જો તમને પણ કોઈએ Whatsapp પર કર્યા હોય બ્લોક તો આ ટ્રીકની મદદથી કરી દો Unblock

How To Chat Despite Being Block By Partner : મિત્રો, પરિવાર જનો કે સ્નેહીઓ સાથે વાતચિત કરવા માટે આપણે Whtasapp નો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ ઘણી વખત એવી પરિસ્થિતિનો પણ સામનો કરવો પડે છે કે આપણા મિત્રો, સગાઓ કે સ્નેહીઓ આપણો Whtasapp નંબર બ્લોક કરી દે છે. ત્યારે આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ અને જે તે વ્યક્તિ સાથે વાત કરવા માટે અન્ય કોઈ રસ્તો શોધીએ છીએ. પરંતુ જો તમને પણ કોઈએ Whtasapp પર બ્લોક કરી દીધા હોય તો તમારે ટેંશન લેવાની કોઈ જરૂર નથી. કારણ કે આજના આ આર્ટિકલમાં અમે આપને બ્લોક કરી દીધા બાદ પણ જે તે વ્યક્તિ સાથે કઈ રીતે મેસેજ કરી શકાય તેમજ પોતાને કઈ રીતે અનબ્લોક કરી શકાય તેના વિશે વાત કરવાના છીએ.

image source

સૌથી પહેલા તમારે એ નિશ્ચિત કરવાનું રહેશે કે સામે વાળા વ્યક્તિએ તમને Whtasapp પર બ્લોક કર્યો છે જ કે કેમ ? આ માટે તમે સામે વાળા વ્યક્તિને એક મેસેજ મોકલીને જાણી શકો છો. જો મેસેજમાં એક ટિક આવે તો સમજી જવું કે સામેની વ્યક્તિ પાસે તમારો મેસેજ પહોંચ્યો નથી અને તેણે તમને બ્લોક કર્યા હોય તેવી શક્યતા છે. ત્યારબાદ શું કરવું આગળ જાણીએ.

Whtasapp અકાઉન્ટ સાયલન્ટ કરી ફરીથી કરો સાઈન અપ

image source

જેણે તમને બ્લોક કરેલ હોય એ યુઝર સાથે વાત કરવા માટે તમારે Whtasapp અકાઉન્ટને ડીલીટ કરવાનું રહેશે અને ફરીથી સાઈન અપ કરવાનું રહેશે. ત્યારબાદ તમે આપમેળે જ અનબ્લોક થઈ જશો અને ફરીથી જે તે વ્યક્તિને મેસેજ કરી શકશો. પરંતુ એ યાદ રાખવું કે અકાઉન્ટ ડીલીટ કરવાથી તમારું આખું બેકઅપ પણ ડીલીટ થઈ જશે. એટલા માટે આ ટ્રીક પર અમલ કરતા પહેલા એ નક્કી કરી લો કે તમારા માટે શું વધારે મહત્વનું છે Whtasapp પર અનબ્લોક થવું કે પછી Whtasapp નું બેકઅપ ડીલીટ કરવું.

આ રહી 6 સ્ટેપની આ ટ્રીક

image source

1. સૌથી પહેલા Whtasapp ઓપન કરો અને તેના સેટિંગ વિકલ્પમાં જઈને અકાઉન્ટ પર ક્લિક કરો

2. અહીં તમારે ડીલીટ માય અકાઉન્ટ લખેલું દેખાશે, તમારે આ વિકલ્પ પર ક્લિક કરવાનું છે

3. અહીં તમારે દેશના કોડ સાથે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે.

image source

4. ઉપરનો સ્ટેપ પૂરો કર્યા બાદ તમારે ડીલીટ માય અકાઉન્ટ પર ક્લિક કરવું પડશે.

5. ત્યારબાદ Whtasapp ફરીથી ઓપન કરો અને અકાઉન્ટ ફરીથી બનાવો.

6. ત્યારબાદ તમે એ વ્યક્તિ સાથે Whtasapp પર વાતચીત કરી શકશો જેણે તમને Whtasapp પર બ્લોક કર્યો હશે.

એક અન્ય ઉપાય પણ છે

image source

બીજા ઉપાય માટે તમારે તમારા અન્ય કોઈ વિશ્વાસુ મિત્રની જરૂર પડશે. અને આ મિત્રની મદદ લઈને મેસેજ કરી શકો છો. આ માટે તમારા મિત્ર જે તમને અને તમને જેણે બ્લોક કર્યા હોય તે બન્નેને ઓળખતો હોય તેના નંબર પરથી એક ગૃપ બનાવો અને તેમાં તમને અને એ વ્યક્તિ જેણે તમને બ્લોક કર્યો હોય તેને પણ એડ કરાવો. ગ્રુપમાં એડ થયા બાદ તમે ગ્રુપમાં મેસેજ કરી શકશો જે તમને બ્લોક કરેલ હોય તે પણ વાંચી શકશે અને આ રીતે તમારો મેસેજ એના સુધી પહોંચી જશે.