કરિનાના ચહેરા પર જોવા મળ્યો પ્રેગનન્સી ગ્લો, શેર કરી નો-મેકઅપ તસવીર, જોઇ લો તસવીરમાં આ દિવસોમાં કેટલી સ્માર્ટ લાગે છે

કરીના કપૂરની પ્રેગ્નન્સીને થયા 5 મહિના, ત્યારે અભિનેત્રીએ નો-મેકઅપ લૂકમાં પોસ્ટ કરી આ સુંદર તસ્વીર, કરીનાએ પોતાની નણંદ સોહા અલી ખાનને પ્રેમ ભરી રીતે પાઠવી જન્મ દિવસની શુભકામનાઓ

 

View this post on Instagram

 

A post shared by KK (@therealkarismakapoor) on

કરીના કપૂર ખાન હાલ પોતાની બીજી ગર્ભાવસ્થાના કારણે સમાચારમાં રહે છે. તેણી નિયમિત રીતે પોતાના સોશયિલ મિડિયા અકાઉન્ટ પર તસ્વીરો તેમજ વિડિયો શેર કરતી રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં જ એક તસ્વીર પોતાના ઓફિશિયલ ઇસ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે, જ્ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં કરીના કપૂર ખાન મેકઅપ વગર જોવા મળી છે. તેણીએ તસ્વીર શેર કરતાં એ પણ જાણકારી આપી છે કે તેણીની બીજી પ્રેગ્ન્ન્સીને 5 મહિના પૂરા થઈ ગયા છે.

image source

કરીના કપૂર ખાને આ તસ્વીરને શેર કરતાં તેના કેપ્શનમાં લખ્યું છે, 5 મહીના પૂરા અને મજબૂત થઈ રહી રહી છું. આ તસ્વીર પર કરીના કપૂરના ફેન્સે ઘણા બધા રિએક્શન આપ્યા છે. કરીનાની આ તસ્વીરને એક જ દિવસની અંદર અંદર જ 6.47 લાખ લાઇક્સ મળી ચુકી છે.

તસ્વીરમાં તમે જોઈ શોક છો કે તેણે તેણીનું ફેવરીટ કમ્ફર્ટેબલ આઉટફીટ કફ્તાન પહેર્યું છે. તેણીએ ગ્રે-બ્લેક-વ્હાઇટ ચેક્સવાળુ કફ્તાન પહેર્યું છે. અને તે પોતાના આંગણામાં રિલેક્સ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

તમને જણાવી દઈએ કે કરીના કપૂર ખાનની ફેન ફોલોઇંગ એટલી હદે વધી ગઈ છે કે ઇન્સ્ટાગ્રામ પર આવતા જ તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં થઈ ગઈ હતી. અભિનેત્રી હંમેશા પોતાની તસ્વીરો તેમજ વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરતી રહે છે. કરીનાના વર્ક ફ્રંટની વાત કરીએ તો કરીના કપૂર થોડા જ સમયમાં આમિર ખાન અભિનિત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. આમિર સાથે તેણીની આ ફિલ્મ ક્રિસ્મસ પર રિલિઝ થશે. આ ઉપરાંત થોડા મહિનાઓ પહેલાં જ કરીનાની અંગ્રેજી મિડિયમ પણ રિલિઝ થઈ હતી, આ ફિલ્મમાં બોલીવૂડના જાણીતા અભિનેતા ઇરફાન ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. દુઃખની વાત છે કે તેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા.

કરીનાએ નણંદ સોહા અલી ખાન માટે લખ્યો આ સુંદર મેસેજ

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

ગઇ કાલે એટલે કે રવિવાર, 4-ઓક્ટોબરે સોહા અલી ખાનના બર્થડેના ખાસ અસર પર કરીનાએ પોતાની અને સોહાની એક બ્લેક એડ વ્હાઇટ તસ્વીર શેર કરતા એક પ્રેમ ભર્યો મેસેજ લખ્યો છે. જે હાલ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કરિનાએ લખ્યું છે – મઝાકિયા, શાંત, બુદ્ધિવાન, ઉજ્જવળ, પ્રેમાળ, પ્રેમ, સુંદર, સહાયક, પરિવારનો મજબૂત સ્તંભ, ઇનાયાની માતા, સૈફુ અને સબાની બહેન અને મારી સુંદર નણંદ. તમને જન્મ દીવસની ખૂબ બધી શુભેચ્છાઓ.

image source

તમને જણાવી દઈએ કે કરીના અને સોહાની આ તસ્વીરમાં તૈમુર અને ઇનાયા પણ છે. આ તસ્વીર પર કરીના કપૂરના ફેન્સે ખૂબ બધા રિએક્શન આપ્યા છે. આ તસ્વીરને થોડાક જ સમયમાં લાખોની લાઇક્સ મળી ગઈ હતી. આમ તો સોહા અને કરીનાની આ તસ્વીર ઘણી જૂની છે. પણ જ્યારથી કરીનાએ તેને શેર કરી છે તે સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત