લોકોને ફ્રોડથી બચાવવા YoNo એપ પર લોન્ચ થયું નવું સિમ બાઈંડિંગ ફીચર

જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતું ધરાવો છો તો આ વાત તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે. બેન્ક દ્વારા તેની એપમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ખાતેદારની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આ ફેરફાર કરવામાં આવ્યા છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં આ ફીચર વિશે જાણકારી આપતાં કહ્યું છે કે હવે SBI સાથે ઓનલાઇન બેન્કિંગ વધુ સુરક્ષિત થશે. YONO લાઇટ એપ્લિકેશનમાં એક ખાસ ફીચર એક્ટિવ કરવામાં આવ્યું છે.

image source

એસબીઆઈએ ઓનલાઈન બેંકિંગને વધુ સુરક્ષિત બનાવવા માટે યોનો લાઈટ એપમાં આ ફીચર એક્ટિવ કર્યું છે. બેન્કે તેના ગ્રાહકોને ઓનલાઇન છેતરપિંડીથી બચાવવા માટે તેની એપને અપગ્રેડ કરી છે. આ નવા સિક્યોરિટી ફીચરથી સૌથી મોટો લાભ એ થશે કે તમારા સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ તમારા એસબીઆઈ યોનો એકાઉન્ટને અન્ય કોઈ ફોનથી એક્સેસ કરી શકશે નહીં.

image source

આ નવા સિક્યુરિટી ફીચર અનુસાર જો તમે SBI ના ઓનલાઈન બેંકિંગ માટે YONO એપનો ઉપયોગ કરો છો તો માત્ર તમે જ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી YONO એપનો ઉપયોગ કરી શકશો. રજીસ્ટર્ડ નંબર સિવાયના અન્ય કોઇપણ મોબાઇલ નંબર પરથી SBI YONO એપ કામ જ નહીં કરે.

image source

આ સિક્યોરિટી ફીચરથી નેટ બેન્કિંગનો ઉપયોગ કરનારા યુઝર્સને ઘણો ફાયદો થશે. કારણ કે ઘણીવાર લોકો ઓનલાઈન છેતરપિંડી ભોગ બને છે જેમાં તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે. પરંતુ હવે આવું થશે નહીં. કારણ કે રજીસ્ટર્ડન મોબાઈલ નંબર પરથી જ કોઈપણ પ્રકારના વ્યવહારો શક્ય થશે.

SBI ના ગ્રાહકોએ આ સુવિધાનો લાભ લેવા માટે YONO એપને અપડેટ કરવી પડશે. તેને ગૂગલના પ્લે સ્ટોર પરથી અપડેટ કરી શકાય છે. એપને અપડેટ કર્યા બાદ ગ્રાહકોએ OTP દ્વારા વેરિફિકેશન પણ કરવાનું રહેશે. આ પછી જ તમે એપ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકશો.

નવું ફીચર એક્ટિવ કરવાની પ્રોસેસ

image source

જો એપ છે તો તેને અપડેટ કરો અને જો નથી તો તેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો. તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એપ માટે સિલેક્ટ કરો. ત્યારબાદ સ્ક્રીન પર મેસેજ જોવા મળશે જેમાં Proceed પર ક્લિક કરવું. આમ કરવાથી એસએમએસ વડે એક કોડ મળશે. જેને સ્ક્રીન પર એડ કરવો અને રજીસ્ટર પર ક્લિક કરવું. ત્યારબાદ ટર્મ એન્ડ કંડીશન એક્સેપ્ટ કરો અને ઓકે બટન ક્લિક કરો. ત્યારબાદ એક એક્ટિવેશન કોડ આવશે. આ કોડને એપમાં લખ્યા પછી એક્ટિવેશનની પ્રક્રિયા પૂર્ણ થશે. ત્યારબાદ તમે એપનો ઉપયોગ કરી શકો છો.