લૂટેરી દુલ્હનઃ શાદી ડોટ કોમથી ત્રણ યુવાનોને ફસાવ્યા, કરોડોનો તોડી કરી અમેરિકા ભાગી ગઈ

ઝારખંડના ચતરાથી એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. અહીના ઈટખોરીના રહેનારી પ્રિયંકા કુમારી પર શાદી ડોટ કોમની મદદથી એક નહીં પણ ત્રણ યુવકો સાથે ઠગાઈ કરી છે અને વિદેશ ભાગવાનો આરોપ છે. પ્રિયંકા એટલી હોંશિયાર છે કે તેમને અલગ અલગ રાજ્યોના યુવકોને પોતાનો શિકાર બનાવ્યો છે અને લાખો રૂપિયા ઠગી લીધા છે.

image source

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા શાદી ડોટ કોમથી સૌથી પહેલાં ગિરિડીહના નિલય કુમાર નામના યુવકની સાથે સંપર્કમાં આવ્યા અને સાથે રાંચીમાં લગ્ન કર્યા અને 2 વર્ષ બાદ નિલય અને પ્રિયંકાની વચ્ચે વિવાદ રહેવા લાગ્યો. આ સમયે પ્રિયંકાએ નિલયની સાથે એક કરોડ રૂપિયા ઠગી લીધા અને પછી તે અચાનક સગાયબ થઈ ગઈ હતી.

image source

બીજા કિસ્સામાં ફરીથી શાદી ડોટ કોમ પર પ્રિયંકાએ પોતાને અવિવાહિત ગણાવી અને ગુજરાતના રાજકોટમાં અમિત મોદી નામના યુવકે ફસાવી અને લગ્ન કરીને તેની સાથે રહેવા લાગી, પરિવારની આર્થિક તંગીનો હવાલો આપીને તેમને અમિત પાસેથી લગભગ 40થી 45 લાખ રૂપિયા લીધા છે. અમિત મોદીની સાથે થોડા મહિના રહ્યા બાદ પ્રિયંકાએ કહ્યું કે તેની બહેનના ઘરે દિલ્હીમાં શિફ્ટ કરવાનું છે.

image source

આ માટે તેને દિલ્હી જવું પડશે. આ પછી યુવતી દિલ્હી જવાના નામે ઘરેથી નીકળી અને પાછી આવી નહીં. ત્યારબાદ અમિતને ખ્યાલ આવ્યો કે 29 ડિસેમ્બર 2018ને પ્રિયંકાએ પુનાના સુમિત દશરથ પવાર નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે અને સાથે તેઓ કેલિફોર્નિયા ચાલી ગઈ છે. આ કેસમાં ભાંડો ત્યારે ફૂટ્યો કે સુમિતની માએ પ્રિયંકાએ મોબાઈલ પર અમિતનો કોલ જોયો. સુમિતની માતાએ અમિતની સાથે પ્રિયંકાનો ફોટો જોયો.

image source

જ્યારે સુમિતની માએ અમિતને ફોન કરીને પ્રિયંકાના વિશે જાણકારી લીધી તો સચ્ચાઈ સામે આવી. ત્યારબાદ તેઓએ પુના પોલિસે ફરિયાદ કરી અને તપાસ શરૂ થઈ. ત્યારબાદ યુવતીના તાર રાજકોટ અને ચતરા જિલ્લા સાથે જોડાયેલા છે. ઈટખોરી પોલીસ પ્રભારી સચિન દાસે જણાવ્યું છે કે પુના પોલીસે તપાસ કરવાનું કહ્યું છે. સાથે જ પાસપોર્ટ ઓફિસમાં ખોટી જાણકારીને લઈને પ્રિયંકા પર લગાવેલા આરોપની તપાસ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,