જોઇ લો તસવીરોમાં બોલિવૂડના આ સેલેબ્સને, જેમને નવા વર્ષની શરૂઆત કરી કંઇક આ હટકે રીતે

નવા વર્ષનું સ્વાગત કર્યા અને ઉજવણી કર્યા બાદ હવે બૉલીવુડ કલાકારો પોતપોતાના કામ પર પરત ફરવા લાગ્યા છે.ઐશ્વર્યા રાય બચ્ચન પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા સાથે હૈદરાબાદ પહોંચી ગઈ છે.

image source

હૈદરાબાદ એરપોર્ટ પર ઐશ્વર્યા રાય બચ્ચન બ્લેક ડ્રેસમાં દેખાઈ. ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યા નિયમોનું પાલન કરીને માસ્ક પહેરેલા દેખાયા હતા.

Aishwarya Rai Bachchan
image source

એવુ જાણવા મળી રહ્યું છે કે ઐશ્વર્યા મણીરત્નમની ફિલ્મ પોન્નિયન સેલવનના શૂટિંગ માટે ત્યાં પહોંચી છે. એમની સાથે એમનો પરિવાર પણ ત્યાં હાજર હશે.

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan)

નવા વર્ષના સેલિબ્રેશન પછી સુપરસ્ટાર ઋત્વિક રોશન પણ શૂટ પર પરત ફર્યા છે. એની જાણકારી ખુદ ઋત્વિકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કરીને આપી. ઋત્વિકે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે બેક ઓન સેટ. ઋત્વિક આ પહેલા ફિલ્મ વોરમાં ટાઇગર શ્રોફ સાથે દેખાયા હતા. ઋત્વિક વર્ષ 2017માં તમિલ સુપરહિટ ફિલ્મ વિક્રમ વેધાની હિન્દી રિમેકની શૂટિંગ માટે પહોંચ્યા છે. આ ફિલ્મમાં ઋત્વિકની સાથે સૈફ અલી ખાન પણ હશે.

image source

જહાનવી કપૂર પણ તમિલ ફિલ્મ કોલામાવું કોકિલાની હિન્દી રિમેકના શૂટિંગ માટે પંજાબ રવાના થવાની છે. ત્યાં ફિલ્મનું શૂટિંગ બાયો બબલમાં થશે. ખબર એ છે કે ફિલ્મનું શૂટિંગ 9 જાન્યુઆરીથી શરૂ થશે અને લગભગ 45 દિવસનું શિડયુલ હશે. ફિલ્મની કહાની એકદમ તમિલની રિમેક નહિ હોય પણ હિન્દી વર્ઝન માટે એમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે.

નવા વર્ષના અવસર પર પુલકિત સમ્રાટ સાથે રોમેન્ટિક વેકેશન વિતાવ્યા પછી કૃતિ ખરબંદા શૂટ પર પરત ફરી છે. એમને પોતાના પહેલા દિવસના શૂટિંગનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. કૃતિ લખનઉમાં દેવાંશું સિંહની કોમેડી ફિલ્મ 14 ફેરેનું શૂટિંગ શરૂ કરશે.

ફિલ્મમાં કૃતિની સાથે વિક્રાંત મેસ્સી પણ હશે.

Kriti Kharbanda
image source

કોરોનાથી રિકવરી પછી રકુલપ્રીત સિંહ પણ તરત જ ફિલ્મ મેડેના શૂટિંગ માટે પહોચી ગઈ છે. ફિલ્મમાં રકુલપ્રીત સાથે અજય દેવગન અને અમિતાભ બચ્ચન પણ છે. રકુલપ્રીતે પોતાના પહેલા દિવસના શૂટનું બુમરેન્ગ વિડીયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ મેડેને અજય દેવગન ડાયરેકટ અને પ્રોડ્યુસ કરી રહ્યા છે. રકુલપ્રીતે 22 ડિસેમ્બરે જાણકારી આપી હતી કે એમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને એ ઘણી જ ખુશ છે.

Rakul Preet Singh
image source

બચ્ચન પાંડે ફિલ્મની ટીમ પણ મુંબઈથી જેસલમેર પહોંચી ગઈ છે. એક ચાર્ટર પ્લેન દ્વારા ફિલ્મના નિર્માતા સાજીદ નાળિયાદવાલા અને અરશદ વારસી, કૃતિ સેનન, પ્રતીક બબ્બર સહિત ફિલ્મના ટેક્નિશિયન જેસલમેર પહોંચ્યા છે. અક્ષય પછીથી ટીમને 6 જાન્યુઆરીએ જોઈન કરી શકે છે વર્ષ 2021 ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક નવી આશા લઈને આવ્યું છે, જ્યાં એક બાજુ ફિલ્મોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે તો સીનેમાઘરો પણ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. અમુક ફિલ્મો તો રિલીઝ પણ થઈ છે. હવે એ જોવાનું કે દર્શકો ક્યારે સિનેમાઘરોમાં એન્ટ્રી કરીને આ ન્યુ નોર્મલને અપનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત