હૈદરાબાદમાંથી આવ્યા ચોકાવનારા સમાચાર: સાજા થયેલા કોરોના દર્દીના મગજમાં મળી વ્હાઈટ ફંગસ, હાહાકાર મચી ગયો

કોરોના પહેલી લહેર પછી બીજી લહેરમાં પણ તેના પ્રોટીન બંધારણ બદલી રહ્યો છે. રિકવર થઈ ગયેલા દર્દીઓમાં પણ ઘણી અન્ય સમસ્યાઓ સામે આવી રહી છે. હાલમા હૈદરાબાદથી કોરોનાને લઈને ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. કોરોના સંક્રમણ (કોવિડ -19) થયેલા લોકોમાં સમય જતાં ગંભીર લક્ષણો પેદા કરી રહ્યો છે જેના કારણે રિસર્ચ કરનારા પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. મળતી માહિતી મુજબ હવે હૈદરાબાદમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીના મગજમાં ગંભીર સફેદ ફૂગ એટલે કે એસ્પરગિલસ મળી આવી છે. આ દર્દી ગત મે મહિનામાં કોરોનાથી સંક્રમિત થયો હતો.

image source

જાણવા મળ્યુ છે કે માંદગીના સમયે તેને ફેફસામાં તીવ્ર ચેપ લાગ્યો હતો અને બોલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ પછી સ્કેનથી જાણવા મળ્યું કે દર્દીના મગજમાં કઈક ગંઠાઇ જવા જેવી રચનાઓ બની રહી છે. આ ગંઠાવાનું સતત સારવાર મળ્યા બાદ પણ જ્યારે મટતું ન હતુ ત્યારે તેનુ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન જ જાણવા મળ્યું છે કે સફેદ ફૂગનો એક ફોલ્લા જેવુ તેના મગજમા બન્યુ છે જે ખૂબ જ દુર્લભ રોગ માનવામાં આવે છે.

image source

સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓમાં ફૂગની સમસ્યા હોય છે. આ વિશે હૈદરાબાદની સનશાઇન હોસ્પિટલના ન્યુરોસર્જન એસ.પી. રંગનાથમ કહે છે કે આવા બોઇલ અત્યંત દુર્લભ છે. ભારતમાં લગભગ આવા કોઈ જ કેસ અત્યાર સુધીમા નોંધાયા નથી. તેમણે કહ્યું કે આ એક અનોખો કેસ છે. સામાન્ય રીતે ફંગલનો ચેપ ડાયાબિટીસના દર્દીઓને ઝડપથી પકડે છે. પરંતુ આ દર્દીને ડાયાબિટીસની સમસ્યા પણ નથી જે નવાઇની વાત છે અને ચિંતાની વાત પણ છે.

image source

આ સાથે વાત કરવામા આવે બીજા લહેર વિશે તો તેમાં ભારતમાં કાળા ફૂગના કેસ જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ ભારતમાં કોરોનાની બીજી લહેર બાદ કાળા ફૂગના કેસોમાં અચાનક વધારો થયો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેના દર્દીઓની સંખ્યા ઘણી વધારે હતી. આ પછી ફૂગના ઘણા બીજા સ્વરૂપો પણ સામે આવ્યા છે.

image source

હવે હૈદરાબાદમાં સફેદ ફૂગનો કેસ આવતા ડોકટરો સામે એક નવો પડકાર ઉભો થયો છે. જો કે જેમ કોરોનાની બીજી લહેરની અસર ઘટી છે તેવી જ રીતે કાળી ફૂગના કિસ્સામાં પણ ઘટાડો થયો છે. આ કેસ સામે આવતા ડોક્ટરોના પણ હોશ ઉડી ગયા છે કારણ કે બ્લેક ફંગસ પણ ઘણી ઘાતક સાબિત થઈ હતી. ઘણા કિસ્સોમા લોકોએ આ બ્લેક ફંગસને કારણે તેમની આંખો ગુમાવી છે.