મેલડી માતાના આ મંદિરનું છે ખૂબ જ સત, ભક્તો પુરી શ્રધ્ધા સાથે આવે છે અહીંયા દર્શન કરવા

ભારત દેશ તો ભગવાનની ભૂમિ છે. કઈ કેટલાય ભગવાનનો આ પવિત્ર ભૂમિ પર જન્મ થયો છે. અને એટલે જ આપણા દેશમાં ઘણા બધા ભગવાનના મંદિરો આવેલા છે.

image source

ભારતના બધા જ મંદિરોમાં અલગ અલગ ભગવાનની મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવી છે. અને આ બધા મંદિરોમાં દર્શનાર્થીઓ દૂર દૂરથી શ્રધ્ધા પૂર્વક દર્શન કરવા માટે આવતા હોય છે. પોતાની મનોકામના પુરી કરવા આવતા આ ભક્તોને પણ ભગવાન નિરાશ નથી થવા દેતા, ભક્તોની શ્રધ્ધાનુસર એમની મનોકામના પૂર્ણ પણ થાય છે. આવુ જ એક મંદિર ગુજરાતમાં ખેડા જિલ્લાના નડિયાદથી ચાર કિલોમીટર દૂર મરીડા ગામમાં મેલડી માતાનું મંદિર આવેલું છે.

image source

મેલડી માતાના આ મંદિરને રાજરાજેશ્વરી મેલડીમાતાના નામથી ઓળખવામાં આવે છે. આ મેલડીમાતાના મંદિરમાં ભક્તોને એટલી બધી શ્રદ્ધા છે કે ભક્તો દુરદુરથી મેલડીમાતાના દર્શન કરવા આવતા હોય છે. અને અહીંયા મેલડી માતાના મંદિરે બાધા માનતાઓ રાખતા હોય છે. આ મંદિરમાં મેલડીમાતાના દર્શન કરવાથી જ ભક્તોના બધા દુઃખો દૂર થઇને જીવન ધન્ય બની જતું હોય છે.

રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાજીનો મહિમા અનેરો છે. અમરૈયા નામના અસુરે બ્રમાંડમાં હાહાકાર મચાવી દીધો હતો. બધા દેવો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. દેવોની વાત સાંભળી મા દૂર્ગા અમરૈયાનો વધ કરવા માટે તૈયાર થયા.

image source

બન્ને વચ્ચે દ્વંદયુદ્ધ થયું. વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. આખતે અમરૈયા થાકી ગયો અને સાયલા ગામે આવી એક સરોવરમાં છૂપાય ગયો. મા દૂર્ગાએ નવદૂર્ગાનું રૂપ લઈ સરોવરનું બધુ પાણી પી ગયો ગયા. આથી અમરૈયા એક મરી ગયેલી ગાયના પેટમાં છૂપાય ગયો. આખરે નવદૂર્ગાએ મળી એક શક્તિ ઉત્પન કરવાનો નિર્ણય કર્યો.

દંતકથા મુજબ નવદૂર્ગાએ પોતાના શરીર પરથી મેલ ઉતારી તેમાથી એક પુતળીની રચના કરી તેમાં પ્રાણ પૂર્યા. આ શક્તિ એટલે મા મેલડી. મા મેલડીએ પછી અમરૈયાનો વધ કર્યો અને બધા દેવોએ રાહતનો શ્વાસ લીધો.

image source

બીજી એક દંતકથા અનુસાર વર્ષો પહેલા આ ગામમાં રહેતા રાજભા નામના એક વ્યક્તિને એવું થયું કે આપણા ગામમાં મેલડી માતાજીનું મંદિર હોવું જોઈએ એટલે આ વ્યક્તિએ પોતાની ઈચ્છા ગામના લોકોને જણાવી. એ પછી ગામના લોકો પણ કહેવા લાગ્યા કે ગામમાં મેલડીમાતાનું મંદિર બનાવવું જોઈએ. આથી ગામમાં મેલડીમાનું મંદિર બનાવીને તેમાં જયપુરમાં એક મૂર્તિ હતી તેને લાવીને ગામના મંદિરમાં મેલડીમાતાની મૂર્તિ સ્થાપિત કરી હતી.

આ મંદિર અંગે એવું કહેવામાં આવે છે કે ભાવિકો આ મંદિરમાં આવીને માનતા રાખતા હોય છે તે લોકોની જયારે માનતા પુરી થાય એટલે આ મંદિરમાં આવીને કચરા-પોતા કરે છે.