7 વર્ષના ટેણિયાએ એ રીતે ગેમ રમી કે ઘરે આવ્યું 1.3 લાખ રૂપિયાનું બિલ, પિતાને કાર વેચવાનો વારો આવ્યો

બ્રિટનમાં એક પિતાને તેની ફેમિલી કાર વેચવાની ફરજ પડી હતી. કારણ કે તેના 7 વર્ષના પુત્રએ ફોન પર માત્ર 1 કલાકની રમત રમીને iTunesનું બિલ 1800 ડોલર (લગભગ 1 લાખ 33 હજાર રૂપિયા) બનાવ્યું હતું. હકીકતમાં, 7 વર્ષના Ashaz Mutasaએ રમત Dragons: Rise of Berk રમતી વખતે ઘણા ખર્ચાળ ટોપ-અપ્સ ખરીદ્યા હતા. જ્યારે Ashaz Mutasaના 41 વર્ષીય પિતા મોહબબાદને તેની જાણ થઈ, ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. હાલમાં સમય એવો છે કે પેરેન્ટ્સના મોબાઈલમાં બાળકોને ગેમ્સ રમવાની આદત હોય છે, પરંતુ આ આદતને કારણે જો લાખોના બિલનું ફડફડિયું આવી જાય તો કોઈને પણ ઝાટકો લાગી શકે છે.

image source

ઈંગ્લેન્ડના એક પિતાને આવો ખરાબ અનુભવ થતા હવે ચારેકોર કિસ્સો ચર્ચામાં આવ્યો છે. અશઝ મુત્ઝા નામનો 7 વર્ષનો ટેણિયો તેના પિતાના આઈફોનમાં આઈટ્યુન પર ટોપ અપ્સ ગેમ રમી રહ્યો હતો. આ ગેમનું બિલ $1,800 (આશરે 1.3 લાખ રૂપિયા) આવતાં પિતાની આંખો ફાટી ગઈ.

image source

કહેવામાં આવે છે કે બાળકે તેના પિતાના ફોન પર માત્ર 1 કલાક જ ગેમ રમી હતી. તે ‘Dragons: Rise of Berk’ નામની ગેમ રમી રહ્યો હતો. આ ગેમમાં $2.70 to $138 રેન્જના ટોપ અપ અવેલેબલ હતા. મસ્તીમાં ગેમ રમી લીધી, પરંતુ તેનાં મસમોટાં બિલનો મેલ તેના પિતાને આવ્યો. આ રકમ એટલી મોટી હતી કે અશઝના પિતાએ ફેમિલી કાર વેચવી પડી.

image source

જો આ કેસ વિશે વિગતે વાત કરવામાં આવે તો અશઝના પિતાને અનેક વાર આ પ્રકારના બિલના મેલ આવ્યા હતા, પરંતુ તેમને લાગ્યું કે આ કોઈ સ્કેમ હશે અને તેને ઈગ્નોર કર્યા. જોકે બિલની બધી અમાઉન્ટ ભરવાને બદલે મોહમ્મદે એપલ કંપનીને ફરિયાદ કરી અને રિફંડની માગણી કરી. ટોટલ અમાઉન્ટમાંથી કંપનીએ $287 (આશરે 21,300 રૂપિયા)નું રિફંડ કર્યું.

image source

બાકીના પૈસાની ચૂકવણી માટે મોહમ્મદે તેની ટોયોટા કાર વેચવી પડી. આ વિશે વાત કરતાં અશઝના પિતા જણાવે છે કે, મને નહોતો ખ્યાલ કે ગેમ રમીને કોઈ બાળક આટલી મોટી રકમની ખરીદી શકે છે. ગેમ હારી જવાના ડરને કારણે વારંવાર અશઝે ‘પર્સેઝ’ પર ક્લિક કર્યું અને એ રીતે બિલ ચડતું ગયું. પછી આખરે જ્યારે લાખોનું બિલ ચડ્યું ત્યારે મારું ધ્યાન ગયું અને હવે કાર વેચવાનો વારો આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!