કાળી ચૌદશના દિવસે પહેરો આ પાંચ પ્રકારના ડ્રેસ, જે તમને આપશે સૌથી શાનદાર લુક

પાંચ દિવસોના દીપોત્સવના બીજા દિવસે કાળી ચૌદશ હોય છે. કાળી ચૌદશ અશુદ્ધિઓને તન, મન અનવ ઘરમાંથી બહાર કાઢવાનો દિવસ છે. તહેવારના દરેક દિવસે ખુદને એક અલગ લુક આપીને તમે દિવાળી ઉત્સવને ખાસ બનાવી શકો છો. એવામાં.તમે કાળી ચૌદશના દિવસે પણ ખુદને ખાસ રીતે ડ્રેસ અપ કરો. તમારા કપડાં ભલે બહુ ભારે ન હોય પણ ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ હોવા જોઈએ.આમ તો તહેવાર માટે તૈયાર થવાનું છે તો એથનીક કપડાં સૌથી વધુ યોગ્ય છે. પણ જો તમે ઇચ્છો તો કેઝ્યુઅલ કપડાં કે વેસ્ટર્ન વેરને ટ્રેડિશનલ ટચ આપીને કંઈક અલગ અને નવો લુક કેરી કરી શકો છો. સૌથી પહેલા તો એ જાણી લો કે કાળી ચૌદશના દિવસે ક્યાં રંગના કપડાં પહેરવામાં આવે છે? એ હિસાબે તમે તમારા ડ્રેસની પસંદગી કરી શકો છો. તમારે સંપૂર્ણપણે ટ્રેડિશનલ લુક કરવા માંગો છો કે વેસ્ટર્ન કપડાને પારંપરિક ટચ આપવા માંગો છો, એનો નિર્ણય તમે અહીંયા આપેલ ડ્રેસ સ્ટાઈલને જોઈને સરળતાથી લઈ શકો છો. તો ચાલો જાણી લઈએ કાળી ચૌદશના દિવસે શાનદાર લુક માટે પહેરો ક્યાં પ્રકારના કપડાં

એથનીક ટોપ કે જેકેટ સાથે સ્કર્ટ.

image soucre

હાલના દિવસોમાં એથનીક ટોપ ટ્રેંડમાં છે. તમે એથનીક ટોપ સાથે પેન્ટ, પ્લાઝો, કેપ્રિ કે લોન્ગ સ્કર્ટ કેરી શકો છો. જો ઈચ્છો તો પ્લેન ટોપ કે ટી શર્ટ સાથે તમે જયપુરી સ્ટાઇલ કોટી કે જેકેટને પણ પેર કરી શકો છો. એમ તમારો લુક સ્ટાઈલિશ દેખાવાની સાથે પારંપરિક પણ લાગે છે.

ફ્રોક કુર્તી સ્કર્ટ કે પ્લાઝોની સાથે

image soucre

ફ્રોક સ્ટાઇલ કુર્તી હાલના દિવસોમાં ટ્રેંડમાં છે. કલીદાર કુર્તીની સાથે પ્લાઝો, સ્કર્ટની તમે પેર કરી તમારા લુકને સ્ટાઈલિશ અને આરામદાયક બનાવી શકે છે. આ રીતના ડ્રેસ આરામદાયક હોય છે અને ટ્રેન્ડી લુક આપે છે.

સરારા સાથે ક્રોપ ટોપ

image soucre

સરારા સાથે ટોપ પણ ટ્રેંડમાં છે. ક્રોપ ટોપ, પેપલ્મ ટોપ કે ચોલીને તમે સરારા સાથે પેર કરી શકો છો. આ ડ્રેસિંગ સ્ટાઇલ પમ તમને ફેશનેબલ બતાવવાની સાથે જ તહેવારોમાં આકર્ષક લુક પણ આપશે.

સાડી

image soucre

દિવાળી ઉત્સવમાં ભારે કપડાને બદલે હળવા અને સ્ટાઈલિશ કપડાં પહેરો. સાડી કોઈપણ અવસર પર મહિલાઓને પ્રભાવી લુક આપે છે. તમે કાળી ચૌદશના દિવસે ઓર્ગેઝા, શિફોન કે અન્ય હળવી સાડી પહેરી શકો છો