દુનિયાની આ ઝીલનું છે ખાસ રહસ્ય, અહીં પાણીને અડતાં જ લોકો સાથે થાય છે આવું

આ એક જાદુઈ ઝીલ છે. લોકો તેના વિશે એમ માને છે. આ ઝીલ પૂર્વ આફ્રિકાના દેશ તંજાનિયામાં આવેલી છે. ઉત્તર તંજાનિયાની આ જીલના નેટ્રોન ઝીલને સૌથી ખતરનાક ઝીલમાં નંબર વન માનવામાં આવે છે. અહીંના લોકોમાં આ માન્યતા પ્રચલિત છે તે આ ઝીલના પાણીને કોઈ પણ અડે છે તો તે પત્થર બની જાય છે.

image source

તેની સાક્ષી છે તેની આસપાસ મળનારા સેંકડો પશુ, પક્ષીઓની પત્થરની મૂર્તિઓ. તેને જોવાથી લાગે છે કે સાચે જ તેઓ પાણીને અડ્યા હશે. જો પશુ પક્ષીઓ પત્થર બની શકે તો માણસો કેમ નહીં. તંજાનિયનની નેટ્રોન ઝીલની ચારેતરફ સેંકડો પશુ પક્ષીઓની મૂર્તિઓ છે. તેના વાળ પણ પત્થર થઈ ગયા છે. આ એક આશ્ચર્યની વાત છે.

વૈજ્ઞઆનિકો ા ઝીલને જાદુઈ ઝીલ માનવા તૈયાર નથી

image source

તંજાનિયાના અરુશા વિસ્તારમાં બનેલી આ રહસ્યમયી ઝીલના કારણે તેની આસપાસ દૂર સુધી કોઈ આબાદી નથી. આ ઝીલની આસપાસ પત્થરોના જાનવરો અને મૂર્તિો પડી છે. તેને જોઈને ઝીલના જાદુઈ હોવાની વાત લોકો માની રહ્યા છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ કોઈ જાદુઈ શક્તિ નથી પણ પાણીનું રાસાયણિક થવું છે.

નેટ્રોન ઝીલ એક અલ્કેલાઈન ઝીલ છે

image source

અહીંના પાણીમાં સોડિયમ બાયકાર્બોનેટ વધારે પ્રમાણમાં હોય છે. પાણીમાં અલ્કેનાઈટનું પ્રમાણ પીએચ9થી પીએચ10.5 છે જે અમોનિયા જેટલું છે. આ ઝીલમાં જનારા પશુ કે પક્ષીઓ કેલ્સિફાઈડ થઈને પત્થર બને છે. આ જ કારણ છે કે આ ઝીલમાં વધારે સમય પસાર કરનારા જાનવરો રાસાયણિક મોતના શિકાર બને છે. પાણીમાં એક એવું તત્વ મળે છે જે જ્વાલામુખીની રાખમાં હોય છે. આ તત્વનો પ્રયોગ મિસ્રવાસી મમીને સુરક્ષિત રાખવા માટે કરતા હતા. આ કારણે અહીં જે પણ પશુ કે પક્ષીઓના મોત થયા હતા તેનું શરીર વર્ષો સુધી સુરક્ષિત રહ્યું છે. અહીં ઘીરે ઘીરે મૃત પશુ અને પક્ષીઓની સંખ્યા વધી છે પણ તેઓ આજ સુધી સુરક્ષિત છે.

image source

આ રહસ્યમયી ઝીલને વિશે જાણકારી મેળવવા માટે પાર્યવરણ વિદ અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર નીક બ્રેંડેટ ઝીલની પાસે ગયા અને તેઓએ અહીં અનેક ફોટો લીધા. તેઓએ તેની પર એક બુક પણ લખી છે જેનું નામ છે એક્રોસ દ રેવજ્ડ લેન્ડ. આ બુકમાં અનેક એવી વાતો કહેવાઈ છે જે ઝીલના રહસ્યોને સામે લાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!