આ રીતે ઝડપથી ઘરે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સને કરી શકશો આધાર સાથે લિંક, જાણી લો પ્રોસેસ

ડ્રાઈવિંગ લાયસન્સને આધાર સાથે લિંક કર્યા બાદ નકલી અને એકથી વધારે લાયસન્સ રાખનારા પર કાર્યવાહી કરાશે. આ સિવાય તેનાથી ભ્રષ્ટાચારને દૂર કરવામાં પણ મદદ મળશે અને કામમાં પારદર્શિતા આવશે.

image source

દેશમાં આધાર કાર્ડ હવે એટલું જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે કે તેની સાથે અન્ય દસ્તાવેજને લિંક કરવાનું અનિવાર્ય બન્યું છે. પછી તમારું પાન કાર્ડ હોય કે ડ્રાઈવિંગ લાયસન્સ. તેને લિંક કર્યા બાદ તેની સાથે જોડાયેલા કામ સરળતાથી થઈ શકે છે. હવે સવાલ એ છે કે કોરોનામાં ડ્રાઈવિંગ લાયસન્સને આધારની સાથે લિંક કેવી રીતે કરાવવું. તો સવાલનો જવાબ અમારી પાસે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ સરળ પ્રોસેસ કે જેની મદદથી તમે ઘરે બેઠા ડ્રાઈવિંગ લાયસન્સને આધાર સાથે લિંક કરાવી શકો છો.

આ રીતે ડ્રાઈવિંગ લાયસન્સને આધાર કાર્ડની સાથે કરો લિંક

image source

લાયસન્સને આધાર કાર્ડની સાથે લિંક કરવા માટે સૌ પહેલા સ્ટેટ પરિવહન વિભાગની વેબસાઈટ પર જાઓ.

અહીં લિંક આધાર પર ક્લિક કરીને ડ્રોપ ડાઉન મેનૂમાં ડ્રાઈવિંગ લાયન્સને પસંદ કરો.

આટલું કર્યા બાદ તમારા ડ્રાઈવિંગ લાયસન્સ નંબર નાંખો અને સાથે ગેટ ડિટેલ્સ પર ક્લિક કરો.

અહીં તમારા 12 અંકનો આધાર નંબર અને મોબાઈલ નંબર નાંખો.

આ પ્રોસેસને પૂરી કરવા માટે સબમિટ પર ક્લિક કરો.

image source

આટલું કર્યા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે.

હવે ઓટીપી નાંખીને ડ્રાઈવિંગ લાયસન્સને આધારને લિંક કરીને પ્રોસેસને પૂરા કરો.

નિયમોમાં આવ્યો છે મોટો ફેરફાર

image source

ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટેના સારા સમાચાર મળ્યા છે. હવે તમને ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાની ઝંઝટમાં મોટી રાહત મળશે. મંત્રાલયે માન્યતા મેળવેલી જગ્યાઓએથી ટેસ્ટ આપવાની રહેશે. અહીઁથી તમારે સર્ટિફિકેટ લેવાનું રહેશે. આ સેન્ટર 1 જુલાઈથી 2021 સુધી શરૂ કરાશે. હાલમાં એક રિપોર્ટમાં જોવા મળ્યું છે કે દેશમાં 22 લાખ ડ્રાઈવરોની અછત છે. અહીં ટ્રેનિંગ પૂરી થયા બાદ તેમનો ટેસ્ટ લેવાશે અને સર્ટિફિકેટ લેવામાં આવશે. ટેસ્ટ વિના જ સરળ રીતે તમારું લાયસન્સ મળી જશે.