દરેક અમદાવાદી વરસાદને લઇને ખાસ વાંચી લે આ માહિતી, જાણો શું થશે નુકસાન

24 કલાક બાદ ગુજરાતમાં ગાજશે મેઘરાજા, હવામાન વિભાગે કરી આગાહી, અમદાવાદીઓને રાહ જોવી પડશે, આ વર્ષે ગુજરાતમાં જાણે ચોમાસાએ શરૂ થતાની સાથે વિદાય લીધી હોય તેવું વાતાવરણ થઈ ગયું હતું. પરંતુ આજે દક્ષિણ ગુજરાતના ડાંગ અને નવસારી જિલ્લામાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યાં હતા.

હવામાન વિભાગનું કહેવું છે કે હવે આગામી 24 કલાક બાદ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારી 11 અને 12 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે. તેમજ દીવ, દમણ, દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

image source

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે. 11 તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે, જેની અસર સમગ્ર ગુજરાત પર જોવા મળશે.

હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે શુક્રવારથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શરૂઆત થશે.

પહેલા દીવસે એટલે કે શુક્રવારે દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડશે.

શનિવારે અમદાવાદ સહિત આણંદ, દાહોદ, ખેડા,મહીસાગર, પંચમહાલ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતાઓ હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

image source

રવિવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તાર જેવાં કે, નર્મદા, ડાંગ, તાપી, સુરત, ભરૂચમાં ભારે વરસાદ પડશે.જ્યારે દાહોદ, પંચમહાલ, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામા ખાતાએ કરી છે.

તો ચાલો જાણી લઈએ આ ચાર દિવસમાં ક્યાં વિસ્તારમાં ક્યારે વરસાદ પડશે.

શુક્રવાર: શુક્રવારના રોજ ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ અને દાદારા નગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

શનિવાર:

શનિવારના રોજ અમદાવાદ, આણંદ, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ,દમણ અને દાદરા નગર હવેલી ગાજવીજ સાથે હળવો વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે.

image source

રવિવાર:

રવિવારના રોજ ગુજરાતના નર્મદા, ડાંગ, તાપી, સુરત, ભરૂચમાં ભારે વરસાદ પડશે. દિવ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે..

સોમવાર:

સોમવારના દિવસે ગુજરાતના ભરૂચ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તેમજ દાહોદ, પંચમહાલ, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસએ એકવાર દેખા દીધી પછી ગાયબ થઈ ગયું જેના કારણે જગતના તાત એવા ખેડૂતો એમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!