માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા આ વખતે દિવાળીમાં કરો આ રીતે પૂજા

દિવાળી એ ભારતમાં સૌથી વધુ ધૂમધામથી ઉજવાતો પ્રકાશનો તહેવાર છે. દેશના ખૂણે ખૂણે લોકો ઉત્સાહ સાથે તહેવારનું સ્વાગત કરે છે. તે પાંચ દિવસનો તહેવાર છે. દિવાળીનો તહેવાર આ તહેવારના ત્રીજા દિવસે ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર આસો મહિનાની અમાસના દિવસે આવે છે. આ વખતે દિવાળીનો આ તહેવાર 4 નવેમ્બરે ઉજવાશે. દિવાળીમાં દેવી લક્ષ્મીની પૂજા માટે ખાસ વિધાન છે. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે જો લક્ષ્મીની પૂજા પૂર્ણ વિધિ સાથે કરવામાં આવે તો દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે અને તમને ઇચ્છિત ફળ આપે છે. પરંતુ પૂજા કરતી વખતે, લોકો ઘણી વખત પૂજાની સાચી પદ્ધતિ જાણતા નથી અને આ કારણોસર તેઓ ખોટી રીતે પૂજા કરે છે. તો ચાલો આજે અમે તમને દેવી લક્ષ્મીની પૂજા કરવાની યોગ્ય તૈયારી અને પદ્ધતિ વિશે જણાવીએ.

દિવાળી પર લક્ષ્મી પૂજા માટે સામગ્રી

दिवाली पूजन की तैयारी
image source

દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ, કુમુકુમ, રોલી, સોપારી, નાળિયેર, અક્ષત (ચોખા), આસોપાલવ અથવા કેરીના પાન, હળદર, દીપ, ધૂપ, કપૂર, રૂં, માટીના દીવા, અને પિત્તળનો દીવો, નાળાછડી, દહીં, મધ, ગંગાજળ , ફૂલો, ફળો, ઘઉં, જવ, દુર્વા, સિંદૂર, ચંદન, પંચામૃત, પતાશા, ખીલ્લી, લાલ કપડું, ચોકી, કમળની માળા, કલશ, શંખ, થાળી, ચાંદીનો સિક્કો, બેસવા માટેની આસન અને પ્રસાદ.

લક્ષ્મી પૂજાની તૈયારી

दिवाली पूजन विधि
image source

સૌ પ્રથમ જાણી લઈએ કે લક્ષ્મી પૂજાની તૈયારી કેવી રીતે કરવી

જેમ કે દરેક જાણે છે કે મા લક્ષ્મી સ્વચ્છ જગ્યાએ બિરાજમાન થાય છે, એટલે સૌથી પહેલા સવારે ઘરને સારી રીતે સાફ કરો.

સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો.

સાંજે પૂજા કરતા પહેલા, ગંગાજળનો છંટકાવ કરીને ઘરને શુદ્ધ કરો.

તે પછી એક બાજઠ રાખો અને બાજઠ પર લાલ રંગનું કાપડ પાથરો.

image source

કપડાની વચ્ચે એક મુઠ્ઠી ઘઉં મૂકો અને ઘઉં ઉપર પાણીથી ભરેલો એક કળશ સ્થાપિત કરો

હવે કલશની અંદર એક સિક્કો, સોપારી, ગલગોટાના ફૂલ અને ચોખા નાખો

કલશ પર અંબા કે આસોપાલવના પાંચ પાન પણ મુકો. હવે કલશને એક નાની થાળીથી ઢાંકીને એના પર ચોખા મૂકી દો

આ પછી, કળશની બાજુમાં બાજઠમાં બાકીની જગ્યા પર હળદરથી ચોરસ બનાવો અને તેના પર દેવી લક્ષ્મીની મૂર્તિ મૂકો.

એ વાતનું ધ્યાન રાખો કે ગણેશ જીની મૂર્તિ દેવી લક્ષ્મીની જમણી બાજુએ રાખવી જોઈએ

એ પછી એક થાળીમાં હળદર, કંકુ અને ચોખા મુકો અને સાથે જ દીવો પણ પ્રગટાવીને મુકો

લક્ષ્મી પૂજા વિધિ

पूजन विधि
image source

પૂજાની તૈયારી કર્યા પછી, હવે પૂજાની વિધિ પર આવીએ. આ રીતે પૂજા વિધિ શરૂ કરો-

તૈયારી કર્યા બાદ સૌથી પહેલા કલશને તિલક લગાવીને પૂજા શરૂ કરો.

આ પછી, તમારા હાથમાં ફૂલો અને ચોખા લઈને દેવી લક્ષ્મીનું ધ્યાન કરો.

ધ્યાન કર્યા બાદ ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની મૂર્તિઓને ફૂલ અને અક્ષત અર્પણ કરો.

હવે બંને મૂર્તિઓને બાજઠ પરથી ઉપાડીને એક થાળીમાં મૂકો અને દૂધ, દહીં, મધ, તુલસી અને ગંગાજળના મિશ્રણથી સ્નાન કરો.

આ પછી, સ્વચ્છ પાણીથી સ્નાન કરો અને પાછી બાજઠ પર વિરાજમાન કરો

સ્નાન કર્યા બાદ લક્ષ્મી-ગણેશની મૂર્તિને તિલક કરો . ત્યારબાદ લક્ષ્મી ગણેશજીને હાર પહેરાવો.

આ પછી, લક્ષ્મી ગણેશ જીની સામે રમકડાં, મીઠાઈઓ, પતાશા, ફળ, પૈસા અને સોનાનાં ઘરેણાં રાખો.

આ પછી, સમગ્ર પરિવાર સાથે મળીને ગણેશ જી અને લક્ષ્મી માતાની કથા સાંભળો અને પછી મા લક્ષ્મીની આરતી કરો