આ અભિનેત્રીને પીનટ બટર ખાવાથી થયુ બ્રેન ડેમેજ, તો કોર્ટે આપ્યું આટલા કરોડનું વળતર, આંકડો તો જાણો

હેલ્થ કોન્સિસય લોકો જંકફૂડ તો ખાતા હોય છે પણ હેલ્ધી ફૂટને ફેટવાળુ ગણાવીને તેનાથી અંતર બનાવી રાખે છે. જેમાંનું એક છે પીનટ બટર. આ બટર વજન વધવા માટે જવાબદાર ગણાવીને લોકો તેને આરોગતા નથી. પીનટ બટરમાં ફેટ હોય છે તેની ના નથી પણ
પોલિઅસેચ્યરેટેડ અને મોસ્ચ્યુરાઈઝેડ ફેટ હોય છે, જેને હેલ્ધી ફેટ ગણવામાં આવે છે. પીનટ બટર બેડ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવાની સાથે જ તેમાં તેમાં કેટલાક એવા કેન્ટેન્ટ્સ પણ હોય છે જે  હોર્મોન્સ, વિટામિન અને ટેસ્ટોટોરેન અને વિટામિન D માટે ઉપયોગી છે. અમેરિકાના લાસ વેગાસની અદાલતે એક્ટ્રેસ અને મોડલ શાંટેલ ગ્યાકેલોનને 220 કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે. શાંટેલ ગ્યાકેલોન છેલ્લા 8 વર્ષથી પેરાલાઇઝ્ડ છે અને માતા-પિતાના ડાઇનિંગ રૂમમાં એક બેડ પર પોતાની જિંદગી પસાર કરી રહી છે.

પીનટ બટરથી એલર્જી

image source

ફોક્સ ન્યૂઝની એક ખબર અનુસાર શાંટેલ પીનટ બટર અને બિસ્કીટ ખાધા બાદ બ્રેન ડેમેજનો શિકાર બની હતી. તેની જ એક સાથીએ બિસ્કીટ ખવડાવ્યુ હતુ. આ વાત 2013ની છે અને તે સમયે શાંટેલ લાસ વેગાસ શહેરમાં જ મેજીક ફેશન ટ્રેડ શોમાં મોડલિંગ કરી રહી હતી.

શોકમાં જતી રહી શાંટેલ

image source

શાંટેલ ગ્યેકેલોનને આ સમસ્યા એટલા માટે થઇ કે તેને પીનટ બટરથી એલર્જી હતી. જેના કારણે તે એનાફાયલેક્ટિક શોકમાં જતી રહી હતી. કોઇ માણસને એલર્જીના રિએક્શન બાદ એનાફાયલેક્ટિક શોકની સ્થિતિ બની જાય છે. આ એક દુર્લભ મામલો છે અને તેનો ઇલાજ બધી જગ્યાએ નથી મળતો. આ સ્થિતિમાં માણસને તરત જ epinephrine નામની દવા મળવી જોઇએ પરંતુ શાંટેલને આ દવા તરત નહોતી મળી શકી.

સમય પર ન મળ્યો ઇલાજ

image source

કોર્ટે શાંટેલના વકીલની તે દલીલને સ્વીકારી કે શાંટેલને સમય પર જે દવાઓ અને મેડિકલ સુવિધાઓ મળવી જોતી હતી તે ન મલી. તેના કારણે તેની સ્થિતિમાં સુધાર ન થયો. તે છેલ્લા 8 વર્ષથી બેડ પર છે. તેના પિતાનું કહેવુ છે કે આ પૈસાથી શાંતેલની સારવાર થઈ શકે, કે તે આગામી 15-20 વર્ષ સુધી સારવારને ચાલુ રાખી શકે. તેમણે કહ્યું કે, તેની પુત્રી તેમના માટે બધુ છે. તેવામાં તે પોતાની પુત્રીની સારવાર માટે તમામ પ્રયાસ કરશે.

હોર્મોનલ પ્રક્રિયાનો હિસ્સો છે epinephrine

image source

શાંટેલને જે સમસ્યા આવી, તેનું એક કારણ એલર્જી રિએક્શન બાદ ખંજવાળ અને નાકમાંથી પાણી જેવી સામાન્ય વસ્તુ રહી. પરંતુ તેના કારણે ઘણીવાર એનાફાયલેક્સિસ પણ થઈ શકે છે. જેમાં બ્લડ પ્રેશર ઝડપથી ઘટે છે. શરીરમાં ઓક્સિજનની માત્રા ઘટી જાય છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આ પરિસ્થિતિને કારણે ઘમા લોકોના મોત પણ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!