જો તમે પણ કોરોના કાળમાં બાળકોને ઘરમાં જ કેદ રાખતા હોય તો સાવધાન, લાંબા સમયે પડી શકે છે મોંઘું! જાણો વધુમાં

કોરોના મહામારી બાળકોના માનસ પર વિપરિત અસર કરે છે. ૧.૫ વર્ષના સમયથી ઘરમા કેદ બાળકોની ગતિવિધિ ઓછી થઈ રહી છે. તેના પરિણામે બાળકોના રિએક્શન સમય સહિત અન્ય અનેક દુષ્પ્રભાવ જોવા મળી રહ્યા છે. દિલ્હીની હોસ્પિટલમાં આ પ્રકારના કેસ આવી રહ્યા છે.

image source

મનોરોગ વિશેષજ્ઞ કહે છે કે કોરોના ની શરૂઆત થી લોકડાઉન ની સ્થિતિની સાથે જ બાળકો પર મોટી અસર થઈ છે. સંક્રમણના ડરથી પેરન્ટ્સ બાળકોને રમવા પણ જવા દેતા નથી. બાળકોનું સામાજિક જીવન જાણે કે ખતમ થઈ રહ્યું છે. શાળાઓ બંધ છે તો તેઓ દોસ્તોને પણ મળી શકતા નથી. આ સાથે ચિંતા અને ડરના કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે.

કેસ

દસ વર્ષ ની નિવેદિતા ને દરેક વાત પર ગુસ્સો આવે છે. ભણી શકતી નથી, ઊંઘી શકતી નથી અને તેના પેરન્ટ્સ તેને હોસ્પિટલ લઈ ગયા તો નિદાન કરાયું કે શારીરિક કસરત ઓછી થવાના કારણે તેના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે, અને સાથે તેની રોગ પ્રતિરોધક ક્ષમતા પણ ઘટી રહી છે. બાળકી ને દવાની સાથે મનોચિકિત્સકના કાઉન્સેલિંગના સીટિંગ પણ કરાવવામાં આવ્યા.

આ રીતે રાખો બાળકોનું ધ્યાન

image source

એમ્સના પૂર્વ ડોક્ટર અને બાળ રોગ વિશેષજ્ઞ ડો. પ્રવીણ કુમાર કહે છે કે શારીરિક કસરત નું પ્રમાણ ઘટી જવાના કારણે અને લાંબા સમય થી ઘરમાં કેદ થઈ રહેવાના કારણે પણ બાળકો ને આવી સમસ્યા થઈ રહી છે. જેમ કે પહેલા નાના બાળકો બે થી ત્રણ વર્ષે બોલતા હતા અને હવે તેમાં સમય લાગી રહ્યો છે. કેટલાક બાળકો યોગ્ય પ્રતિક્રિયા પણ આપી રહ્યા નથી.

બાળકો ની ખરાબ સ્થિતિને લઈને ખતરો વધી રહ્યો છે. સંભાવિત ત્રીજી લહેર ને જોતા બાળકોની રોગ પ્રતિરોધક ક્ષમતા ને સારી બનાવવાની જરૂર છે. અન્ય ડોક્ટર નું કહેવું છે કે આ સમયે માતા પિતાએ બાળકોને સમય આપવાની સાથે સાથે રોજ ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક તેમની સાથે પસાર કરવા. આ સાથે બાળકો ને ફોન અને લેપટોપ ન આપો. શક્ય તેટલું તેમને ખુલ્લામાં લઈ જાઓ અને રમવા દો. આ સમયે તેઓ ભીડમાં ન રહે તેનું ખાસ ધ્યાન રાખો. કોરોના સંક્રમણ થી બચવાની સાથે સાથે તેમનું સ્વસ્થ રહેવું પણ જરૂરી છે.

આ રીતે વધારો બાળકોની રોગ પ્રતિરોધક ક્ષમતા

image source

એમ્સના પૂર્વ ડોક્ટર અને બાળ રોગ વિશેષજ્ઞ ડો. પ્રવીણ કુમાર કહે છે કે કુપોષિત બાળકોને કોરોના કે અન્ય કોઈ પણ બીમારી નો ખતરો હોઈ શકે છે. આ માટે જરૂરી છે કે બાળકોના ખાવાનો ખાસ ખ્યાલ રાખવામાં આવે. બાળકોને શાક, ફળ વગેરે ભરપૂર પ્રમાણમાં આપવાની જરૂર રહે છે. તેમને તડકામાં થોડી વાર બેસવા માટે કહો. જો બાળકોના ખાન પાનની આદત સારી હશે તો તેની રોગ પ્રતિરોધક ક્ષમતા પણ સારી રહેશે. તેનાથી તેઓ બીમારીઓ અને કોરોના વાયરસ થી બચશે. જ્યારે કુપોષિત બાળકો ને સંક્રમણનો ખતરો વધારે રહે છે.

ઘરમાં રહેવાથી બાળકોને આવી રહી છે આ મુશ્કેલીઓ

image source

ચિડિયાપણું, રિસ્પોન્સ ટાઈમ ઘટવો, કારણ વિના ગુસ્સો કર્યા કરવું, કામમાં ધ્યાન ન રહેવું, ડાયરિયા અને પેટ દર્દ, રોગ પ્રતિરોધક ક્ષમતા ઘટી જવી.