જો તમે શુક્રવારના દિવસે કરશો આ 4 ઉપાય, તો ક્યારે નહિં પડે પૈસાની તકલીફ અને બની જશો ધનવાન

શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની આરાધના કરવામાં આવે છે. માતા લક્ષ્મી ધનની દેવી છે. આર્થિક તકલીફો દૂર કરવા માટે અને જીવનમાં ધન સંપદા પ્રાપ્ત કરવા માટે માતા લક્ષ્મીની આરાધના કરવામાં આવે છે. માન્યતા અનુસાર, શુક્રવારના દિવસે અમુક ખાસ ઉપાય કરવાથી માતા લક્ષ્મી તરત પ્રસન્ન થઈ જાય છે અને જાતકોની બધી જ આર્થિક તકલીફો દૂર થઈ જાય છે. તો ચાલો જાણી લઈએ એ ઉપાય વિશે.

માતા લક્ષ્મીને કરો લાલ વસ્ત્ર અર્પિત.

image source

માન્યતા છે કે શુક્રવારના દિવસે માતા મહાલક્ષ્મીના મંદિરે જઈને એમને લાલ વસ્ત્ર અર્પિત કરવું જોઈએ. આ ઉપાય તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે અને તમારી ધન સાથે જોડાયેલી તકલીફો દૂર થઈ જશે. શક્ય હોય તો માતા લક્ષ્મીને લાલ ચંદલા, લાલ ચૂંદડી અને લાલ બંગડીઓ પણ અર્પિત કરો.

આ રીતે કરો માતા લક્ષ્મીનું સ્મરણ.

image source

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે સરળ ઉપાયના રૂપે પોતાના હાથમાં પાંચ લાલ રંગના ફૂલ લો અને પછી ધનની દેવીનું સ્મરણ કરો. એ પછી લક્ષ્મીજીને પ્રણામ કરી કામના કરો કે માતા લક્ષ્મીની સદાય તમારા જીવન પર કૃપા દ્રષ્ટિ જાળવી રાખે. એ પછી આ ફુલને તમારી તિજોરી કે પછી કબાટમાં મૂકી દો.

શ્રી લક્ષ્મીનારાયણના પાઠ કરો.

image source

શુક્રવારના દિવસે શ્રી લક્ષ્મી નારાયણના પાઠ કરો. ધન અને ઐશ્વર્ય પ્રાપ્તિ માટે માતા લક્ષ્મી સાથે જોડાયેલ આ ઉપાય ખૂબ જ અકસીર માનવામાં આવે છે. એનો પાઠ કરવાથી પણ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. કહેવાય છે કે પાઠ કર્યા પછી શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનને ખીરનો ભોગ લગાવવા જોઈએ.

ધન પ્રાપ્તિ માટે કરો આ કામ.

image source

ધન પ્રાપ્તિ માટે શુક્રવારના દિવસે તમે માતા લક્ષ્મી સાથે જોડાયેલ એક સરળ ઉપાય કરી શકો છો. શુક્રવારના દિવસે એક લાલ રંગનું કાપડ લો અને એમાં સવા કિલો ચોખા મુકો, ધ્યાન રાખો કે ચોખાના દરેક દાણો આખો હોવો જોઈએ એકપણ દાણો તૂટેલો ન હોવો જોઈએ. હવે પોટલી બનાવીએ એને હાથમાં લો અને ૐ શ્રી શ્રીયે નમઃની પાંચ માળાનો જાપ કરો. પછી આ પોટલીને તિજોરીમાં મૂકી દો.

આ સિવાય તમે નીચે મુજબના ઉપાય પણ અજમાવી શકો છો.

જે લોકો ધનવાન બનવા માંગે છે એમને શુક્રવારે રાત્રે ઘરના પૂજા સ્થળ પર લક્ષ્મીજીની સ્થાપના કરીને ગાયના ઘીનો 7 મુખ વાળો દીવો કરવો જોઈએ.

image source

શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીન ફોટા કે મૂર્તિ પર મોગરાનું અત્તર અર્પણ કરવાથી પણ દેવી પ્રસન્ન થાય છે..

જે લોકો આકર્ષણ વધારવા માંગતા હોય એમને ગુલાબના અત્તર ચઢાવવું જોઈએ. એનાથી દામ્પત્ય જીવન પણ સારું થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ