ડેન્ટિસ્ટની ફી લાગી ખૂબ જ વધુ, તો મહિલાએ કર્યું કંઈક એવું કે પડ્યું ભારે

દાંતની સમસ્યાની કોઈ નવી વાત નથી. મોટાભાગના લોકોની દાંત સંબંધિત સમસ્યાઓનું સોલ્યુશન ડેન્ટિસ્ટ પાસે જઈને દાંતને કઢાવી નાખવું જ હોય છે. બ્રિટનમાં એક 42 વર્ષની મહિલાને પણ જ્યારે દાંતોમાં તકલીફ થઈ તો એને ડેન્ટિસ્ટ પાસે જવાનો રસ્તો અપનાવવાને બદલે જાતે જ એમના દાંત તોડી નાખ્યા..

image source

એક ઓનલાઇન સાઈટના રિપોર્ટ અનુસાર ડેનીએલ વાટ્સ નામની સ્ત્રીએ જ્યારે દાંતના દુખાવાની તકલીફ થઈ ત્યારે એ એમના વિસ્તારના સરકારી હોસ્પિટલમાં બતાવવા ગઈ. મહિલાને એ જાણીને હેરાની થઈ કે ત્યાં દાંતના ડોકટર જ નહોતા અને મહિલા પાસે પ્રાઇવેટ ડોકટર પાસે જવાના પૈસા નહોતા. એવામાં એમને એક એવું ખતરનાક પગલુ ભર્યું જેને એને આખી જિંદગીનો દુખાવો આપી દીધો.

મહિલાની સ્માઈલ પણ થઈ ગઈ બંધ.

image source

જ્યારે મહિલાને એમના વિસ્તારમાં પ્રાઇવેટ ડેન્ટિસ્ટની ફી વિશે ખબર પડી તો એના હોશ જ ઉડી ગયા. એ ડોકટરની આટલી ફી અફોર્ડ નહોતી કરી શકતી એવામાં મહિલાએ એમના માટે એક અજીબોગરીબ નિર્ણય લઈ લીધો. એક એક કરીને મહિલાએ 3 વર્ષની અંદર એના મોઢાના કુલ 11 દાંત જાતે જ ઉખાડી નાખ્યા. આ કારનામા પછી ડેનિયલના મોઢામાં ફક્ત ગણતરીના જ દાંત બચ્યા છે. હાલત એ છે કે એ ખુલીને હસવાથી પણ બચે છે. ડેનિયલ આ ઘટના વિશે જણાવે છે કે આ ખૂબ જ પીડા આપનારી પ્રક્રિયા હતી પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.

પીડાદાયક દવાઓ પર વીતી રહી છે જિંદગી

image source

લંડનમાં પ્રાઇવેટ ડેન્ટિસ્ટની ફી ખૂબ જ વધુ હોય છે એવામાં જેનું બજેટ સીમિત છે એમના માટે ત્યાં જઈને સારવાર કરાવવી મુશ્કેલ છે. ડેનિયલ પણ આ સમસ્યાનો શિકાર થઈ અને હવે એમની સ્થિતિ એ છે કે એ પીડાદાયક દવાઓનો સહારે એમના જીવનને જીવી રહી છે. ડેનિયલ જણાવે છે કે એમનો આત્મવિશ્વાસ ખતમ થઈ ચૂક્યો છે. એમની ઘરની નજીક રહેલા સ્વાસ્થ્ય કેન્દ્ર 6 વર્ષ પહેલાં જ બંધ થઈ ચૂક્યું હતું અને ત્યાં દાંતનો કોઈ પણ ડોકટર નહોતો. એવામાં એમને એમની જિંદગીમાં આવું પગલું ભરવું પડ્યું હતું.

image source

તમને સલાહ આપી દઈએ કે જો જો ભુલે ચુકે પણ તમને દાંતમાં તકલીફ પડે તો આવું પગલું ભરતા…નહિ તો પડશે લેવા ના દેવા