જો તમે પણ ઠંડીથી બચવા માટે કરો છો તાપણું તો રહો સાવચેત! થઇ શકે છે આ સમસ્યાઓ…

મિત્રો, હાલ ઠંડી પૂરજોશમા ચાલી રહી છે અને તેના કારણે લોકો કામ વિના ઘરની બહાર નીકળવાનુ પણ ટાળે છે. લોકો આ ઠંડીથી બચવા માટે તેમના ઘરોમા અનેકવિધ વસ્તુઓ કરે છે. કેટલાક લોકો કોલસા અથવા લાકડાની આગને બાળીને પોતાના હાથને શેકતા હોય છે. આમ, કરવાથી તમારા શરીરને યોગ્ય ગરમી મળી રહે છે અને ઠંડી ઓછી લાગે છે.

image source

પરંતુ, શું તમને ખ્યાલ છે કે, કોલસાની ઉંચી જ્યોત એ આપણા શરીરને અનેકવિધ રીતે નુકસાન પહોંચાડી શકે છે. વાસ્તવમા, જે લોકો ઠંડીની ઋતુમા મોટાભાગનો સમય નિરંતર અગ્નિની સામે બેસીને પસાર કરતા હોય છે, તે તેમના સ્વાસ્થ્ય માટે ખુબ જ ખરાબ સાબિત થઇ શકે છે. તે તેમની ત્વચાને અનેકવિધ હાનીકારક અસર પહોંચાડી શકે છે.

images source

આ જ કારણ છે કે, નિષ્ણાતો દ્વારા તેને ખતરનાક કહેવામા આવ્યું છે. તેમાંથી નીકળતો ધુમાડો ફેફસાં અને આંખો માટે ખુબ જ નુકશાનકારક સાબિત થઇ શકે છે. આવી સ્થિતિમા તમારે તમારા સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે પણ માહિતી મેળવવી જોઇએ તો ચાલો આ અંગે હજુ થોડી વધુ માહિતી મેળવીએ.

image source

ઠંડીની ઋતુમા લાકડા, કોલસો વગેરે સળગતા જે ધુમાડો થાય તે આપણી આંખો માટે અત્યંત નુકસાનકારક સાબિત થઇ શકે છે. ધૂમ્રપાનના નિરંતર સંપર્કમા રહેવાથી તમારી આંખોમા શુષ્કતા આવી શકે છે. આવી સ્થિતિમા તમારી આંખોને ધૂમ્રપાન સામે સુરક્ષિત રાખવુ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ફાયર પ્લેસની સામે બેસીને અથવા અગ્નિ સળગાવવાથી ત્વચા પણ પ્રભાવિત થાય છે ત્વચા આસપાસના વાતાવરણના ભેજને શોષી લે છે અને તેનાથી ત્વચામાં શુષ્કતા આવે છે અને ત્વચામા તિરાડ થવા લાગે છે. બંધ ઓરડામાં લાકડા અથવા કોલસાને બાળવાથી ઓક્સિજનનું સ્તર ઓછું થાય છે.

image source

આની સાથે, ઓરડામાં મોનોક્સાઇડનું સ્તર વધે છે, જે માનવના મનને સીધી અસર કરે છે. આ ઉપરાંત કાર્બન મોનોક્સાઇડ શ્વાસ દ્વારા ફેફસામા પહોંચે છે. મોનોક્સાઇડ ફેફસામા પહોંચ્યા પછી તે સીધા લોહીના પ્રવાહમા જાય છે, જેના કારણે હિમોગ્લોબિનનુ સ્તર ઘટે છે.

image source

જ્યારે સગડીમા લાકડુ અથવા કોલસો સળગાવી દેવામા આવે છે ત્યારે તેમાથી ઘણા હાનિકારક કણો બહાર આવે છે. તેથી, જો તમે તાપણું કરતા હોવ તો તેનાથી પૂરતુ અંતર રાખો. બાળકોને તેનાથી પૂરતા અંતરે રાખો. તે હંમેશાં જ્યોતની સામે બેસીને તેમની ત્વચા પર ખરાબ અસર કરી શકે છે. માટે જો તમને ખ્યાલ ના હોય તો હવે અમે તમને જણાવી દઈએ કે, આ તાપણું ઠંડીથી રક્ષણ મેળવવામા લાભદાયી છે પરંતુ, સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત