નું મોત થયું જેમણે રસીનો ડોઝ લીધા ન હતા. આ અધ્યયનમાં વેક્સિન લઈ ચૂકેલા સમૂહમાંથી 354 લોકો ને લેવામાં આવ્યા હતા જેમાંથી 241 એ રસી નો એક ડોઝ લીધો હતો જ્યારે 113 લોકોએ બંને ડોઝ લીધા હતા. જ્યારે વેક્સિન લીધી જ ન હોય તેવા 185 લોકોને પણ અધ્યયનમાં જોડવામાં આવ્યા હતા.

અન્ય કેટલાક રિપોર્ટ અનુસાર અમેરિકા અને બ્રિટનમાં પણ એવા ઘણા કેસ સામે આવ્યા છે જેમાં ડેલ્ટા વેરિયન્ટ ના સંક્રમણ સામે વેક્સિન કારગર સાબિત થઇ નથી. મહત્વનું છે કે ભારતમાં પણ બીજી લહેર નું કારણ ડેલ્ટા વેરિયન્ટ હતો.