ચહેરા પરથી ડાઘ ધબ્બાને કાયમ માટે દૂર કરી દેશે આ કમાલનો ઉપાય, આજે જ અજમાવો

મોંઘા બ્યૂટી પ્રોડક્ટને યૂઝ કરવાને બદલે તમે તાજા ફળનો ઉપયોગ કરી શકો છો. તેનાથી સ્કીનમાં નિખાર આવે છે અને સાથે જ તમને ગ્લોઈંગ સ્કીન પણ મળે છે. આજે અમે આપને જણાવીશું પપૈયાના ફાયદા અને તેને સ્કીન પર કેવી રીતે યૂઝ કરવાથી તમે સારો ચહેરો મેળવી શકો છો તે વિશે.

image source

જો તમારી સ્કીન ડ્રાય છે અને તમે સ્કીન પરની કાળાશ દૂર કરવા ઈચ્છો છો તો તમે પપૈયાની મદદ લઈ શકો છો. તે સ્કીનને કોમળ અને મુલાયમ બનાવે છે. પપૈયામાં વિટામીન એ વધારે પ્રમાણમાં હોય છે જે ડેડ સ્કીનને હટાવવાની સાથે સાથે કોશિકાઓના નિર્માણ કરવામાં પણ મદદ કરે છે.

image source

એક પપૈયું લો અને તેના અડધો કપ જેટલા ટુકા કરો. તેને સારી રીતે મેશ કરી લો. તેમાં 2 ચમચી દૂધ, એક ચમચી મધ મિક્સ કરો. આ તમામ ચીજોથી એક પાતળી પેસ્ટ બનાવી લો. તેને ગરદન અને ફેસ પર લગાવીને 10થી 15 મિનિટ સુધી રહેવા દો . આ પછી ફેસને સારી રીતે ધોઈ લો. અઠવાડિયામાં 2 વાર આ પ્રયોગ કરશો તો તમારી સ્કીન ખીલી જશે અને તેની પરના ડાઘ ધબ્બા ગાયબ થઈ જશે. જો તમને દૂધની એલર્જી હોય તો તમે તેને બદલે મધનો વધારે ઉપયોગ કરી શકો છો.

image source

આ સિવાય સ્કીન સંબંધી કોઈ પણ તકલીફ હોય તો તેના વિકારોને દૂર કરવામાં પપૈયાના બીજ મદદ કરે છે પપૈયાના બીજને વાટીને ગ્રસિત ભાગ પર લગાવવાથી ફાયદો થાય છે. આ સિવાય તમે 1 ચમચી પપૈયાના બીજને 1 ગ્લાસ પાણી સાથે ખાઈ લો છો તો અનેક રોગ દૂર થાય છે. આ સાથે આ ઉપાયથી ફોડલા, ખીલ અને ચામડીના રોગ પણ દૂર થાય છે.

image source

જો પપૈયું વધારે પાકી ગયું હોય તો તેને ફેંકો નહીં. આ પપૈયાની છાલ કાઢી લો અને તેનો પલ્પ કરી લો. તેને સીધો જ ફેસ પર લગાવી લો અને વીસ મિનિટ સુધી રહેવા દો. પછી સાદા પાણીથી મોઢું ધોઈ લેશો તો ખીલ અને ડાધ ઝડપથી દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત