શા માટે એટીએમ કાર્ડની પાછળના 3 નંબર હટાવી દેવા જરૂરી હોય છે, કારણ જાણીને તમે પણ તરત જ કરશો આ કામ

જો આપ એટીએમ કાર્ડ કે પછી ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આપને કાર્ડની પાછળ લખેલ ત્રણ અંકના નંબર વિષે જાણકારી હોવી જોઈએ, કેમ કે આ દરેક ઓનલાઈન ટ્રાન્જેકશનની સૌથી મહત્વની વસ્તુ છે.

image source

આ કાર્ડની પાછળ લખેલ હોય છે અને ત્રણ અંકોનો હોય છે. એનું પૂરું નામ છે કાર્ડ વેરીફીકેશન વેલ્યુ. આપ પણ ડેબીટ કાર્ડ કે પછી ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરતા હશો. એમાં આપે જોયું હશે કે, એટીએમ કાર્ડના આગલા ભાગ પર તો ૧૬ અંકોનો નંબર લખેલ હોય છે કેટલાક કાર્ડમાં નામ અને એક્સપાયરી ડેટ પણ લખેલ હોય છે, પરંતુ કાર્ડની પાછળ એક ત્રણ અંકનો નંબર લખેલ હોય છે. કેટલાક લોકો આ
ત્રણ અંકના નંબર પર ધ્યાન આપતા છે નહી, પરંતુ આ ખુબ જ કામનું હોય છે અને એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.

image source

અહિયાં સુધી કે, આઈબીઆઈ તો કહે છે કે, જેવું જ આપની પાસે કાર્ડ આવે છે, એના બાદ આ નંબરને મિટાવી દેવો જોઈએ અને પોતાનો નંબર યાદ કરી લેવો જોઈએ. એવામાં જાણો છો કે, આ નંબરમાં શું ખાસ છે અને કેમ આ નંબરને મિટાવી દેવા માટે કહેવામાં આવે છે. આ સાથે જ જાણીશું આ નંબર સાથે સંબંધિત કેટલીક અન્ય ખાસ વાતો…..

કેમ જરૂરી હોય છે આ કોડ?

આ કાર્ડની પાછળ લખેલ હોય છે અને ત્રણ અંકોનો હોય છે. એનું પૂરું નામ છે કાર્ડ વેરીફીકેશન વેલ્યુ (Card Verification Value). આ એક પ્રકારનો કોડ હોય છે, સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ મહત્વનો હોય છે. મોટાભાગે ટ્રાન્જેકશનમાં એનું ઘણું મહત્વ હોય છે અને એના વગર ટ્રાન્જેકશન પૂરું થઈ શકતું નથી. જો કોઈને આપનો આ કોડ ખબર નહી હોય તો તેઓ તે કાર્ડ દ્વારા ઓનલાઈન પેમેંટ કરી શકશે નહી. જયારે આપ કોઈ વેબસાઈટ પરથી વારંવાર પેમેંટ કરવાની સ્થિતિમાં તે વેબસાઈટ પર પોતાની ડીટેલ સેવ કરી દે છે તો પણ ટ્રાન્જેકશન કરતા સમયે એની જરૂરિયાત પડે છે એને સેવ નથી કરવામાં આવી શકતો અને દરેક ટ્રાન્જેકશન પર એની જાણકારી આપવાની હોય છે.

image source

આરબીઆઈ દ્વારા સલાહ આપવામાં આવે છે કે, ડેબિટ કાર્ડ કે પછી ક્રેડિટ કાર્ડ મળતા જ સૌથી પહેલા સીવીવી નંબર મિટાવી દેવો જોઈએ. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી ફ્રોડ થવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે અને કાર્ડનો ફોટો કોઈની પાસે હોવાથી પણ કોઈ ઓનલાઈન માધ્યમથી એનાથી ટ્રાન્જેકશન કરી શકશે નહી.

ફ્રોડથી બચાવે છે?

image source

ટ્રાન્જેકશન આ OTPની જેમ એક સિક્યોરીટી લેયર હોય છે, કેમ કે જો કોઈની પાસે CVV ના હોય તો તે ટ્રાન્જેકશન કરી શકતા નથી. ખરેખરમાં ડીજીટલ ટ્રાન્જેકશન કરતા સમયે સીવીવી પુષ્ટિ કરે છે કે, કાર્ડધારક જ આ પેમેંટ માટે જવાબદાર છે. આપને જણાવી દઈએ કે, વર્ષ ૧૯૯૫માં આ નંબરની શરુઆત થઈ હતી અને એનાથી પહેલા ૧૧ અંકના સીવીવી હોતા હતા, જયારે હવે 3 અંકના હોય છે. એક પ્રશ્ન આ પણ છે કે, CVV નંબર કાર્ડની પાછળ કેમ લખવામાં આવે છે? ખરેખરમાં, આ પણ OTPની જેમ એક સિક્યોરીટી લેયર છે. એટલે કે, એને ગોપનીય રાખવો જરૂરી છે. જયારે આપ કોઈ સાર્વજનિક જગ્યાએ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા હોવ છો તો સામેવાળો ભાગ દેખાય છે. એટલા માટે સીવીવી નંબર પાછળ લખવામાં આવે છે કે, કોઈની એક નજરમાં આવી જાય નહી. CVV કોડ કાર્ડના પાછળના ભાગમાં
હોવાના કારણે લોકો દ્વારા કરવામાં આવતા ફ્રોડ થવાથી બચી જવાય છે.