ગૂગલ પર આવુ સર્ચ કરશો તો જેલભેગા થઈ જશો, સુરક્ષા એજન્સીઓ તમારું સરનામું શોધીને ઉપાડી જશે!

આજના સમયમા જો તમને કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ વસ્તુ સર્ચ કરવી હોય તો તમે સીધા જ ગૂગલને પૂછતા હોવ છો. ઘણી વખત લોકો ગૂગલ પર ખૂબ જ વિચિત્ર વસ્તુઓ શોધવાનું અનેક સર્ચ કરતા હોય છે. જો તમે પણ કોઈ જાણકારી માટે ગૂગલની મદદ લો અથવા ગૂગલ પર થોડી સર્ચ કરતા રહો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. નીચે આપેલી કેટલીક બાબતો સર્ચ કરાવાથી તમે મુશ્કેલીમા મુકાઇ શકો છો.

*બોમ્બ બનાવાની રીત શોધશો નહીં:

image source

ગૂગલ સર્ચ દરમિયાન કેટલીક એવી વસ્તુઓ હોય છે જે બિલકુલ સર્ચ ન કરવી જોઈએ. આ વસ્તુઓ વિશે સર્ચ કરવાથી તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આ માટે તમારે જેલમાં જવું પડે ત્યા સુધીની નોબત પણ આવી શકે છે. ગૂગલ પર ક્યારેય બોમ્બ કેવી રીતે બનાવવો તે વિશે શોધવુ જોઈએ નહીં. જો તમે આવું કંઇ પણ સર્ચ કરી રહ્યા છો તો જે તે કંપની તમારું આઈપી એડ્રેસ સુરક્ષા એજન્સીઓને મોકલી શકે છે. આ પછી સુરક્ષા એજન્સીઓ તમારા પ્રત્યે એલર્ટ થઈ જાય છે. જો સુરક્ષા એજન્સીઓ આમાં કઈ પણ શક અનુભવે છે તો તેઓ તમારી સામે તાત્કાલિક કાર્યવાહી કરી શકે છે જેમાં તમારે જેલમાં પણ જવું પડી શકે છે.

દવાઓ ન શોધો:

image source

ગૂગલ પર ક્યારેય દવાઓ ના શોધો. જો તમે બીમાર છો અને તમે ગૂગલ સર્ચ દ્વારા દવાઓ શોધીને ખાવ છો તો ગંભીર રીતે બીમાર પડી શકો છો. ઘણી વખત ખોટી દવાઓ લેવાથી તમારું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે અને ઘણાં કિસ્સાઓમાં આ જીવલેણ પણ સાબિત થતું હોય છે.

હેકર્સ તમારા નંબર પર પહોંચી શકે છે:

image source

જો તમે કોઈ પણ ઉત્પાદનનો ઉપયોગ કરો છો અને તે પ્રોડક્ટને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે કસ્ટમર કેરને ફોન કરો. આ માટે ગૂગલ પરથી નંબર સર્ચ કર્યા બાદ લોકો કસ્ટમર કેર પર ફોન કરે છે. જો તમે પણ આ જ રીતે કરો છો તો તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. સાયબર ક્રાઇમ હેકરો ગૂગલ પર કંપનીનો નકલી હેલ્પલાઇન નંબર ફ્લોટ કરે છે. આવી સ્થિતિમાં જો તમે તે નંબર પર કોલ કરો છો તો તમારો નંબર હેકરો સુધી પહોંચે છે.

image source

જો તમારી પાસે તમારા નંબર પર ઓનલાઈન બેંકિંગ જેવી સુવિધા છે તો હેકર્સ તમારા નંબર દ્વારા તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. એટલું જ નહીં હેકરો તમારી સાથે સિમ સ્વેપ જેવી વસ્તુઓ પણ કરી શકે છે. આવું થયું હોવાના ઘણા બનાવો સામે આવી ચૂક્યાં છે. આ બધા સર્ચ કરવાથી તમારે લેવાના દેવા પડી શકે છે. આથી કોઇ પણ જગ્યાએ ઓટીપી અને તમારા નંબરો અને બેંક એકાઉન્ટ ડિટેઈલ આપતાં પહેલા સાવચેતી વર્તવી જોઈએ.