WhatsApp એ ચેટ કમ્પોઝરમાં નવું પ્રતીક બહાર પાડ્યું છે, જાણો આ તમારા માટે શું કામનું છે

WhatsApp અત્યારે દરેક ભારતીય માટે ખુબ જ કામની અને મહત્વની એપ બની ગઈ છે. દરેક વ્યક્તિ તેમની કામની વાતો અથવા જરૂરી ફાઈલ, ડોક્યુમેન્ટ એક બીજાને WhatsApp દ્વારા શેર કરે છે. WhatsApp એક ઝડપી ચેટિંગ એપ છે. પણ હવે WhatsApp તેના વપરાશકર્તા માટે એક નવું પ્રતીક લાવ્યું છે. WhatsApp આ તહેવારોની સીઝન પહેલા ભારતીય વપરાશકર્તાઓને ભેટ આપી છે. હકીકતમાં, ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ (GFF) 2021 માં, WhatsApp એ ભારતમાં વપરાશકર્તાઓ માટે એપ દ્વારા ચુકવણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે ચેટ કમ્પોઝરમાં ₹ પ્રતીક બહાર પાડ્યું છે. વોટ્સએપે જાહેરાત કરી છે કે કમ્પોઝરમાં કેમેરા આઇકોન ભારતના 20 મિલિયનથી વધુ સ્ટોર્સ પર ચુકવણી કરવા માટે કોઈપણ QR કોડ સ્કેન કરી શકશે.

સરળ ચુકવણી પ્રક્રિયા

image source

WhatsApp પર ફેસબુકને યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સેવા તબક્કાવાર જીવંત બનાવવા માટે નવેમ્બર 2020 માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) તરફથી લીલી ઝંડી મળી હતી. આ અપડેટ્સ બાદ વોટ્સએપ પર પેમેન્ટની પ્રક્રિયા સરળ બની છે. કારણ કે હવે વપરાશકર્તાઓ ₹ પ્રતીક અને કેમેરા ચિહ્નનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકશે. ટૂંક સમયમાં આ અપડેટ્સ તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

UPI શું હોય છે ?

image s ource

યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ ડિજિટલ પેમેન્ટ કરવાની એક સરળ રીત છે, જે મોબાઈલ એપ દ્વારા તમારા બેંક ખાતા સાથે જોડાયેલી છે. ડિજિટલ પેમેન્ટની આ એક સરળ અને સુરક્ષિત પદ્ધતિ છે. આની મદદથી તમે તમારા મિત્રો અને સંબંધીઓને સરળતાથી અને સુરક્ષિત રીતે પૈસા મોકલી શકો છો. UPI સાથે, તમે તમારા બધા બિલ, ઓનલાઇન શોપિંગ, ફંડ ટ્રાન્સફર ખૂબ જ સરળતાથી કરી શકો છો.

તે કેવી રીતે કામ કરે છે ?

image source

UPI સિસ્ટમ તાત્કાલિક ચુકવણી સેવા પર કામ કરે છે. આ સેવાનો ઉપયોગ નેટ બેન્કિંગ માટે થાય છે. જો તમે સ્માર્ટફોનમાં તમારો UPI PIN નંબર જનરેટ કરો છો, તો તે એક રીતે તમારો એકાઉન્ટ નંબર છે. આના દ્વારા તમે બીલ ભરવા ઉપરાંત અન્ય વ્યવહારો કરી શકો છો.