15 હજાર રૂપિયામાં સરકાર આપી રહી છે આ ધંધો કરવાની ઉત્તમ તક, જાણી જલદી જેમાં મહિને થશે લાખોની કમાણી

અત્યારે આ કોરોના કાળમાં નોકરી મળવી ખુબ મુશ્કેલ થઈ ગઈ છે. અત્યારે આ કોરોનામાં તમે તમારો ધંધો કરીને પણ સારા એવા પૈસા કમાઈ શકો છો. તો ચાલો આજે આપણે આ લેખમાં એક બેસ્ટ બિઝનેશ વિષે જાણીએ. જેના દ્વારા આપણે આપણે લાખો રૂપિયા કમાઈ શકીએ છે. આ બિઝનેશ માત્ર તમે પંદર હજાર રૂપિયામાં જ શરુ કરી શકો છો.

image source

આજે અમે તમને સેનેટરી પેડ ના બિઝનેસ વિશે જણાવી રહ્યાં છે. સેનેટરી પેડ નો બિઝનેસ એક એવો બિઝનેસ છે કે જેની માંગ હંમેશા માટે રહે છે. આ એક એવો બિઝનેસ છે કે જેની કોઈ સીઝન નથી હોતી. સાથે જ આ બિઝનેસ કરવા માટે તમને સરકાર ની મદદ પણ મળે છે. સેનેટરી યુનિટ લગાવવા માટે તમારે તમારા ખિસ્સામાંથી માત્ર પંદર હજાર રૂપિયા કાઢવા પડશે.

સરકાર આપે છે મુદ્રા લોન :

સેનેટરી નેપકિન નો બિઝનેશ શરૂ કરવા માટે તમને સરકાર મુદ્રા સ્કીમ હેઠળ લોન આપે છે. આ બિઝનેસ થી પહેલાં તમે એક લાખ દસ હજાર રૂપિયા સુધી કમાણી કરી શકો છો, ત્યારબાદ આગામી વર્ષોમાં તમારો નફો વધતો જશે.

સરકાર આપે છે ૯૦ ટકા લોન :

image source

રોજના એકસો એંશી પેકેટનું ઉત્પાદન કરતું યુનિટ લગાવાથી એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાનો ખર્ચ થશે. એક લાખ પિસ્તાલીસ હજાર ના નેવું ટકા એટલે કે એક લાખ ત્રીસ હજાર રૂપિયાની મુદ્રા સ્કીમ અંતર્ગત લોન લઈ શકાય છે, બાકીના પંદર હજાર રૂપિયા તમારે પોતાના ખિસ્સામાંથી કાઢવા પડશે.

સેનેટરી નેપકિન નો બિઝનેસ પ્રોજેક્ટ :

image source

સરકારે સેનેટરી નેપકિન બિઝનેસ નો એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર, સેનેટરી નેપકિન યુનિટ માટે સોફ્ટ ટચ સીલિંગ મશીન, નેપકીન કોર ડાઈ, યૂવી ટ્રીટ યુનિટ, ડિફાઈબ્રેશન મશીન, કોર મોર્નિગ મશીન લગાવવું પડશે. જેનો ખર્ચ સીતેર હજાર રૂપિયા આવશે. મશીન ખરીદ્યા પછી રો-મટિરિયલ જેવા કે વુડ પલ્પ, ટોપ લેયર, બ્રેકલેયર, રિલીઝ પેપર, ગમ, પેકિંગ કવર ની વ્યવસ્થા કરવાની રહેશે. રો-મટિરિયલનો ખર્ચ છત્રીસ હજાર રૂપિયા થશે.

વર્ષમાં એક લાખથી વધુનો નફો :

image source

એક વર્ષમાં ૩૦૦ દિવસ તમારું મશીન ચાલે છે, તો લગભગ ચોપન હજાર (૧૮૦*૩૦૦=૫૪૦૦૦) સેનેટરી નેપકિન ના પેકેટનું ઉત્પાદન કરી શકો છો. આટલા પેકેટના ઉત્પાદન પર વર્ષે ૫.૯લાખ નો ખર્ચ આવશે. સેનેટરી નેપકિનના એક પેકેટનો ભાવ તેર રૂપિયા છે, તો આ હિસાબથી સાત લાખ રૂપિયા મળે તો ૫.૯ લાખ રૂપિયા ના ખર્ચ પાછળ સાત લાખ રૂપિયા મળે તો એક લાખ કરતા વધુ નો ચોખ્ખો નફો દર વર્ષે થાય.

નાના રૂમ થી કરી શકો છો આ બિઝનેસની શરૂઆત :

image source

આ બિઝનેસને શરૂ કરવા માટે કોઈ મોટી ફેક્ટરી કે શેડ ની જરૂર પડતી નથી. આ બિઝનેસ તમે એક નાના રૂમમાં પણ શરૂ કરી શકો છો. જો તમે સેનેટરી નેપકિન નો બિઝનેસ કરવા માંગો છો તો તમે માત્ર સોળ બાઈ સોળ ફૂટના રૂમમાં પણ આ બિઝનેસ શરૂ કરી શકો છો.