વારંવાર તમારી કારની બેટરી થઇ જાય છે ડિસ્ચાર્જ? તો બસ કરી લો આ નાનકડું કામ, જાણી લો કામની ટિપ્સ

દરેક બેટરીની લાઈફ ત્રણથી ચાર વર્ષની જ હોય છે. આમ તો બેટરી કંપનીઓ પાંચ વર્ષની વોરંટી આપતી હોય છે પરંતુ પાંચ વર્ષ પુરા થાય તે પહેલા જ તેમાં ફોલ્ટ પડવાનું શરુ થઇ જાય છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે બેટરીની લાઈફ કઈ રીતે વધારી શકાય તે બાબતે ચર્ચા કરીશું.

image source

એક કારણે લાંબી આવરદા માટે તેના દરેક પાર્ટને મેન્ટેનેસની જરૂર પડે છે. પછી ભલે તે કારની સાફસફાઈ બાબતે હોય કે કારની બેટરી બાબતે. કારમાં બેટરીનો બહુ મહત્વનો ભાગ હોય છે. કારમાં બેટરી ઠીકઠાક હોવી પણ જરૂરી છે કારણ કે જો બેટરી બરાબર અને ઠીક નહિ હોય તો ડિસ્ચાર્જ જેવી સમસ્યા ઉભી થવાની શક્યતા રહે છે. ગરમીના દિવસોમાં બેટરીની સંભાળ લેવી ખાસ જરૂરી બની જાય છે. ત્યારે અમે અહીં બેટરીની લાઈફ વધારવા માટે અમુક ટિપ્સ જણાવી રહ્યા છીએ જે નિશ્ચિત રીતે તમને ઉપયોગી થશે.

બેટરી ટર્મિનલને સમયાંતરે ચેક કરો

અઠવાડિયામાં એક વખત બેટરીના ટર્મિનલને ચેક કરો કારણ કે ઘણી વખત ટર્મિનલ પાસે પાસે એસિડ જમા થઇ જાય છે જેને સાફ કરવું જરૂરી બની જાય છે. બેટરીમાં પાણી હોય કે નહિ તેની પણ નિયમિત રીતે તપાસ કરતા રહેવું જોઈએ.

ગ્રીસ ન લગાવવું

image source

મોટાભાગે એવું બનતું હોય છે કે લોકો બેટરી ટર્મિનલ આસપાસ ગ્રીસ લગાવતા હોય છે. પરંતુ અસલમાં તે તમારી બેટરીને ખરાબ કરી શકે છે. હા, ગ્રીસની જગ્યાએ પેટ્રોલિયમ જેલી કે રોજબરોજ ઉપયોગમાં આવતું વેસેલીનનો ઉપયોગ કરી શકાય છે અને બેટરી ટર્મિનલને સાફ રાખવું.

બેટરી બદલવાનો ખરો સમય

બેટરીની લાઈફ ત્રણ થી ચાર વર્ષ સુધીની હોય છે, આમ તો કંપનીઓ બેટરી પર પાંચ વર્ષની વોરંટી આપતી હોય છે પરંતુ પાંચ વર્ષ પુરા થતા પહેલા જ તેમાં ફોલ્ટ આવવાનું શરુ થઇ જાય છે.

એન્જીનની સારસંભાળ પણ છે જરૂરી

image source

ગાડી વધુ ચાલવાથી ગાડી ગરમ થવા લાગે છે અને તેની અસર કારની બેટરી પર પણ પડે છે. આવી સ્થિતિમાં બેટરીનું પાણી જલ્દી સુકાઈ જાય છે જેના કારણે બેટરી જલ્દી ઓક્સીડાઈઝડ થઇ જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળળવા માટે ગાડીને થોડા થોડા સમયે આરામ આપવો પણ જરૂરી છે.

આરામથી ગાડી ચલાવો

image source

તમારે એ સમજવું જોઈએ કે કાર એક મશીન છે અને મશીનને જેટલી સારી રીતે ઉપયોગમાં લેવામાં આવે તેટલું જ તે સારું પરિણામ આપશે. જે લોકો રેસની જેમ પુરપાટ ગાડી ચલાવતા હોય છે તે લોકોની કારમાં બેટરી પણ અન્ય કારની સરખામણીએ પહેલા ખરાબ થઇ જાય છે. આ માટે ગાડી હંમેશા માધ્યમ ગતિએ અને સારા રસ્તા પર ચલાવવી હિતાવહ છે.