જો તમને પણ આવ્યો હોય આવો ઈમેલ તો થઈ જજો સચેત, નહિતર અકાઉન્ટમાંથી ઉપડી જશે પૈસા

જીમેલ એકાઉન્ટ ના યુઝર્સ માટે એક નવો ઇમેલ ફ્રોડ નવી મુશ્કેલીઓ લઈને આવ્યો છે. gmail ના યુઝરો ને એક ખતરનાક gmail mail સ્પામ થી સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે. આ email છેતરપિંડી ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં થઇ રહી છે. જે યુઝરની મુશ્કેલીઓ વધારવાનું કામ કરી રહી છે. આ રીતે છેતરપિંડી કરનારાઓ એક નવી રીતે છેતરપિડી આચરી રહ્યા છે. આ માટે યુઝરને નકલી લીંક પર ક્લિક કરવાનું કે માલવેર ડાઉનલોડ કરવા માટે નથી કહેવામાં આવતું.

image source

આ gmail email ઘણું વધારે વ્યક્તિગત છે. સ્કેમ કરનારાઓ હવે એવા ઈમેલ મોકલી રહ્યા છે જે અમેઝોન અને પેપલ જેવી મોટી કંપનીઓએ ના નામથી આવે છે. આ ઈ-મેલમાં એવો દાવો કરવામાં આવી છે તે યુઝરના એકાઉન્ટમાંથી હમણાં હમણાં જ મોટી ખરીદી કરવામાં આવી છે.

અહીંયા બધા email સ્કેમની જેમ આ ઇમેલ પણ સત્તાવાર લોગો અને ફોન્ટનો ઉપયોગ કરીને મોકલવામાં આવતા મેસેજની જેમ જ આવે છે. જે મહદઅંશે બિલકુલ ઓરીજીનલ જેવો જ લાગે છે. આ ગેરકાયદેસર ખરીદી થવાને રોકવા માટેનો કોઈ ઉપાય નથી. આ ઓર્ડરને કેન્સલ કરવાનો વિકલ્પ ફક્ત યુઝર માટે ફોન કરવાનો છે.

image source

આવા ઇમેલમાં એક ફોન નંબર પણ નાખવામાં આવે છે. અને તેમાં લખીને આપવામાં આવેલ સંદેશમાં એવું કહેવાયું હોય છે કે જો તમે હજુ સુધી ખરીદી ના કરી હોય તો અમને ફોન કરો. જો તમને કોન્ટેક્ટ ડીટેલ કરવા માટે છેતરપિંડી કરવામાં આવે તો તમારી સાથે એક વ્યક્તિને ફોન દ્વારા જોડી દેવામાં આવે છે.

આ વ્યક્તિ amazon કે પેપલ જેવી કંપની નો પ્રતિનિધિ નથી હોતો પરંતુ એક છેતરપિંડી આચરનાર વ્યક્તિ હોય છે. ફોન માં તમારી સાથે જોડાયા બાદ આ વ્યક્તિ તમારી પાસેથી તમારા એકાઉન્ટનું નામ, બેંક ની માહિતી અને પાસવર્ડ માંગે છે. નકલી એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે તમને મૂરખ પણ બનાવવામાં આવી શકે છે. એ સિવાય તમને એક trozan ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવે છે જે તમારા પીસીમાં થી માહિતી ચોરી લે છે.

Vishing દ્વારા થઈ રહ્યા છે સ્કેમ

image source

આનવા ઈમેલ સ્કેમની વિશિંગ નામ આપવામાં આવ્યું છે. kaspersky ની એક ટીમ ના કહેવા અનુસાર યુઝર્સને નકલી ઈ-મેઈલ મોકલવાની જાણે હોનારત આવી ગઈ હોય તેવું લાગે છે. સાઇબર છેતરપિંડી આચરનારા યુઝર્સના ફોન નંબર પર કોન્ટેક્ટ કરવા માટે અને તેમને લોભામણી જાહેરાત આપવા માટે આ રીત ઘણી પ્રભાવી અને કુશળ રહી છે.

image source

આ જોખમ વિશે વધુ માહીતી આપતા kaspersky ના રોમન ડેડનોકએ જણાવ્યું હતું કે અમને તાજેતરમાં જ સ્પામ ઈમેલની શહેર વિશે જાણવા મળ્યું છે. જે મોટી કંપનીઓ થી પ્રતીત હોય તેવું લાગે છે. તેઓ યુઝરને પર્યાપ્ત ખરીદી બાબતે સૂચિત કરે છે. સામાન્ય રીતે આ પ્રકારની છેતરપિંડી માં હાય એન્ડ ડિવાઇસને સામેલ કરવામાં આવે છે. જેમ કે એપલ વોચ કે એમેઝોનનું કોઈ ગેમિંગ લેપટોપ જેમાં paypal દ્વારા ચુકવણી કરવામાં આવી હોય.