સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો, ધારાસભ્ય ગાંધીનગર ખાતેના ક્વાટરમાં યુવતી સાથે…

ગુજરાત ભાજપના એક ધારાસભ્ય સામે એક દલિત યુવતીએ ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતીઓ સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને ઉત્તર ગુજરાતના ધારાસભ્ય સાથે પોતાને શારીરિક સંબંધો હોવાના આક્ષેપ કર્યા છે. યુવતીએ કરેલા આક્ષેપો અનુસાર આ ધારાસભ્યેએ ગાંધીનગર ખાતેના એમએલએ ક્વાર્ટરમાં લઈ જઈ શારિરીક સુખ માણ્યું હતું.

સમાધાન કરવા માટે કહ્યું

image source

તો બીજી તરફ વાત વધુ આગળ વધતા યુવતીએ કહ્યું કે, તેમના ઘરે એક ભાજપના કાર્યકર આ ધારાસભ્ય વતી આવ્યા હતા અને સમાધાન કરવા માટે કહ્યું હતુ. આ યુવતીએ તેમ પણ કહ્યું કે, જો તેમને અથવા તેમની પુત્રીને કંઈ પણ થશે તો તેના જવાબદાર આ ધારાસભ્ય અને ભાજપનો કાર્યકર હશે. આ ઉપરાંત યુવતી દલિત સમાજમાંથી આવતી હોવાની વાત સામે આવી છે અને તેમણે દલિત માજને પણ પોતાની મદદ કરવાની અપીલ કરી છે. હાલમાં આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે.

હની ટ્રેપમાં ફસાયા હતા ભાજપના નેતા

image source

તમને જણાવી દઈએ કે આ કોઈ પહેલી ઘટના નથી જેમા ભાજપના કોઈ નેતાનું નામ યુવતી સાથે આવ્યું હોય. આ પહેલા પણ આવી ઘટના બની ચુકી છે. નોંધનિય છે કે થોડા સમય પહેલાં ઉત્તર ગુજરાતના જ એક એમએલએ હની ટ્રેપમાં ફસાયા હતા. તમને જણાવી દઈએ કે આ ધારાસભ્ય અને એક યુવતી વચ્ચે ગાઢ સંબંધો હતા અને તેઓ એકબીજા સાથે ઘણા લાંબા સમયથી ફ્રેન્ડશીપ હોવાની વાત સામે આવી હતા, જો કે વાત તો ત્યા સુધીની સામે આવી છે કે આ યુવતીએ ધારાસભ્ય સાથે માણેલી અંગત પળોના વીડિયો અને ફોટો શૂટ કરી લીધા હતા ત્યારે બાદ તેમની પાસેથી પચીસ લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની ચર્ચા છે.

image source

નોંધનિય છે કે આ પહેલા કચ્છ વિસ્તારના નેતાઓ સામે પણ આવા આક્ષેપો સામે આવ્યા હતા.

વઠવાણ ખાતે ભાજપના યુવા નેતા ફોટો વાયરલ

image source

તમને જણાવી દઈએ કે આ પહેલા વઠવાણ ખાતે ભાજપના એક યુવા નેતાના કેટલીક યુવતીઓ સાથે બિભત્સ ફોટો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. તમને જણાવી દઈએ કે વઢવાણ શહેર યુવા ભાજપના મંત્રીના યુવતીઓ સાથના ફોટો વાયરલ થયા બાદ સમગ્ર રાજ્યાનાં ચકચાર મચી જવા પામી હતી. તમને જણાવી દઈએ કે આ ફોટા વોટસએપમાં ‘ગરવી ગુજરાત બીજેપી ગુજરાત’ નામના ગ્રુપમાં વાયરલ થયા હતા.જો કે ત્યાર બાદ આ ફોટાને ડિલિટ પણ કરી દેવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!