લીલું સોનું હવે તમને બનાવી શકે છે કરોડપતિ, જાણી લો આ સરળ પ્રોસેસ વિશે તમે પણ, જેનાથી તમને થશે અઢળક લાભ

વાંસને લીલું સોનું કહેવામાં આવે છે કેમ કે, ઘણા બધા લોકોનું એવું માનવું છે કે, જે પણ ખેડૂત કરોડપતિ બનવાની ઈચ્છા ધરાવે છે તેમણે વાંસની ખેતી અવશ્ય કરવી જોઈએ કેમ કે, વર્તમાન સમયમાં વાંસનો ઉપયોગ ધંધાથી લઈને ફર્નીચર બનાવવા સહિત ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે. આપને જાણીને નવાઈ લાગશે કે, ભારતમાં દર વર્ષે ૬૦ મિલિયન કરોડ રૂપિયાના વાંસ ઈમ્પોર્ટ કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં લીલું સોનું એટલે કે, વાંસની ખેતી કરવામાં આવે છે તો આપ જલ્દી જ લખપતિ કે પછી કરોડપતિ બનવાની શક્યતા છે.

આવી રીતે કરી શકો છો વાંસની ખેતી.

image source

વાંસના પ્રતિ છોડ દીઠ ૧૨૦ રૂપિયાની સબસીડી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દેશમાં વાંસનું ઉત્પાદકતા વધારવા માટે બામ્બુ મિશન પણ શરુ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના બામ્બુ મિશન હેઠળ ખેડૂતને સરકાર તરફથી પ્રતિ છોડ ૧૨૦ રૂપિયાની મદદ કરવામાં આવે છે. દેશમાં ઘણા સમયથી વાંસની માંગમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. એટલા માટે જો આપ વાંસની ખેતી કરી રહ્યા છો તો આપને લાભ થશે. જો કે, વાંસની ખેતી કોઈ ઋતુના આધારે કરવામાં આવતી નથી. ઉપરાંત વાંસને અન્ય પાકની જેમ ફક્ત સમય આપવાની આવશ્યકતા રહે છે. વાંસના છોડને એકવાર લગાવી દીધા બાદ ૪ વર્ષે તેની લણણી શરુ કરી શકાય છે. આપે વાંસના છોડને ૫ ફૂટના અંતરે લગાવવા જોઈએ. વાંસના છોડમાં 3 વર્ષે અંદાજીત ૨૪૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ખર્ચ થાય છે. જેમાંથી કેન્દ્ર સરકાર ૧૨૦ રૂપિયા પ્રતિ છોડ મદદ કરે છે.

વાંસની ખેતી કરવાની શરુઆત કરતા પહેલા જાણી લેવી જોઈએ આ બાબત.

image source

આપે વાંસની ખેતીની શરુઆત કરતા પહેલા વાંસની જાત વિષે માહિતી પ્રાપ્ત કરી લેવી આવશ્યક છે. આપની પાસે પ્રાપ્ત માહિતી પરથી નક્કી કરવું જોઈએ કે, આપ કેવા પ્રકારના વાંસની ખેતી કરવા ઈચ્છો છો. આ સાથે જ તે વાંસને બજારમાં કેવી રીતે વેચવાથી આપને લાભ થઈ શકે છે. વાંસની કુલ ૧૩૬ પ્રજાતિ ઉપલબ્ધ છે. જેના લીધે આપને પસંદગી કરવામાં મુશ્કેલી આવી શકે છે.

આ છે આવકનું ગણિત.

image source

એવું માનવામાં આવે છે કે, જો આપ ૨.૫ મીટરના અંતરે છોડ લગાવો છો તો આપ એક હેક્ટર જમીનમાં અંદાજીત ૧૫૦૦ વાંસના છોડની વાવણી કરી શકો છે. આ સાથે જ આપ ૨ છોડની વચ્ચે રહેલ જગ્યામાં પણ અન્ય કોઈ પાકને વાવી શકો છો.

image source

આપને ૪ વર્ષ પછી 3.૫ લાખ રૂપિયાની આવક થઈ શકે છે. આપને વાંસના છોડને દર વર્ષે વાવણી કરવાની જરૂરિયાત રહેતી નથી કેમ કે, વાંસના છોડ અંદાજીત ૪૦ વર્ષ સુધી ચાલી શકે છે.