મંડપમાં બેસીને કેમેરામેન સામે જોઈ દુલ્હને કર્યો આવો ઈશારો, ધ્યાન પડતાં આખી જાન દંગ રહી ગઈ!

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ દુલ્હનનો વીડિયો જોઇને તમે પણ ચોંકી જશો. આ વીડિયોમાં વરરાજા લગ્ન મંડપમાં બેઠલો દેખાઈ છે. ધાર્મિક વિધિઓ લગભગ શરૂ થઈ ગઈ છે અને તે દરમિયાન જ દુલ્હન કેમેરાની તરફ જોઈને તે વ્યક્તિને તેના ચહેરા પરથી જુદા જુદા પોઝ આપવાનું શરૂ કરે છે. આજ સુધી સામાન્ય રીતે આપણે જોતા આવ્યા હતા કે જ્યારે એક દુલ્હન લગ્ન મંડપમાં બેઠી હોય ત્યારે તે મૌન રહે છે અને શાંતીથી બેસેલ હોય છે. પરંતુ હવે થોડા સમયથી આ બધુ થોડું બદલાયું છે. દુલ્હન નાચતા નાચતા બારાત સુધી જાય છે અને બિંદાસ લગ્નની મજા લઈ રહેલ વરવધૂ જોવા મળે છે.

शादी के बीच दूल्हे के साथ बैठी दुल्हन ने कैमरे की ओर देखकर किए ऐसे इशारे, देखकर चौंक जाएंगे आप - देखें Video
image source

લોકો શું કહેશે તે વિચાર્યા વિના મુક્ત રીતે હસતી બોલતી જોડી જોવા મળે છે. ઘણીવખત તો મંડપમાં બેઠાબેઠા વરવધૂ મસ્તી કરતાં જોવા મળે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ આ દુલ્હનનો વીડિયો પણ કઈક આવો જ છે. લગ્ન સમયે દરેક કન્યા કેમેરાની સામે સારી દેખાવા માંગે છે. તેથી જ તે તમામ પ્રકારના પોઝ આપતી રહે છે.

image source

પરંતુ અહીં કેમેરાની સામે આ દુલ્હન દ્વારા કરવામાં આવેલા હાવભાવ જોઈને બધાને આશ્ચર્ય થયું. શરૂઆતમાં જ્યારે તેણે કેમેરામેન સામે આવા પોઝ આપવાના શરૂ કર્યાં ત્યારે સમજાયું નહી કે તું શું કહી રહી છે.

image source

આ પછી પાછળથી બહાર આવ્યું છે કે તેણી તેના ચહેરા પરથી અલગ અંદાજમાં નખરા કરી રહી હતી જેથી તેનો ફોટો સારો આવે. વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલીકવાર તે પોતાની આંખોને આમ તેમ મટકાવી રહી હતી અને તે પાઉટ કરતી હતી. આ સાથે તે પોતાના હાથથી વિકટરી સાઇન પણ બનાવે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે આ દરમિયાન ‘હાય રામા યે ક્યા હુઆ’ ગીત બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું હોય છે. દુલ્હનનો આ અંદાજ હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ આ વાયરલ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર official_niranjanm87 યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેને અત્યાર સુધીમાં 1000થી વધુ લાઇક્સ મળી છે. જ્યારે કેટલાક લોકો આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યાં છે. બીજી તરફ ઘણાં એવા પણ લોકો છે જે આ વીડિયો જોઇને ખુબ હસી રહ્યાં છે. કોમેન્ટ સેક્શનમાં કોઈએ કહ્યું છે કે આ કન્યાએ તેના લગ્નમાં આવા પોઝ ન કરવા જોઈએ, તો એક યૂઝરે લખ્યું છે કે દુલ્હને જે કર્યું તેમાં કંઇ ખોટું નથી. તેણીને તેના લગ્નની મજા માણવાનો પણ અધિકાર છે. આમ જોવા જઈએ તો પોતાનાં લગ્નમાં આનંદ કરવો તે કોઈ ખરાબ વસ્તુ નથી. જો કે લગ્ન મંડપમાં બેઠેલી આ કન્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી.