સૌરાષ્ટ્રના રસોઈયા બનાવે મુકેશ અંબાણીને ત્યાં રસોઈ, લાખોમાં મળે છે પગાર

મુકેશ અંબાણી માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ છે. રિલાયન્સ ચીફ તેમની વ્યવસાયિક સમજ તેમજ તેમની જીવનશૈલી માટે જાણીતા છે. ચાલો આપણે મુકેશ અંબાણીને લગતી કેટલીક બાબતો જાણીએ, જેઓ તેમના ઘર એન્ટિલિયામાં કામ કરતા લોકોને લાખોમાં પગાર આપે છે.

image source

મુકેશ અંબાણી શુદ્ધ શાકાહારી છે. તે દારૂ અને માંસાહારી ખોરાકથી દૂર રહે છે. મુકેશ અંબાણી વિશે વાત કરતા, ઘણા મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે તે સવારે સૌથી પહેલા જ્યુસ પીવે છે અને કેટલાક ડ્રાયફ્રૂટ્સ ખાય છે. સવારના નાસ્તામાં, તેને દહીં સાથે પપૈયાનો રસ, દલિયા અથવા મિસી રોટલી ગમે છે.

મુકેશ અંબાણીના આહારમાં રોટલી, ચોખાના દલિયા, ખીચડી અને કચુંબર સામેલ છે. તે ગુજરાતી વાનગીઓ ખુબ પસંદ કરે છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના રસોઈયાનો પગાર 2 લાખ રૂપિયાની નજીક છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, તેના રસોઈ સ્ટાફમાં સૌરાષ્ટ્ર અને નેપાળના રસોઈયા સામેલ છે.

image source

એન્ટિલિયામાં 600 જેટલા નોકરો કામ કરે છે. એવું કહેવામાં આવે છે કે મુકેશ અને નીતા અંબાણી તેમના સ્ટાફને પરિવારની જેમ રાખે છે. તે જાણીને કોઈ પણને પણ આશ્ચર્ય થશે છે મુકેશ અંબાણીના ઘરે કામ કરતા નોકરના બે બાળકો અમેરિકામાં ભણે છે. એન્ટિલિયામાં કામ કરતા કોઈપણ સ્ટાફનો પગાર 2 લાખ રૂપિયાથી ઓછો નથી. આનો અર્થ છે કે અંબાણીના કૂકને પણ દર મહિને 2 લાખ રૂપિયા મળે છે. સ્ટાફના પગારમાં શિક્ષણ ભથ્થું અને જીવન વીમા પણ શામેલ છે.

image source

જો તમે વિચારી રહ્યા છો કે રસોઈયા 2 લાખ રૂપિયાના પગારમાં દુનિયાભરની ખાસ વાનગીઓ બનાવશે, તો તમે ખોટા છો. મુકેશ અંબાણીને સાદો ખોરાક પસંદ છે. મુકેશ અંબાણી માટે પરંપરાગત ગુજરાતી વાનગી મોટાભાગે બનાવવામાં આવે છે.

image source

મુકેશ અંબાણી પણ ઇડલી સંભારને પસંદ કરે છે. મુકેશ અંબાણી પોતે પણ રસોઇ બનાવવાનું પણ જાણે છે. નીતા અંબાણીએ કહ્યું હતું કે તેમની પુત્રી તેના ઘરમાં શ્રેષ્ઠ રસોઈ બનાવે છે.

image source

તો બીજી તરફ તાજેતરમાં મુકેશ અંબાણીએ 44મી એજીએમમાં કેટલીક મહત્વની જાહેરાત કરી છે, તેમણે કહ્યું કે, આરઆઈએલે એક વર્ષમાં સૌથી વધારે મૂડી મેળવી અને જિયો પ્લેટફોર્મ દેશનું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું કે, આઈઆઈએલ બોર્ડમાં ARAMCO ચેરમેનનું સ્વાગત છે.

image source

આ ઉપરાંત ગૂગલ અને રિલાયન્સે મળીને જિયોફોન નેકસ્ટ ફોન ડેવલપ કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ ફોન 10 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીથી માર્કેટમાં ઉપલબ્ધ થશે. નોંધનિય છે કે, જિયોફોન નેક્સ્ટ ફૂલી ફીચર્ડ સ્માર્ટ ફોન છે. જે ગૂગલ અને જિયોની તમામ એપ્સને સપોર્ટ પણ કરશે. આ ઉપરાંત ભારતીય બજાર માટે ખાસ બનાવવામાં આવેલા આ સ્માર્ટફોન પર યૂઝર્સ ગૂગલ પ્લે પરથી એપ્સ ડાઉનલોડ કરી શકે છે. આ ફોન વિશ્વનો સૌથી સસ્તો ફોન હોવાની વાત મુકેશ અંબાણીએ કરી હતી. નોંધનિય છે કે, સ્માર્ટફોનમાં બેસ્ટ કેમેરા અને એન્ડ્રોઈડ અપડેટ પણ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!